Book Title: Jain_Satyaprakash 1947 09
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૧૨ ]
પ્રશ્રનેત્તર-અબોધ
[ 28
ઉત્તર–જે પરંપરાએ આવેલી અધર્મ બુદ્ધિ ને છોડે નહિ, તે લોઢાને ઉપાડનાર વેપારીની માફક દુઃખી થાય છે. તે બીના ટૂંકામાં આ પ્રમાણે જાણવી–એક ગામમાં ચાર મિત્રો રહેતા હતા. એક વખત તેઓ સાથે ધન કમાવાની ઇચ્છાથી પોતાના ગામથી નીકળી પરદેશ તરફ જતા હતા. જતાં જતાં વચમાં તેમણે એક લોઢાની ખાણ જોઈ તેમાંથી તેમણે જોઈએ તેટલું લીધું. આગળ ચાલતાં તેમણે રૂપાની ખાણ જોઈ તેથી ચાર મિત્રોમાંના ત્રણ જણાએ કહ્યું કે–લોઢું ફેંકી દઈએ, ને ઉપાડી શકાય તેટલું ૨૫ લઈએ. એમ કહી ગણુ જણાએ લોઢું ફેંકી દઈ રૂપું લઈ ચાલવા માંડ્યું. પણ ચોથા મિત્ર દાગ્રહી હતી. તેણે રૂપું લીધું નહીં, ને ત્રણ જણ ની સાથે લેવું ઉપાડી ચાલવા માંડ્યું. આગળ ચાલતાં સોનાની ખાણ દીઠી, એટલે બુદ્ધિશાલી તે ત્રણ મિત્રોએ રૂપું છેડી સેનું લીધું, ને ચાલવા માંડયું. અહીં પણ પેલા કેદાગ્રહી ભૂખ મિત્રે પહેલાંની માદક લોઢું ઉપાડી તે ત્રણ મિત્રોની સાથે ચાલવા માંડયું. આગળ ચાલતાં તેમણે રત્નની ખાણું જોઈ ત્યારે તેનું ઇડીને ત્રણ મિત્રો લીધાં, પણ પેલા એવા મિત્ર તે જેમ રૂપાને ને સેનાને ત્યાગ કર્યો, તેમ તેને પણ લીધાં નહિ, ને લોઢું ઉપાડી ત્રણ મિત્રોની સાથે આગળ ચાલવા માંડ્યું. ત્રણ મિત્રો ઈષ્ટ નગરમાં વેપાર કરતાં પણ લાભ મેળવી પિતાના ગામમાં આવ્યા, ઘણું સુખી થયા. ને પેલે કરાગ્રહી બુદ્ધિહીન હોવાથી કંઈ પણ કમાય નહિ. તેના નસીબમાં લેઢા જેટલે જ થોડે લાભ હતા, તે મળ્યો, પણ લાભ-અલાભને, હિત-અહિતને વિચાર ન કરવાથી કદાગ્રહી નિર્ધન થઈ ગયે, ને દુઃખી થયે. આ દષ્ટાંતને સાર એ કે ન સુધી અજ્ઞાન હોય, ત્યાં સુધી શેઢા વગેરેની માફક મિથ્યાત્વરૂપી અધર્મને ત્યાગ ન થાય. પણ જ્યારે સત્ય ધર્મ સમ જાય, ત્યારે તે ત્રણ મિત્રોની માફક અધર્મને છોડી સત્ય ધર્મને સ્વીકાર કરવો જ જોઈએ. જે તેમ ન કરીએ તો ચેથા મિત્રની માફક અધર્મને રાણી છવ બહુ જ દુઃખી થાય છે. માટે છે રાજન ! તમે મહાભાગ્યના હૃદયથી મનુષ્ય જન્મ ૫ મી સત્ય ધર્મની આરાધના કરી મુક્તિના અવ્યાબાધ સુખ પામે, પછી કશી ગણુધરે દેવ-ગુરુ-ધર્મનું યથાર્થ સ્વરૂપ વિસ્તારથી સમજાવ્યું પરિણામે પ્રદેશ રાજા અશ્વ ઉપર બેઠા બેઠા જૈન ધર્મને પૂર્ણ રાગી થયા.તેણે ઘોડા ઉપરથી નીચે ઊતરી ગુરુને વંદન કરીને કહ્યું કે-હે મહારાજ! હું સવારે તમને નમીને મારો અવિનય ખમાવીશ. એમ કહી પ્રદેશી રાજા ગુરુને વંદન કરી નગરીમાં પ્રવેશ કરી રાજમહેલમાં ગયા. બીજે દિવસે પ્રભાતકાળે કેણિક રાજાની માફક પ્રદેશી રાજાએ મેટા ઉસવથી આવી ગુરુને વંદના કરી, અને તેમની પાસે શ્રાવકનાં બાર વ્રત સ્વીકાર્યા. અંતે હિતશિક્ષા ફરમાવતા શ્રી. ગુરુમહારાજે રાજાને કહ્યું કે હે રાજા ! પુષ્પ ફળવાળા બગીયાની જેમ પ્રથમ બીજાઓને દાન દેનારા દાતાર થઈને હમણું ધન મેળવી તમારે અદાતા (દાન નહિ દેનાર) થવું નહિ, એટલે કે સુકાઈ ગયેલા વનલી જેવા અરમણીય થવું નહિ. કારણુ કે તેમ થવાથી અમને અંતરાય લાગે, અને શ્રો. જિનધર્મની નિંદા થાય, ગુરનાં આ વચન સાંભળી પ્રદેશી રાજાએ તે પ્રમાણે વર્તવા કબુલ કરી જણાવ્યું કે હે સૂરિમહારાજ ! હું મારાં સાત હજાર ગામના ચાર વિભાગ કરીશ. તેમાંથી એક વિભાગ વડે મારા રાજયના સૈન્ય અને વાહનનું પોષણ કરીશ, બીજા ભાગ વડે અંતઃપુરને નિર્વાહ કરીશ, ત્રીજા ભાગ વડે બંડારની પુષ્ટિ કરીશ, અને ચોથા ભાગ વડે દાનશાળા વગેરે ધર્મકાર્ય કરીશ. આ રીતે
For Private And Personal Use Only