Book Title: Jain_Satyaprakash 1946 04
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 20
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જ રિલ૦ ] શ્રી જૈન સત્ય પ્રકાશ [ વર્ષ ૧૧ ગર્ગ સંહિતા એ ગુપ્ત સામ્રાજ્ય સ્થાપન પછીની કૃતિ છે અને તેમાં સંયુકત કરાયેલ યુગપુરાણ તેથી પણ પાછલના સમયનું છે. આથી યુગપુરાણને ઉલ્લેખ પાટલીપુત્રના ફરૂન્ડ' જાતિનાં રાજાઓ, કે જેને ભારતીય લેખકે શક તરીકે સેળભેળ કરતા હતા, તેમને ઉદ્દેશીને હશે કે કેમ એવી પણ શંકાને અવકાશ છે. કેમ કે એ ઉલ્લેખમાં અવન્તિ કે ઉજજયિનીને કાઈ બંધ જોવામાં આવતા નથી, જ્યારે પુપપુર એ સુપ્રસિદ્ધ કુસુમપુર મગધનું રાજનગર પાટલીપુત્ર છે, કે જયાં ગુપ્તના પહેલાં મુખ્ય રાજાઓ રાજ્ય કરતા હતા. અગ્નિકોણના અને દક્ષિણના છેવાડાના દેશ સિવાય લગભગ આખાય ભારતમાં સામ્રાજ્ય કે રાજય ભોગવતા વિધર્મી શકેનાં પૌરાણિક સંસ્મરણો આલેખતાં પુરાણોમાં ધાર્મિક પ્રત્યાધાતી તત્વ પણ હાવા સંભવ છે. વેદપૂર્વકાલીન મગધ દેશ કીકટના નામથી ઓળખાતા હતો, પણ શાના ઉપાધ્યાપ મગલકાના વસવાટ પછી તે મગધ નામથી પ્રસિદ્ધ થયો, એમ કહેવામાં આવે છે. ત્રપેદમાં અને યજુર્વેદમાં આ માર્ગ વિધમી હોવાથી તેમના માટે દુર્માનસ દર્શાવવામાં આવ્યું છે. આ પછી હજારો વર્ષ વીત્યા બાદ પણુ શ્રીપતંજલી પોતાના મહાભાષ્યમાં જ્યારે મગધની વ્યુત્પત્તિ કરવા બેસે છે ત્યારે “માન ખાન ઘા થતાંતિ મધ મળે એટલે પાપને ધારણ કરે તે મગધ એમ પ્રાચીનેના આક્ષેપને પ્રતિબિંબિત કરે છે. આવી જ રીતે યુગપુરાણમાં શને માટે ધાર્મિક પ્રત્યાઘાતી તત્વ પ્રતિબિબિત થયું હોય તે ના નહિ. પણ આપણે એ ઉપરથી આ નવીને આવેલા અને ઉજજયિનીમાં રાજ્ય કરતા શકશાદિ રાજાઓના માટે હલકો અભિપ્રાય બધી શકીએ નહિ. શકે એ આ કાળના ભારતના મોટા વિભાગના ક્ષત્રિયવટ ને શાહુકારીની ઉજજવલ ભૂમિકા છે. આમ છતાં એ સંભવિત છે કે, આ વિદેશી નવીન આલી શકપ્રજાનું શાસન સૌ કેઈ સહર્ષ ન સ્વીકારી લે. ગભિલ્લના વારસ બલમિત્ર-વિક્રમાદિત્યના રાજ્ય હકને નાશ પામેલો જેવાને પણ એક ભાગ ખુશી નહિ હશે. શક પ્રજા હિન્દની પ્રજામાં કેટલાંક હિતમાં હિસ્સો પડાવતી હશે એ પણ સ્વભાવિક છે. વૈદિક પ્રજાને આ શકwજામાંના અમુક ભાગ સ્વેચ્છ, અમુક ભાગ વિલમી અને અમુક ભાગ અસ્પૃશ્ય જેવો પણ લાગતો હશે. ભાષા વગેરેથી પણ થોડે ઘણે ભેદભાવ ચાલુ જ હશે. આ સર્વે પરિસ્થિતિને પહોંચી વળવા ઘટત પગલાં લેવામાં યોગ્ય રીતે સત્તાનો ઉપયોગ પણ આ શકરાજાઓ કરતા હશે અને કવિચિત્ હાથ નીચેનાં માણસથી અન્યાય જેવું પણ થતું હશે. આ સર્વ સંભવિત છે. પણ એ અંદર અંદર કપાઈ મરતા હતા કે ગામોને ઉજાડતા હતા એમ માનવું એ વધારા પૂરતું છે. બલમિત્ર-વિક્રમાદિત્યે આ શકેટનો પરાજય કર્યો તે કાંઈ અંધાધુનીને લાભ લીધો હતો એમ નથી, પણ તેણે પિતાના પરાક્રમથી આ વાકાને હરાવ્યા હતા. આધના સાતવાહનને હરાટ અને શાથી પિતાને નાશિક વગેરે જિલ્લાનો પ્રદેશ ખાલી કરી બહુ દૂર તેના અગ્નિણના પ્રદેશમાં ખસી જવું પડયું હતું એ સબળ વિરાધને લઈ અત્યારનાં તેમના રાજા ૧૫“સ્વાતિ થી બલમિત્રને પૂરેપૂરી સહાય મળી એ સિવાય બીજા ૧૫ આ% રાજા મેધસ્વાતિ પછી આ “સ્વાતિ' ગાદીએ આજે હતો. તેને રાજવાલા મ. નિ. ૪૦૨ થી ૪૨૦ સુધી હતા. તેની રાજધાનીનું નગર કયું હતું એ વિષે ચેકસ રહેવું મુશ્કેલ છે, પણ પ્રતિષ્ઠાને (પઠણ) તો ન જ હતું. “નહપાણુ'ના શક For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36