Book Title: Jain_Satyaprakash 1944 04
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 19
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જુહાર અને જોહર ' લેખક- હીરાલાલ રસિકદાસ કાપડિયા એમ. એ. જુહાર' વિષે લખવું એ વિચાર તે મારા મનમાં કેટલાંયે વર્ષો ઉપર ઉદ્દભવ્યો હતો. દેઢ વર્ષ ઉપર આહત જીવન જ્યોતિના છઠ્ઠા ભાગ રૂપ છઠ્ઠી કિરણવલીના પ્રકાશનસમયે પણ આ વિચાર આવ્યો હતો, પણ એને મૂર્ત રૂપ અપાયું નહિ. થોડા વખત ઉપર ભાંડારકર પ્રાચ્ય વિદ્યા સંશોધન મંદિરના સૌપ્ય (ઈ. સ. ૧૯૧૭-૧૯૪૨) મહત્સવ અંક (પૃ. ૩૩૦-૩૩૫)માં એ. જી. પવારનો “A Note on the Meaning and Use of the word Johar' નામક લેખ વાંચતાં ફરી આ વિચાર સતેજ થયો અને આ સંબંધમાં મારા મનમાં અત્યાર સુધી થયેલી ગડમથલ પાછી જાગૃત થઈ. આથી એને લિપિબદ્ધ કરવા આજે તો હું પ્રવૃત્તિ કરું છું, જો કે હજી આ સંબંધમાં મારે કેટલીક તપાસ અને વિચારણા કરવી બાકી રહે છે. સૌથી પ્રથમ તે હું ઉપર્યુક્ત લેખગત બાબતે રજુ કરું છું – (૧) દાક્ષિણાત્ય -મરાઠા પરંપરા પ્રમાણે રામદાસે શિવાજીને “જહાર ને પ્રયોગ કરવાનું છોડીને “રામ રામ નો પ્રયોગ કરવા સૂચવ્યું. બખરમાં આ પરિવર્તનને અંગે વિવિધ હેવાલ અપાયા છે, તેમાંના એકમાં એમ છે કે “શિવાજી! આ તો તમારું હિન્દુ રાજ્ય છે. એથી મુસ્લિમોની જેમ બહાર ' કરવાનો રિવાજ હિંદુ ધર્મથી વિરુદ્ધ છે. એથી કેવળ શો-નીચ જાત સિવાયના હિંદુઓએ એને પ્રયોગ કરવો નહિ.” (૨) આ કથનને ઇતિહાસનો કે નથી, કેમકે “રામ રામ' શબ્દ રામદાસના સમય કરતાં પ્રાચીન છે. વળી શિવાજીના રાજ્ય દરમ્યાન જ નહિ પણ ઓછામાં ઓછી, સત્તરમી સદીના અંત સુધી “જેહાર ” કહેવાની પ્રથા હતી. શિવાજીએ પિતે એના મૃત્યુ પહેલાં ત્રણ વર્ષ અગાઉ હાર' શબ્દ એક પત્રમાં વાપર્યો છે અને એના પુત્ર રાજારામે ઈ. સ. ૧૬૯૦માં તેમ કર્યું છે. " (૨) “જેહાર’ એ ખાસ પ્રાચીન શબ્દ છે અને ‘રામ રામ ” શબ્દ અઢારમી સદી પછી ખૂબ વપરાવા લાગ્યો. (૪) “હારને બદલે બીજા પણ શબ્દો વખતોવખત વપરાયા છે. જેમકે ઈ. સ. ૧૬૦૦ માં લખાયેલા એક પત્રમાં “દંડવત ” અને પંદર વર્ષ પછીના પત્રમાં “સાષ્ટાંગ દંડવત’ વપરાયેલ છે. આજે પણ આ શબ્દ વપરાય છે. (૫) “જોહાર ”ના મૂળમાં મુસ્લિમ તત્વ હેત તે શિવાજીની આજ્ઞાથી તૈયાર કરાયેલ રાજ્યવ્યવહારકેશ જેમાં મુખ્યતયા ફારસી શબ્દોના સંસ્કૃત પર્યાયે અપાયેલા છે, તેમાં આ શબ્દ હોત. આ સંબંધમાં નીચે મુજબનું પદ્ય રજુ કરાયેલું છે? शिरसा वन्दनं शिज्दा प्रणामस्तीस्लमा भवेत् । नमस्कारः सलामः स्यादाशीर्वादो दुवा स्मृतः॥ (૬) ફારસી ભાષા અને મુસ્લિમ સંસ્કૃતિની સાથે હિંદુ સમાજ સંપર્કમાં આવ્યો તે કરતાં જેહાર” શબ્દ વિશેષ પ્રાચીન છે. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36