Book Title: Jain_Satyaprakash 1945 02
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી જૈન સત્ય પ્રકાશ
[ વર્ષ ૧૦.
કહેવાઈ કે બળી જાય છે. ભાવિભાવમાં એવી શક્તિ છે કે એ ધારે તો વસ્તુ બનાવી શકે અને ધારે તે એને નાશ કરી શકે છે. આપણે શાસ્ત્રમાં વાંચીએ છીએ કે બ્રહ્મદત્ત ચક્રવતિ કે જેની સેવામાં બે હજાર દેવતા હાજર હતા એની પણ એક ભરવાડે આંખે ઉડી નાંખી. સુભૂમ નામે ચક્રવર્તિ, એના ભાવિમાં તું છતાંય સાતમે ખંડ સાધવા જતાંહજારે દેવતાઓ એના વહાણની રક્ષા કરનારા હોવા છતાંયે એનું વહાણ ડુખ્યું; પિતે સમુદ્રને તળીયે પહોંચ્યો અને મૃત્યુ પામી સાતમી નારકે ગયો. આ બધો ભાવિભાવને જ પ્રતાપ છે. એક કાયલ ઝાડ ઉપર મીઠા ટકા કરવામાં મસ્ત બની હતી, ત્યાં નીચેથી એક શિકારીએ, એને શિકાર કરવા બાણ તાકર્યું એ કેયલને માથે એક બાજ પક્ષી એને અચાનક ઝપટ મારવા ઊડી રહ્યું હતું. ત્યાં નીચે શિકારીના પગે કાળો નાગ ડસ્પે; ધનુધ્યમાંથી બાણ છુટી ગયું; શિકારી નીચે પડ્યો અને બાણું બાજ પક્ષીને વાગ્યું; તે પણ મૃત્યુ પામ્યું; અને કેયલ તે ટહુકતી ટહુકતી ઊડી ગઈ. કહે પક્ષીના પ્રાણ કોણે બચાવ્યા ? યુદ્ધભૂમિમાં બંદુકે, તરવારો, તેપના ગોળા અને બાણોથી ઘવાયેલા બચી ગયા; જંગલમાં ભૂખ અને તરફથી પીડાઈને બેભાન બની પડેલા જીવતા ઘેર પહોંચ્યા અને રાજમહેલમાં બિરાજમાન થયેલા, સિપાઈઓ અને અંગરક્ષકાથી રક્ષણ કરાયેલા મૃત્યુના મુખમાં પીસાઈ ગયા—મરી ગયા. અરે, એમને બચાવવા મેટા વૈદ્યો, ડેકટર અને નામાંકીત હકીમો હાજર હતા; એમને બચાવવા હીરા ને મોતીની ભસ્મો, હિરણ્યગર્ભની ગેળીઓ મજુદ હતી છતાં એ મૃત્યુ પામતા રાજવીને, કેઈ બચાવી શકાયું નહીં. બાબર અને રાણસંગની લડાઈમાં એક એવી ક્ષણ આવી હતી કે વિજય શ્રી રાણાસંગને જ વરવાનો હતે. બાબરનું સૈન્ય નાસવાની તૈયારીમાં હતું; બાબર પણ સમજી બેઠે હતો કે પોતે જ પરાજિત થવાનો છે. પરંતુ
ડી જ વારમાં બાજી બદલાઈ યુદ્ધનું પાસું ફર્યું. રણસંગને વિજયને બદલે પરાજય સાંપડે; બાબરને પરાજયને બદલે વિજય પ્રાપ્ત થયું અને એ સમસ્ત ભારને સમ્રાટ બન્યા. માટે ભાઈઓ ! બીજા ભલે ગમે તેમ માને, પરંતુ આ ભવિતવ્યતાની અનુકુળતા એ જ બધી અનુકુળતા છે અને એની પ્રતિકુળતા એ બધી પ્રતિકુળતા જ છે. માટે આ સંસારને કર્તા, હર્તા, વિધાતા, વ્યવસ્થાપક જે કહે તે હું જ છું.
ભવિતવ્યતારામનાં આ અભિમાની વચનો સાંભળી કર્મદેવતા બોલી ઊઠયા.
કમદેવતા–આટલું બધું અભિમાન ન રાખીએ, કાળદેવ, સ્વભાવવાદી સ્વભાચંદ, કે ભવિતવ્યતાવાદી ભવિતવ્યતારામ કેાઈ કાંઈ કરી શકતા જ નથી. જે કાંઈ કરે છે તે કમ રાજા જ કરે છે. કર્મના પ્રતાપે જ આ જીવ નારકી, તિર્યંચ, મનુષ્ય કે દેવલોકમાં જઈ શકે છે. પ્રાણું માત્ર શુભાશુભ કર્મના પ્રતાપે જ સદ્દગતિ કે અસદ્દગતિ પામે છે. માટે હું કર્મરાજા જ બલવાન છું. કર્મરાજા ધારે તે કરી શકે છે. જુઓ કર્મના પ્રતાપે રામચંદ્રજી જેવા પુરુષોત્તમને રાજ્યાભિષેક–સમયે જ જંગલમાં જવું પડયું. કર્મના પ્રતાપે જ સતીશિરોમણિ સીતાજીને માથે કલંક આવ્યું. કર્મના પ્રતાપેજ લંકાધિપતિ રાવણનું રાજ્ય ગયું અને એનાં દશ મસ્તક રણમાં રોળાયાં. એની સોનાની લંકા હતી ન હતી થઈ ગઈ શુભ કર્મના પ્રતાપે જ મનુષ્ય-ગુણવાન અને પૂજનીય બને છે અને અશુભ કર્મના પ્રતાપે ગુણ રહિત અને તિરસ્કાર પાત્ર બને છે. એક સુખી, બીજો દુઃખી, એક રોગી, બીજે નીરોગી આ બધું કર્મના પ્રતાપે જ બને છે. એક છવ કર્મવશ બની દુખી, રાગી
For Private And Personal Use Only