Book Title: Jain_Satyaprakash 1945 02
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 6
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૮] શ્રી જૈન સત્ય પ્રકાશ [ વર્ષ ૧૦ છે. પરંતુ હેળી વડે મનનું, વાણીનું કે શરીરનું સ્વાધ્ય કેટલું કેળવાય છે એ જનતાની જાણ બહાર નથી. એક વિદ્વાન તો હેળીને જગતની રચના સાથે જ જોડી ઘે છે. બ્રહ્મપુરાણમાં सो छ । चैत्रे मासि जगद् ब्रह्मा, ससर्ज प्रथमेऽहनि ॥ બ્રહ્માજીએ ચૈત્ર મહિનાના પહેલા દિવસે જગત બનાવ્યું અને કાળ બનાવ્યો. કુદરત આ દિવસોમાં લીલીછમ ભૂમિ બતાવી દર સાલ વાર્ષિકોત્સવ મનાવે છે. લેકે જૈ હેલિકોત્સવ” વડે માત્ર તેને અનુસરે છે. ' ઉપરના ઉલ્લેખો હલાકાને પ્રાચીન અને હળીને અર્વાચીન ઠરાવે છે. જોકે કઈ કઈ વિદ્વાન તેની વાસ્તવિક્તા–ઉપયોગિતા માટે વિવિધ કલ્પના કરે છે, પણ કલ્પના તે કલ્પના જ, જ્યાં પ્રાચીન પુરાવા મળતા નથી ત્યાં કપનાને ઢાળ કઈ રીતે ટકી શકે? સારાંશ એ છે કે હોળીને પ્રાચીન ઉલ્લેખ મળતો નથી. પૌરાણિક માન્યતા–હોલિકા મેદ્રા અને સુંઢાની કથાઓ. હળી માટે પુરાણ અને વિધિગ્રંથે શું કહે છે. આપણે હવે તેને તપાસીએ. ૧-સ્કંદપુરાણના કાબૂનમહાજ્યમાં હેલિકા તથા મેદ્રા રાક્ષસીઓને બાળી મૂકવાની કથા છે. ૨-ભક્ત પ્રહ્માદની કથામાં વર્ણન છે કે-હિરણ્યકશ્યપ નામે મહાન રાક્ષસ રાજા હતું. તે પાપી હતો, ઈશ્વરને કદર વિરોધી હતો અને માત્ર પિતાને જ ઈશ્વર તરીકે મનાવતા હતા. પરંતુ તેનો પુત્ર પ્રહાદ ચુસ્ત ઈશ્વરભક્ત હતો. રાજાએ પુત્રને દુઃખી કરવા અનેક ઉપાયો જ્યા, જેમાં એક ઉપાય એ હતો કે–પોતાની હેલિકા નામની બેન (જને અન્ય સ્થાને માત્ર રાક્ષસી તરીકે ઓળખાવી છે) કે જેને અગ્નિ બાળી શકતા ન હતા તેણીના ખોળામાં પ્રહાદને બેસારી ચારે તરફ આગ લગાવી લીધી. પણ પરિણામ ઊલટું આવ્યું. હેલિકા બળીને રાખ થઈ ગઈ અને પ્રહાદ બિલકુલ બચી ગયો. બીજા બાળકે પણ એ રાખને શરીરે ચોળી નાચવા કુદવા લાગ્યા. બસ, ત્યારથી હેલિકા-દહન અને ધુળેટીના તહેવારો શરૂ થયા છે. -કેાઈ એમ માને છે કે મહાદેવજીએ ત્રિપુરાસુરને બાળ્યો છે અથવા કામદેવે મહાદેવ ઉપર કામબાણ ચલાવ્યું ત્યારે મહાદેવે ત્રીજું નેત્ર ઉઘાડી કામદેવને બાળી નાખ્યો છે. આ ઘટના જે દિવસે બની તે દિવસ જ કામદહન-હાળી તરીકે ઉજવાય છે. જ-ભવિષ્ય-ભવિષ્યોત્તર પુરાણમાં ઉત્પત્તિકથન છે કે-યુધિષ્ઠિરે પૂછયું કે-લે કે સ્થાને સ્થાને લાકડીઓને ઢગલો કરીને બાળે છે અને છોકરાઓ નાચે છે કૂદે છે તેનું કારણ શું છે? શ્રીકૃષ્ણ ઉતર આપો કે–પ્રાચીન કાળમાં શિયાળા પછી શીતલાને રોગ બાળકમાં બહુ ફેલાતા હતા અને નાનાં નાનાં બાળકે ટપોટપ મરી જતાં હતાં. વશિષ્ઠ ઋષિએ રઘુરાજાને તેને ઉપાય બતાવ્યો કે-હુંઢા નામની માલીની પુત્રીએ મહાદેવની આરાધના કરી તેની પાસે અમર થવાનું વરદાન માંગ્યું. મહાદેવે તે વરદાન આપ્યું, પણ વચમાં શરત એ હતી કે-ઋતુપલટાના સમયે ગાંડા મનુષ્યની અને પાગલની જેમ વર્તતા બાળકે સામે તે કમર બની જશે. આ ઢંઢા રાક્ષસી છે, જે બાળકોને પોતાના હરિફ-શત્રુ માની ઉપદ્રવ કરે છે. બાળકે આગળ આવે અને ગાંડાની જેમ નાચે કુદે તો તે રાક્ષસી ચાલી જશે, અને બાળકે મરતાં બચી જશે. બસ, ત્યારથી હોળી અને ધુળેટીના તહેવારો ચાલુ થાય છે. ૫-પૃથ્વીરાજરાસે હોળીની ઉત્પત્તિ ચેહાણ વંશી રાક્ષસ સુંઢાથી બતાવે છે. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24