Book Title: Jain_Satyaprakash 1945 02
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 16
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૭૮ ] શ્રી જૈન સત્ય પ્રકાશ [ વર્ષ ૧૦ ખામી સમજી લેજે. એવું કોઈપણ કાર્ય નથી જે ભગીરથ પ્રયત્ન પાસે સિદ્ધ ન થાય. એવું કયું કાર્ય છે જે ઉદ્યમ વિના સિદ્ધ થઈ શકે? જુઓ રામચંદ્રજી સમુદ્ર પાર કરી લંકા ઉપર ગયા, યુદ્ધ કર્યું તે રાવણને હરાવી, તેનો નાશ કરી સીતા દેવીને લઈ આવ્યા જેનામાં શક્તિ કે તાકાત ન હોય એ જ કર્મ–ભાગ્ય કરીને બેસી રહે છે. પરંતુ ઉદ્યમ વિના કેઈનેય ચાલતું નથી. વાઘ ભૂખ્યો થયો છે; હવે ઉદ્યમ કર્યા વિના શું એનું પેટ ભરાવાનું છે? ઉદ્યમ કર્યા વિના કઈ શિકાર એના મોંઢામાં જઈને બેસશે ખરો? ઉદ્યમ વિના તલમાંથી તેલ ન નીકળે, ઉદ્યમ વિના કુવામાંથી પાણી ન નીકળે, ઉદ્યમ વિના ખેતરમાં ખેતી ન થાય. અરે, ઉદ્યમના પ્રતાપે તે આ જીવ નિગોદમાંથી ચઢતો ચઢતો એકેન્દ્રિય વ્યવહાર રાશિમાં, બેઈન્દ્રિય અને આગળ વધતે વધતે કર્મ ક્ષય કરી મોક્ષગામી બની શકે છે. કર્મ તો ઉદ્યમને પુત્ર છે. ઉદ્યમથી જ કર્મ બંધાય છે; ભોગવાય છે અને ઉદ્યમથી જ કર્મ ક્ષય થાય છે. સુખી કે દુઃખી પ્રાણી પણ પૂર્વે ઉદ્યમ કરી શુભ કર્મ ઉપાય છે તે તે સુખી છે; અમુભ કર્મ ઉપાર્યો છે તેથી દુઃખી છે. માટે ભાઈઓ, ઉદ્યમનું જ ખરે પ્રાધાન્ય છે. મહાપાતકી અને હત્યારો દઢપ્રહારી, એણે કેવાં ઘોર કર્મો બાંધ્યાં હતાં, પરંતુ પ્રચંડ પુરુષાર્થથી સમસ્ત કર્મોને ક્ષય કરી છમહિનામાં તે અરિહંત પદવી પામ્યો. સુએજની નહેર, સક્કર બેરેજને બંધ, ગંગા અને યમુનાની મેટી મોટી નહેર, એરોપ્લેને, ઈલેકટ્ટી, રેલ્વે વગેરે આ બધું ઉદ્યમ, પુરુષાર્થથી જ થાય છે. ઉદ્યમથી મનુષ્ય વિવા-જ્ઞાન ભણે છે, ઉદ્યમથી લક્ષ્મી મેળવે છે; વ્યાપાર વધારે છે. ભાઈઓ, તમે ચારે જણું ઉઘમ પાસે કાંઈ જ વિસાતમાં નથી. ઉદ્યમ જ દુનિયામાં સર્વશ્રેષ્ઠ છે. આમ આ પાંચે જણાએ પિતાપિતાની મહત્તા દર્શાવતાં એમનો વિવાદ વધો પડ્યો અને દરેક જણ પોતે જ સાચા અને બીજા બધાય જુઠા, પોતે જ મોટા અને બીજા બધા નાના એમ માનવા લાગ્યા. આખરે પિતાના સમાધાન માટે સર્વજ્ઞ ભગવંત શ્રી મહાવીર પ્રભુ પાસે ગયા ત્યારે ભગવંતે ફરમાવ્યું કે મહાનુભાવો, તમે પાંચે એકાંત આગ્રહ ન રાખે ! જ્યાં એકાંત આગ્રહ ત્યાં સમ્યકત્વ નહિ. તમારા પાંચને સમુદાય મલ્યા સિવાય કોઈ પણ કાર્યની સંપૂર્ણ સિદ્ધિ થાય નહિ. સમ્યગ્દષ્ટિ જીવ સાતે નયથી સિદ્ધ વસ્તુને જ માને છે. જુઓ-આ હાથ છે એની પાંચે આંગળીઓ ભેગી થાય તે જ કામ સારું ને સફળ થઈ શકે છે. આખી સેના યુદ્ધ કરવા જાય છે, એ સંગઠિત સેના જ યુદ્ધ જીતી શકે છે. તાંતણાને સમૂહ ભેગો થાય ત્યારે એક સરખો પટ બને છે, જુઓ તંતુઓને સ્વભાવ પટ ઉપજાવવાનું છે, કાળક્રમે તે વણાય છે, પરંતુ ભવિતવ્યતા હોય તો પટ થાય; નહિ તે વિને આવે છે, વણકર ઉદ્યમ કરી પટ બનાવે છે અને એનું ભાગ્ય હોય તો જ એ ભોગવી શકે છે. અર્થાત આ બધા સહકારી બનવાથી જ કાર્યસિદ્ધિ થાય છે. આ જીવ ભાગ્યના પ્રતાપે હળવા કરમી બની નિગોદમાંથી નિકળે, પુણ્યયોગે મનુષ્ય ભવ પામ્યો, સદગુર પાસે જઈ ધર્મ શ્રવણ કરી સન્માર્ગે આવ્યો. જ્યારે ભવ સ્થિતિને પરિપાક થયો, ત્યારે પંડિત થઈ, વીર્યને ઉ૯લાસ કરી સ્વભાવે ભવ્ય હેવાથી કર્મક્ષય કરી બેસે ગયો. માટે મહાનુભા, તમારા પાંચેના સહકારની જ જરૂર છે.' ૧ મહેપાધ્યાય શ્રી વિનયવિજયજી મહારાજશ્રી કૃત પાંચ કારણોના સ્તવન ઉપરથી સૂચિત સારરૂપે અવતરણ છે. * For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24