Book Title: Jain_Satyaprakash 1946 04
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 9
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir www.kobatirth.org આર્ય કાલકના સહાયક શક સાહિઓ લેખક : પૂજ્ય ઉપાધ્યાયજી મહારાજ શ્રીસિદ્ધિમુનિજી જૈનગ્રંથ– નિશીથચૂર્ણિ' વગેરેમાં એવા અભિપ્રાયના ઉલ્લેખ છે કે જેનાચાર્ય શ્રીકાલસૂરિએ પિતાની સાધ્વી બહેન–સરસ્વતીને ઉજયિ. નીના રાજા ગભિલના દુષ્ટ કબજામાંથી છોડાવવા બહુ બહુ પ્રયત્નો કર્યા, પણ જ્યારે તેમને તેમાં સાવ નિષ્ફળતા મળી ત્યારે તેઓ સ્વિકાર્યસાધક કાઈ સમર્થ સહાય મેળવવા પારસકુલ અથવા શકલમાં ચાલ્યા ગયા. તેઓએ ત્યાં જઈ એક શક સાહિનો આશ્રય લીધે અને તેને પોતાની નિમિત્તાદિ વિદ્યાના બળે અનુકૂલ કર્યો. આ પછી પસાર થતા સમય દરમિયાન સાહાણસાહ તરફથી આ સાહિ અને તે પ્રદેશના બીજા ૮૫ સાહિએ ના માથે મરણુત ભય આવી પડયો. એ ભયથી બચાવવા શ્રીકાલકાચાર્ય એ સર્વ સાહિઓને સિન્ધના રસ્તે સૌરાષ્ટ્રમ–સે રઠમાં લાવ્યા. આ વખતે વર્ષાઋતુ શરૂ થઈ ચૂકેલી હોવાથી તે સાહિઓ સૌરાષ્ટ્રમાં જ સત્તા સ્થાપીને રહ્યા. પણ વર્ષાકાલ પૂરો થતાં આચાર્યની સુચનાનુસાર તેમણે અવન્તી પર ચડાઈ કરી ગદંબિલ રાજને ઉજયિનીના તખ્ત પરથી ઉખેડી નાખ્યો. આચાર્યે સરસ્વતી સાધીને મુક્ત કરી અને શકસાહિએ ઉજજયિનીના અધિપતિ થયા.” હાલના ઈરાનના અગ્નિકોણને અને તેને લગતા બલુચિસ્તાનની દક્ષિણ વિભાગ, કે જે ઓમાનના અખાત અને અરબી સમુદ્રની ઉત્તરમાં આવેલો ભૂ-પ્રદેશ છે, તે આ પારસકુલ કે શકલ હોવું જોઈએ. શ્રીકાકાચાર્યના સમયે એટલે કે શ્રી મહાવીરનિર્વાણની પાંચમી સદીની શરૂઆતમાં ઈરાનની પૂર્વે આવેલા હાલમાં સી-રતાન તરીકે ઓળખાવાતા પ્રદેશની સીમા સાગરકિનારા સુધી લંબાતી હશે અને પારસકૂલને પ્રદેશ એ સી-સ્તાનમાં જ સમાવિષ્ટ થતો હશે એમ લાગે છે. કારણ કે ત્યાં શકકુલના સાહિએ ઇરાની સાહાણુંસાહિની વડી સત્તાને આધીન રહી રાજ્ય કરતા હતા. અને એ સાહિઓ મોટી સંખ્યામાં હેઈ ઉત્તરમાં દીક હાલના સીસ્તાનને સમાવેશ કરતા વિશાળ પ્રદેશમાં રાજ્ય કરતા હશે. ૧ આ આચાર્ય મધમાં આવેલા ધારાવાસ નગરના “વયરીંહ રાજાના પુત્ર હતા. તેમની માતાનું નામ સુરસુન્દર અને બહેનનું નામ સરસ્વતી હતું. તેમણે જૈનાચાર્ય ગુણાકરની પાસે દીક્ષા અંગીકાર કરી હતી. આ સમયે સરસ્વતીએ પણ સાધ્વીઓની પાસે ચારિત્ર અંગીકાર કર્યું હતું. સંભવ છે કે મ. વિ. ૩૯૩માં તેમને આચાર્યપદપ્રાપ્તિ થઈ હશે. અવિનીત શિષ્યને ત્યાગ કરી પ્રશષ્ય સાગરખમણુની પાસે સુવર્ણભૂમિમાં જનાર; દત્તરાજની આગળ યજ્ઞફલને કહેનાર; પ્રથમાનુયોગ, ચંડિકાનુયોગ, કાલકસંહિતા આદિના રચનાર કોનાdવહીયા આ જ આચાર્ય હતા. નિગોદવ્યાખ્યાતા, પ્રજ્ઞાપનાકાર, ચતુથીદિનસંવત્સર પરિવર્તક યુગપ્રધાન સ્વાભાચાર્ય-કાલકાચાર્યથી તેઓ ભિન્ન છે. ૨ શ્રીકાલકાચા પારસકુલમાં ગમન અશરે મ. નિ. ૪૦૫-૬ માં થયું હશે. સાહિ એટલે માંડલિક રાજા અને સાહાણસાહિ એટલે એ માંડલિને રાજા– રાજાધિરાજ-શહેનશાહ, For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36