Book Title: Jain_Satyaprakash 1945 02
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 8
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૭૦ ] શ્રી જૈન સત્ય પ્રકાશ [ વર્ષ ૧૦ એક બીજા ઉપર કંકુ-ગુલાલ ઉડાડે છે સાથોસાથ ઘર બહાર ઘાસનું એક પૂતળું બનાવી તેને પણ બાળી નાખે છે. આ રિવાજ માત્ર બંગાળામાં છે, ઓરિસામાં દોલોત્સવ ઉજવાય છે, પણ પૂતળું બાળતા નથી. એક્લી દોલયાત્રા તે હોળીનું અનુકરણ છે જ, પણ તે શુદ્ધ સંસ્કરણ રૂપે છે. જુદા જુદા પ્રદેશમાં હોળીની વિવિધ આચરણાઓ દિવાળી વગેરે તહેવાર સર્વત્ર એક જ નામથી ઓળખાય છે, અને મોટે ભાગે એક જ રીતે ઉજવાય છે. જ્યારે હોળીનો તહેવાર જુદા જુદા વિભાગમાં નવાં નવાં નામોથી ઓળખાય છે અને મોટે ભાગે જુદી જુદી રીતે ઉજવાય છે જે પૈકીના કેટલાક ભેદો નીચે મુજબ છે. દક્ષિણમાં “મહાદેવે આજે કામને બાળી નાખ્યો” તે કારણે આ દિવસ કામદહનહોળી તરકે ઉજવાય છે. ઉત્તરમાં “પુતનાને આજે અગ્નિસંસ્કાર થય” તે કારણે આ દિવસ દેલયાત્રા રૂપે ઉજવાય છે. - બંગાળામાં “કૃષ્ણએ આજે પાપી રાક્ષસને માર્યા પછી હિંડળમાં વિશ્રામ કર્યો તે કારણે આ દિવસ દોલયાત્રા તરીકે ઉજવાય છે. સાથો સાથ ઘાસના પૂતળાની હોળી પણ કરે છે. ઓરિસામાં બંગાળની જેવી માન્યતા અને દેલયાત્રાની પ્રથા છે, માત્ર પૂતળું બાળવાનો રિવાજ નથી. કંકણુ અને મહારાષ્ટ્રમાં “બાળકેએ આજે હુંઢાને ગામ બહાર તગડી મૂકી” તે કારણે આ દિવસ શિમગા તરીકે ઉજવાય છે. કર્ણાટકમાં હોળીના દિવસે માથાથી પગ સુધી ભીંડાના ફૂલની માળા પહેરી ઘુમટી ઘુમટ વાન સાથે ટીપરીની રમત રમતા રમતા નાચ ગાયન કરે છે. ગુજરાતમાં ઘણું ખરું મહારાષ્ટ્રનું જ અનુકરણ છે. મારવાડમાં આ શુક તહેવાર છે તેને તાદશ ચીતાર જોવા મળે છે. અહીં ઇલાજ નથચંદ અને હોળીનો રાજા વગેરે બનાવીને બિભત્સ રીતે હેળી ખેલાય છે. હેળી તે આ દેશમાં મોટો તહેવાર મનાય છે.? હોળીનો તહેવાર તે ખાસ કરીને તે ગાળાગાળી ભૂંડા બકવાદ ચોરી જારી દારૂખેરી માતૃજાતિનું છડેચેક અપમાન પાશવી વર્તન અનીતિ અને અધઃપતનના આનંદ માટે જ લગભગ દરેક પ્રદેશમાં ઉજવાતા હિંદનો જાહેર તહેવાર છે. બંગાળાને નવાબ સિરાજ ઉદ્દૌલા હેળીમાં પોતાના સરદારોને ખોટા ખોટા સંદેશાઓ પાઠવતો હતો, અને તેની ઉપર વિશ્વાસ રાખનારા “મૂખે 'ના વિશેષણથી નવાજતો. એંગ્લ સેકસન લોકોને જૂના કાળમાં ફેબ્રુઆરીની ૮ મી તારીખે વર્ષારંભ માની લાંબે દિવસ થયાની ખુશાલીમાં ઉજવાતો આનંદ-ઉત્સવ, ક્રિસ્ટમસ (નાતાલ)માં રમાતી હોળી, અંગ્રેજોને તા. ૧લી એપ્રિલને “એપ્રિલફુલ' અને શિયા મુસલમાનોમાં પ્રચલિત ૨ મારવાડ તથા બંગાળાના જેને જિનેશ્વરની પૂજા ઉત્સવ અને સાધર્મિક વાત્સલ વગેરે ધાર્મિક અનુષ્ઠાન વડે હળીને ઉજવે છે. જો કે આમાંય અનુકરણ તો છે જ, કિન્તુ આ લાકડા છાણની હેળી નથી, આ સાચી પાપની હેળી છે. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24