Book Title: Jain_Satyaprakash 1944 04
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 9
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાષા-વિશુદ્ધિ લેખક-પૂજ્ય મુનિ મહારાજ શ્રી ભદ્રંકરવિજયજી [પૂ.આ.ભ.શ્રી. વિજયરામચંદ્રસૂરિશિષ્ય]. સુખમય અને સફલ જીવન જીવવા માટે જેમ મનઃશુદ્ધિ, અશુદ્ધિ, ધનશુદ્ધિ, વસ્ત્રશુદ્ધિ, શરીરશુદ્ધિ વગેરેની જરૂર છે, તેમ વચનશુદ્ધિની પણ જરૂર છે. જીવનવ્યવહાર માટે ઉપયોગમાં આવતા જેમ ધન અન્ન અને વસ્ત્રાદિ બાહ્ય પદાર્થ છે, તેમ વિવેક વિચાર અને વચનાદિ અંતરંગ પદાર્થો પણ છે. ધનાદિ બાહ્ય પદાર્થો વિના જેમ એક દિવસ પણ ચાલી શક્યું નથી, તેમ વચનાદિ અત્યંતર પદાર્થો વિના એક ક્ષણ પણ ચાલી શકતું નથી. કવિઓએ ગાયું છે કે “ક્ષીય વજુ મૂલurન સતતં, વાજુમૂષ મૂષણમ્ I” બીજાં ભૂષણ ખરેખર ખૂટી જાય છે, જ્યારે વાણીરૂપી ભૂષણ માણસને સતત ભાવે છે. એક અંગ્રેજ કવિએ કહ્યું છે કે – 'The tongue is the instrument of the greatest good and the greatest evil that is done in the world.' (Releigh) દુનિયામાં વધારેમાં વધારે ભલું કે વધારેમાં વધારે ભૂરું કરવાનું સાધન છલા છે.” દુનિયાનું ભલું કે ભૂરું કરવાનું સૌથી અધિક સામર્થ્ય વાણીમાં છે, એને કાનાથી ઈન્કાર થઈ શકે તેમ છે? વિશ્વોપકારી શ્રી જિનેશ્વરદેવ સત્ય તત્વોને ઉપદેશ કરી વિશ્વ ઉપર જે ઉપકાર કરે છે, તે તેમના વચનાતિશયને જ પ્રતાપ છે; કુતીથિકે અસત્ય વસ્તુઓ બતાવી મિયા માન્યતાઓના અંધ કૂવામાં ઉતારી વિશ્વ ઉપર જે અપકાર કરે છે, તે પણ તેમની વચનશક્તિને જ આભારી છે. વચનસામર્થ્યને આ પ્રતાપ સર્વ ક્ષેત્રોમાં જણાઈ આવે છે. શરીરથી તનતોડ મજૂરી કરનાર મજૂર જે કમાણી જીવનભર મજૂરી કરીને નથી કરી શકતે તે કમાણી વચનશક્તિને પ્રાપ્ત થયેલ એક કુશળ વક્તા કે વકીલ એક દિવસમાં પણ કરી લે છે. વચનશ્રવણથી માણસ ધર્મી બને છે, અને વચનશ્રવણથી જ માણસ અધમ બને છે. માણસના અંતરમાં રહેલી સારી કે નરસી વૃત્તિઓને એકદમ ઉત્તેજિત કરીને બહાર લાવવાનું સામર્થ્ય જેટલું વચનવર્ગણમાં રહેલું છે તેવું પ્રાયઃ બીજા કશામાં દેખાતું નથી. આજની કેળવણીમાં અક્ષરજ્ઞાનને જે પ્રાધાન્ય આપવામાં આવે છે, તથા શાસ્ત્રોમાં કેવળજ્ઞાનાદિ પાંચ જ્ઞાનમાં શ્રુતજ્ઞાનને જે મુખ્ય પદ આપવામાં આવ્યું છે, તેની પાછળ પણ એક યા બીજી રીતે વચનસામર્થને જ સ્વીકાર રહેલો છે. સચેતન મનુષ્યના મુખમાંથી નિકળેલું સીધું વચન તો અસર નિપજાવનારું થાય છે જ, પરંતુ અચેતન ચિત્રપટ, ફોનોગ્રાફ કે રેડીઆઓમાંથી સંભળાતા શબ્દોની પણ ચમત્કારિક અસર થતી આજના માનવીઓના જીવન ઉપર પ્રત્યક્ષ અનુભવાય છે. વચનશક્તિને પ્રભાવ એક અપેક્ષાએ જ્ઞાનશક્તિથી પણ વધી જાય છે. વચનના અવલંબન વિના જ્ઞાન પણ કાંઈ કરી શકતું નથી. જ્ઞાન ગ્રહણ કરવા માટે પણ વચનની જરૂર પડે છે, અને બીજાને ગ્રહણ કરાવવા માટે પણ વચનની જરૂર પડે છે. એક આત્મામાં રહેતું જ્ઞાન બીજા આત્મા સુધી પહોંચાડવા માટે જ્ઞાનના વાહન તરીકેનું કાર્ય કરનાર વચન સિવાય બીજી કઈ ચીજ છે? જ્ઞાનને પ્રાપ્ત કરાવનાર, સંસ્કારિત બનાવનાર, તથા સર્વત્ર ફેલાવનાર વચનશક્તિ જ છે, એ વાત સર્વ વાદિઓને સમ્મત છે. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36