Book Title: Jain_Satyaprakash 1945 02
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 20
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir રૂપેરી અક્ષરના કલ્પસૂત્રની પ્રશસ્તિગત રાજપાલના વાસસ્થાન અને સંવતને વિમર્શ લેખક-પ્રયુત ચીમનલાલ લલુભાઈ ઝવેરી, મહુધા (જેન સત્ય પ્રકાશ વિ. સં. ૨૦૦૧ના માહ સુ. રના અંક ૪ના પૃ. ૬૧ થી ૪ સુધીમાં પ્રસિદ્ધ કરાએલી પૂજ્ય મુનિવર્ય શ્રી જયંતવિજયજી સંગ્રહીત રૂપેરી અક્ષરને કલાસૂત્રની પ્રશસ્તિમાં પ્રશસ્તિગત વ્યક્તિઓનું વાસસ્થાન, પુપિકા સાથે ભૂલ પ્રશસ્તિના સંવતને વિરોધ, અને રાવણતીર્થ, અને એક જ કાર્ય માટે બે ઉપદેશકોને નિર્દે શ; આ ચાર વસ્તુઓ સંદિગ્ધ હોવાનું મુનિરાજશ્રીએ જણાવ્યું છે. તેનું સમાધાન મારી નમ્ર બુદ્ધિ પ્રમાણે નીચે મુજબ થઈ શકે છે.) એ તો સુવિદિત જ છે કે જેને તત્ત્વજ્ઞાનના સિદ્ધાન્નનુસાર જ્ઞાનાચારના આયારે જ્ઞાનાવર્ણય કર્મના નાશ માટે છે. જ્ઞાની, શાપકરણો અને એ બંનેનું બહુમાન ભારતભૂમિમાં ધર્મનું બીજારોપણ થતાંની સાથે જ ભગવાન ભદેવે ઉપદેશ્ય છે, અને તેને જ પુન: જજીવિત કરી પરમાત્મા મહાવીરદેવે પુનઃ પ્રકાશી માનવહૃદયમાં તાજું કર્યું છે. ભગવાન મહાવીરદેવને થયાને આજ લગભગ અઢી હજાર વર્ષ જેટલો સમય વ્યતીત થયું , છતાં તેમને અમર ઉપદેશ તેમના શિષ્ય સંતતિએ એવા તો ઉછવિત રાખે છે કે તેના ફલરૂપે જેને સમાજ આ જ્ઞાનોપાસનાનું આત્મહિતકર તત્વ ભૂલતો નથી, જેના ફલ સ્વરૂપે અનેક પ્રાચીન પુસ્તકભંડારા અસ્તિત્વમાં આવ્યા છે. અને હાલ પણ જ્ઞાનોદ્ધારનું કાર્ય કરવામાં જેને સમાજ હાથ લંબાવવામાં પાછો પડ્યો નથી. પ્રભુની પવિત્ર વાણીરૂપ આગમ પુસ્તકો પ્રત્યે જેન સમાજના પરમપૂજ્ય ભાવની અધિક દેદીપ્યમાન ભક્તિ જ આવી સુવર્ણ અને રજતાક્ષરી પ્રતિઓના જન્મનું કારણ છે, અને એ ભક્તિ માવને જલંત કરનારી વિદ્વાનોને હાથે લખાએલી આવી અનેક પ્રશસ્તિઓ છે કે જે ભક્તોએ વગર માગ્યે પિતાની કીર્તિના અમર સ્થંભરૂર છે. આવી પ્રશસ્તિઓના નિર્માતા નિસ્પૃહ જેન વિદ્વાન મુનિવરે છે કે જેઓ ભક્તોની ખુશામતથી વેગળા છે. પરંતુ તેઓએ દીર્ધ વિચાર કરી આ કામ પિતાનું સમજી સારી રીતે બજાવ્યું છે, જેપી વાણિજ્યપ્રધાન આ ક્ષાત્ર જાતિને પોતાના પૂર્વજોની ધર્મ પ્રત્યે કેટલી ભક્તિ હતી તેનું ભાન થાય અને વિસ્મૃતિને પડદે દટાઈ જતી અનેક બાબતને સજીવન રાખીને ભક્તોના હૃદયમાં એ પ્રત્યેનું આકર્ષણ અને સદ્દભાવ સદા-સર્વ જામતાં રહે, પ્રશસ્તિમાં જણાવ્યા મુજબ સવાલવંશીય રાજપાલનું વંશવૃક્ષ આ પ્રમાણે For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 18 19 20 21 22 23 24