Book Title: Jain_Satyaprakash 1946 04
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૦૦ ] શ્રી જૈન સત્ય પ્રકાશ
[ વર્ષ ૧૧ પરસકૂલમાં કુલ’ શબ્દ હસ્ય ઉકારવાળો પણ મળી આવે છે, પણ કિનારાવાચક દીર્ઘ ઉકારવાળો કુલ શબ્દ જ વધારે બંધબેસો છે. જયારે શકકુલમાં “કુલ' શબ્દ સમૂહવાચક તરીકે કે કિનારા વાચક તરીકે “કુલ” અને “ફૂલ ' એમ બન્ને રીતે ઘટતા હવાથી હસ્વ કે દીર્ધ ઉકારવાને ગમે તે લખાયો મળી આવે તો તેમાં કાંઈ બાધ નથી.
પૂરતી સહાય મેળવવા માટે થયેલા શ્રીકાલાચાર્યના આ ગમન સંબંધમાં કવચિત એ પણ ઉલ્લેખ મળી આવે છે કે –“તે સિધુજનપદમાં ગયા હતા.” આનો અર્થ એ થઈ શકે કે, તેઓ પ્રથમ સિધુ જનપદમાં ગયા હતા અને પછી ત્યાંથી પારસકૂલમાં ગયા હતા.
આ સમયે સિધમાં શક–વસાહત હોવાનું કહેવામાં આવે છે, અને એ વસાહતનો પ્રદેશ ઈ-થિયા–હિન્દી શકસ્થાન તરીકે ઓળખવામાં આવતું હતું. સિધમાંની આ શક-વસાહત સિધુ નદીના દોઆબમાં હતી અને એની રાજધાની સિધુ નદીના કિનારા પર આવેલા મિનનગરમાં હતી એમ કહેવામાં આવે છે.
આ સિન્ધમાંની વસાહતના શકે સી-સ્તાનમથી કે તેની આજુબાજુના પ્રદેશમાંથી ગમે તે રીતે આવ્યા હશે.
એમ કહેવામાં આવે છે કે, 'યુચી-યુરશીઓ દબાણને લઈ સીરદરિયા નદીના પ્રદેશમાં વસતા કો દક્ષિણ બાજુ સરતા સરતા એક્ષસ- આમુનદીને પાર કરી બેકિટ્ર આમાં થઈ સી–સ્તાનમાં આવ્યા અને ત્યાં વસવાટ કરીને રહ્યા. એ વસાહતી શકામના જ શકે એ પાછળથી સિન્ડમાં આવીને વસાહત સ્થાપી.
પણ સંભવિત એ છે કે, યુચીઓના દબાણને લઈ સી-રસ્તાનમાં આવેલા એ શકેએ પિતાની જાતિના સી-રતાનમાં વસતા અતીવ જૂના શકે સાથે ત્યાં વસવા પ્રયત્નો કર્યા હતા અને તેના અંગે એમને પાર્થિયનેની સાથે ભારે અથડ:અથડી થવા પામી હતી, જેમાં પાર્શિયન રાજ પફેટીસ અને અબેનસ મરાયા હતા. એ અથડાઅથડીમાં શક સિવાય બીજી પણ જતિઓ હોય તો ના નહિ, પણ શકે તે હતા જ. આ અથામણના સમયે આગંતુક શ સી–સ્તાનમાં અને તેની પૂર્વે આવેલા કાર્બેજના પ્રદેશમાં કઈક કાલ વસ્યા પણ ખરા. આ પછી જ્યારે પાર્થિયન રાજ મેડ્યોડેટસ બીજે ગાદીએ આવ્યો ત્યારે તેની બળવાન બનેલી સત્તાએ પોતાના મરાયેલા વડીલોનું વેર વાળવા આ નવીન શો પર વધારે સખ્તાઈ કરવા માંડી. પરિણામે તેઓમાંના મોટા ભાગ કે જે સી-સ્તાનના પૂર્વ પ્રદેશમાં વસી કાંઈક રિથર થવા પામ્યો હતો તે દક્ષિણ તરફ ઊતરી આવી અનુક્રમે સિધમાં પ્રવેશી ત્યાં સત્તા જમાવીને સ્થિર થયે. લાગે છે કે, મેડ્યોડેટસની લાંબા કામની બળવાન સતાએ તેમને ત્યાં પણ કેટલોક કાળ સર્વથા સ્વતન્ત્ર નહિ રહેવા દીધા હશે.
આ ઉપરના કથન કરતાંય વધારે સંભવિત કથન એ છે કે, સી–તાન ને તેની આજુબાજુના શક-ક્ષહરાટે, કે જેઓ મેકિટ્રમને રાજા કિમેટ્રિસ અને સરદાર મિનેન્ટરની
૪ આ યુચી જાતિ અને તેના પરિભ્રમણ વિષે સંક્ષિપ્ત હકીક્ત આગળ આપવામાં આવશે.
૫ આરસેકસવંશના આ ફૅટી બીજાનું મૃત્યુ ઈ. સ. પૂર્વે ૧૨૮માં અને તેના પછી આવનાર અટેએનસનું મૃત્યુ ઈ. સ. પૂર્વે ૧૨૩માં થયું. આ પછી મેડેટસ બીજે માદી પર બાવ્યો.
For Private And Personal Use Only