Book Title: Jain_Satyaprakash 1947 09
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 15
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૧૨] જૈન દર્શન 1 ૩૪૯ શબ્દથી અંક્તિ કરવામાં આવતી હોવાથી એનું નામ સ્યાદવાદ પદ્ધતિ છે. વિધિપ્રતિષેધાદિ કોઈ પણ વિધાન સાત પ્રકારે અને અપેક્ષા ચતુષ્ટયસહ કરવું એ જ આ પદ્ધતિનું રહસ્ય છે. સુષ્ટિ, પ્રવાહની દષ્ટિએ અનાવનંત છે, પણ પયીયતઃ ક્ષણવિનિશ્વર છે. આત્મતત્વના મૂળભૂત ગુણની દષ્ટિએ સર્વ જીવાત્મા એક છે, પણ કર્મબંધના ભિન્નત્વને લીધે તે અનેક પણ છે. આ પ્રમાણે સર્વ અપેક્ષાઓ લક્ષમાં લઈને સિદ્ધાંત સ્થાપવો એ જ અનેકાંતવાદ, ગુજરાતના સમર્થ વિધાન સ્વ. પ્ર. આનંદશંકર બાપુભાઈ ધ્રુવ કહે છે કે “સ્યાદવાદ એકીકરણનું દૃષ્ટિબિંદુ ઉપસ્થિત કરે છે. વિવિધ દષ્ટિબિંદુઓ દ્વારા નિરીક્ષણ કર્યા વગર કોઈ વસ્તુ સંપૂર્ણ સ્વરૂપે સમજવામાં આવી શકે નહીં.' દર્શનશાસ્ત્રના મુખ્ય અદ્યાપક શ્રીયુત ફણીભૂષણે અધીકારી જણાવે છે કે “ સ્વાદવાદને સિદ્ધાંત ઘણું મહત્ત્વપૂર્ણ અને ખેંચાણુકારક છે. એ સિદ્ધાંતમાં જૈન ધર્મની વિશેષતા તરી આવે છે. એ જ સ્વાવાદ જેના દર્શનની અદ્વિતીય સ્થિતિ પ્રગટ કરે છે, એક ભારે સત્ય તરફ દેરી જાય છે. વિશ્વના અથવા તેના કેઈ એક ભાગને જોવા માટે માત્ર એક દૃષ્ટિકોણ સર્વથા પૂર્ણ ન લખી શકાય. ભિન્ન જિત્ર દષ્ટિકોણથી જોઈએ તે જ અખંડ સત્ય જોઈ શકીએ..કેવલ સર્વજ્ઞ જ પૂર્ણ સત્યને પૂર્ણપણે જાણું શકે છે. શ્રી. મધ્યસેન “હે ભગવાન! આપને સિદ્ધાંત નિષ્પક્ષ છે. કારણ કે એક જ વસ્તુ કેટલી અસંખ્ય દૃષ્ટિથી જોઈ શકાય છે તે આપે અમને બતાવ્યું છે. એને સંશયવાદ તરીકે માનનારા અંધારે અથડાય છે.” આવી રીતે મહોપાધ્યાય પંડિત ગંગાનાથ, ડે. ઓપરડે છે અને હિંદી ભાષાના પુરકર પંડિત શ્રી. મહાવીરપ્રસાદજી વગેરાનાં વચને ટાંકી શકાય. જૈન દર્શનમાં એ અંગેનું સ્વરૂપવર્ણન “ભગવતી સૂત્ર” “સમવાયાંગ સૂત્ર' “અનુયોગદ્વાર સૂત્ર” પ્રજ્ઞાપના સૂત્ર' આદિ આગમગ્રંથમાં દૃષ્ટિગોચર થાય છે. ચેથા સકામાં થઈ ગયેલા યુગપ્રધાન શ્રી. ભદ્રબાહુ સ્વામીએ આ સિદ્ધતિનું વિવરણ પ્રાત કી “સૂત્રકૃતાંગ નિર્યુક્તિ 'માં કરેલું છે. પ્રખ્યાત જેન ન્યાયાચાર્ય શ્રી. સિદ્ધસેન દિવાકરજીએ પોતાના પ્રસિહ “સન્મતિ'નામાં ગ્રંથમાં એ સંબંધી વિવરણ કરેલું છે. શ્રી. જિનભદ્રગણિ ક્ષમાશ્રમણે “વિશેષાવશ્ય ભાગમાં અને શ્રી. સુમંતભદ્ર આપ્તમીમાંસા'માં પણ એ સંબંધમાં કહ્યું છે. આ ઉપરાંત પ્રસિહ ન્યાયવેત્તાઓ જેવા કે શ્રી. હરિભદ્રસૂરિ, બુદ્ધિસાગરસર, દેવસૂરિ, હેમચંદ્રસુરિ અને સ્યાદવાદ મંજરીના કર્તા શ્રી. મહિલસેનસૂરિએ આ હિતની ચર્ચા કરેલી છે. આમ અનેકાંતવાદનાં મહત્વ ને પ્રતિષ્ઠા વર્ણવ્યાં જાય તેમ નથી. એમાં સત્ય અને અહિંસા સમાયેલા છે એ ભાગ્યે જ કહેવું પડે તેમ છે. વિશ્વનું યથાર્થ સ્વરૂપે અવલેન કરવા માટે એ દિવ્ય ચક્ષુરૂપ છે. એ દૃષ્ટિના અભાવે જ મતમતાંતર અને ખંડનાત્મક ઝઘડાઓ જન્મે છે. વિચારશુદ્ધિ માટે સ્વાદુવાદને અભ્યાસ આવશ્યક છે. વિદ્વાનોના લખાણમાંથી ઉપરનું તારવણું આપી જૈન દર્શન અંગેને લેખ અહીં પૂર્ણ કરવામાં આવે છે. એ વચનારમાં જૈનધર્મ સંબંધમાં વધુ જિજ્ઞાસા ઉદભવે એ જ અભિલાષા. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36