Book Title: Jain_Satyaprakash 1944 04
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૭] ભાષા-વિશુદ્ધિ
[૩૪૯ ૧ ખંડભેદ–સોનું, રૂપું, સીસું ઇત્યાદિની જેમ. ૨ પ્રતભેદ –વાંસ, વત્ર, નલ, અભ્રક, કદલી ઇત્યાદિની જેમ. ૩ ચૂણિકાભેદ–તલ, મગ, અડદ, મરી, ઇત્યાદિની જેમ. ૪ અનુતટિકાભેદ-દ્રહ, નદી, વાવડી, પુષ્કરી, દીધિકા, સરવર ઇત્યાદિની જેમ. ૫ ઉત્કારિકાભેદ–તલસીંગ, મગસીંગ, એરંડબીજ ઈત્યાદિની જેમ.
સર્વ સ્તોક ઉત્કારિકા ભેદ હોય છે, તેથી પશ્ચાતુપુર્વ ક્રમે અનંતગુણ અધિક હોય છે, તાલુ આદિના પ્રયત્નપૂર્વક ઉચ્ચરિત ભાષા દ્રવ્યો ભાષાપ્રાયોગ્ય અન્ય દ્રવ્યોને વાસિતપરાઘાતક કરે છે. વિશ્રેણિમાં રહેતા શ્રોતા વાસિતને જ સાંભળે છે, સમશ્રેણીમાં રહેલ મિશ્રને સાંભળે, છે; વાસિત અને મિશ્ર સિવાયનાં કેવળ શુદ્ધ ભાષાદ્રો શ્રવણ કરાતાં નથી. કહ્યું છે કે,
पुढे सुणेइ सदं, रूवं पुण पासइ अपुढे तु।
गंध रसं च फासं बद्धपुढे वियागरे ॥ १ ॥ શબ્દ સ્પર્શ કરાયેલે સંભળાય છે, રૂપ સ્પર્શ કરાયા વિના દેખાય છે, તથા ગબ્ધ રસ અને સ્પર્શ બદ્ધસ્કૃષ્ટ ગ્રહણ થાય છે. શબ્દના પુદ્ગલે સૂમ, ભાવુક અને ઘણું હેય છે, તેથી પૃષ્ટમાત્રથી સંભળાય છે. ગંધ રસ અને સ્પર્શના પુદ્ગલો બાદર, અભાવુક અને અલ્પ હોય છે તેથી પૃષ્ટ અને બદ્ધ થયેલા જ ગ્રહણ થાય છે. સ્કૃષ્ટ એટલે અડેલાં અને બદ્ધ એટલે ગાઢ રીતે મળેલાં. શ્રોન્દ્રિય અને ચક્ષુઈન્દ્રિય પટુ છે, બીજી ઈન્દ્રિયો અપટુ છે. શ્રોન્દ્રિય ઉત્કૃષ્ટ ૧૨ એજનથી આવેલા શબ્દોને સાંભળે છે, ભાસુરરૂપ ૨૩ લાખ યોજન દૂરથી ગ્રહણું થાય છે, ગંધ, રસ, અને સ્પર્શ યાવત ૯ યોજન દૂરથી આવેલાં ગ્રહણ કરાય છે.
ઉપસંહાર ભાષાની સત્યાસત્યતા, સાવનિરવતા, સષનિર્દોષતા, અને વ્યવહારમિત્રતા ઈત્યાદિને જે જાણતા નથી તેવા અગીતાર્થને જૈન શા બેલવાને પણ નિષેધ કરે છે, તે પછી ઉપદેશાદિ કરવાની તો વાત જ ક્યાં? શ્રી દશવૈકાલિક પ્રમુખ સિદ્ધાન્તની અંદર મુનિઓના વાક્યની શુદ્ધિ માટે વિસ્તૃત વિવેચન કરેલું છે. વાતચીતના વિષયમાં આવનારા મનુષ્યથી તિર્યંચ પર્વત અને એકેન્દ્રિયથી પચેન્દ્રિય પત, પદાથે સંબંધી બોલવામાં સંભાળભરી કાળજી રાખવામાં ન આવે તે કેવો મોટે અનર્થ ઉત્પન્ન થાય છે અને બોલનારને તેના કેવા કટુ વિપાકે અનુભવવા પડે છે, એ સૂક્ષ્મ અભ્યાસથી સમજવા યોગ્ય છે. અહીં તો માત્ર તેનું ધૂલ દિગદર્શન કરાવવામાં આવે છે.
૧. જે પંચેન્દ્રિય પશુઓના સ્ત્રીત્વ પુરુષત્વનો નિર્ણય ન હોય તેને માટે સામાન્ય વાચક શબ્દ પ્રયોગ કરવો જોઈએ, પણ સ્ત્રી-પુરુષ વાચક નહિ. જેમકે દૂર રહેલ ગાય કે બળદનો નિર્ણય ન હોય તે તેને ગાય કે બળદ નહિ કહેતાં ઢોર શબ્દથી ઓળખવા જોઈએ, અન્યથા અસત્યનો સંભવ છે.
૨. મનુષ્ય, પશુ, પક્ષી, સર્પ આદિને “આ મનુષ્ય પૂલ છે,” “આ ગાય વધ્ય છે,” આ બેકડે પાચ છે,” “ આ સર્પ પ્રદુર છે, ' ઇત્યાદિ વચને કહેવાં નહિ. એથી મનુષ્યને અપ્રીતિ, તથા પશુ પક્ષી ઇત્યાદિને આપત્તિ અને વિનાશના દોષને પ્રસંગ છે.
For Private And Personal Use Only