Book Title: Jain_Satyaprakash 1946 04
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૭ ] આર્ય કાલકના સહાયક શક સાહિએ
[૨૦૩ યુચો, સિ અને તાહિયાના શોધાયેલા ઈતિહાસ પરથી કેટલાકે એવું અનુમાન કરી રહ્યા છે કે “સ” “યુચી” ટરને “તાહિયા” એ શબ્દો તથા તે શબ્દ પરથી દેશ કાળભેદે થઈ ગયેલા વિવિધ અપભ્રંશ શબ્દ, એ બધા શક જાતિને જ ઓળખાવનારા છે. અર્થાત તેઓ જાતિને યુચી વગેરે અન્ય જાતિઓને સમાવેશ કરતી એક વ્યાપક જાતિ ગણે છે. પણ એમના કરાયેલા અધૂરા અનુમાનથી આ વિષયમાં જેવી જો એ તેવી સ્પષ્ટતા થતી નથી.
આ સ્થળે શક જાતિની વ્યાપકતા વિષેને એક ઉલ્લેખ ટાંકીએ–પ્રાચીન ભારતીય સાહિત્યનો આધાર લઈ “મૌર્ય સામ્રાજ્યના ઇતિહાસ'ના લેખક લખે છે કે – “ પ્રાચીન સાહિત્ય કે સપ્ત દ્વીપમેં એક દ્વીપકા નામ શક ૫ હૈ. ઇસ શકીપણે સંપૂર્ણ પશ્ચિમીય એશિયાકા ગ્રહણ હોતા હૈ. પ્રાચીન પશિયામેં એક પ્રાંતક નામ સકી (sacae) ભી થા. શક શબ્દ ઇસ સૈકી પ્રદેશમેં રહેનેવાલેકે લિયે પ્રયુક્ત હતા ચા. મનુ કે અનુસાર શગલેક; કાંબોજ, પહલવ, પારદ ઔર ચવન ઈસ ઉપવિભાગમેં વિભક્ત છે. ઈન્હીં સગલી કે રાજ સાઈરસકો શકદ્રપતિકે નામસે કહા ગયા છે.”
આ ઉલ્લેખમાં કહેલા શકીપની અને પ્રાચીન પશિયાની સીમા–મર્યાદા કયાં સુધી હતી એ સમજવું મુશ્કેલ છે. કારણ કે એ કં૫નું દ્વીપ તરીકેનું સ્વરૂપ કેવી રીતે હતું તેને જેવો જોઈએ તેવો કયાંય સ્પષ્ટ ઉલ્લેખ નથી. બાકી પશિયાને પ્રાંત સિકી હતા તે શકદેશ કહેવાતો હશે અને એના પ્રાંત કાંબજ, પહુલવ, પારદ ને યવન હશે. અતિ પ્રાચીન કાળમાં એ સર્વ પ્રાંતના લોકોની મુખ્ય જાત શક કહૈવાતી હશે, પણ કાળાંતરે એમ બની ગયું હશે કે, હેલમંડ નદીના વિભાગમાં જ શકેને આશ્રયી શકજાતિને
૧૦ વૈદિકકાલપૂવે કીકતમાં “અગ' લાકે વસતા હતા. એ મગજાતિના વસવાટથી કીટનું નામ મમ પડ્યું અને પછી મધના વાવાટથી અમલક માંદ (માધ) કહેવાયા. એમને ઉદ્દેશી વેદમાં કહેવાયું છે કે –“આ અગદ ઇન્દ ! તને પાયસ આપતા નથી તો તેમનું ધન (4) લતીને તું અમાને આપ” (ઋ. ૩–૫૩–૧૪). આવા અપની પ્રાર્થના વિશ્વામિત્રના મુખથી આ કૃતિમાં કરાવાઈ છે. વળી યજુર્વેદમાં પણ માગને ઉલેખ પુરુષમેધમાં છે. આ મામલે કોના ઉપાધ્યાય હતા એવી માન્યતા છે. શ્રીકૃષ્ણના પુત્ર શાખના કુષ્ટરોગને દૂર કરવા મગને શાકડીપથી લાવવામાં આવ્યા હતા એમ અવિષ્યપુરાણ કહે છે. શક સાધીપમાં વસતા હતા અને શાબના કાર્યના અંગ મને ત્યાંથી લાગ્યા એ પરથી ઉપરોક્ત માન્યતામાં વજુદ હોય એમ લાગે છે. બહુ પ્રાચીન જમાના. માં શાકઠીપમા શાક અને મમ આ બે જાતિ વસતી હશે અને પ્રાંતભેદથી તે બન્ને જાતિ વિશિષ્ટ નામોને ધારણ કરતી રહી હશે. છતાં ડેરિયસને બેહિસ્તાનના શિલાલેખથી સમજાય છે કે તેના સમયમાં શક અને મગુર–મમ એ મૂળ સામાન્ય નામ પણ કાયમ રહ્યાં છે અને તેમની વિશેષ વર્તન વેગે તેમના પ્રતિ શકે અને મર્સિયન નામે ઓળખાયા છે. ડેરિયસ શત્રુદેશ તરીકે બેકિયાને નથી ગણતો પણ શાકને ગણે છે તેથી તે પ્રતિ પાસ (પર્શિયા)ના પ્રદેશથી બેક્ટ્રિયા કરતાં નજીકમાં હવે જઈએ, નહિ કે સીરદરિયાની પેલે પાર.
For Private And Personal Use Only