Book Title: Jain_Satyaprakash 1944 04
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 16
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૪૮] શ્રી જૈન સત્ય પ્રકાશ [ વર્ષ ૯ ન સમજી શકાય તેવી ભાષા, અથવા સ્પષ્ટ જ્ઞાન કરાવનારી મોટા માણસોની ભાષા તે “ વ્યાકૃતા” કહેવાય છે. અને અસ્પષ્ટ જ્ઞાન કરાવનારી બાલકાદિની ભાષાને “ અવ્યાકૃતા” કહેવાય છે. ઉપર્યુક્ત ચારે પ્રકારની ભાષા દેવ, નારકી અને મનુષ્યને તથા શિક્ષા અને લબ્ધિ સહિત શુકસારિકાદિ તિને સંભવે છે. શિક્ષા એટલે સંસ્કાર-વિશેષ-જનક પાઠ અને લબ્ધિ એટલે જાતિસ્મરણ અથવા વ્યવહાર-કૌશલ્ય-જનક ક્ષયે પશમ વિશેષ. વિલેન્દ્રિોને માત્ર થી વ્યવહારભાષા હોય છે. તેમને સમ્યફરિજ્ઞાનભૂષિત કે પરવચનાદિદૂષિત અભિપ્રાય હોતો નથી તેથી સત્ય, અસત્ય, કે તે બેન સંમિશ્રણરૂપ મિશ્ર ભાષા હોતી નથી. વળી વિકસેન્દ્રિય તથા શિક્ષા અને લબ્ધિ રહિત પંચેન્દ્રિય તિય ને અવ્યક્ત ભાષા હેય છે, તથા વિલક્ષણ ભાષા વર્ગણુના દલિકથી જન્ય હોય છે, તેથી પણ તેમને ક્રોધનિઃસૃતાદિ ભાષાઓ ઘટતી નથી. ભાષાવર્ગણાના દલિકે જે દર્શન ભાષાને ઈતર દર્શનની જેમ આકાશના ગુણાદિ સ્વરૂપ નહિ પણ પૌગલિક દ્રવ્ય સ્વરૂપ માને છે. આઠ પ્રકારની જીવને ગ્રહણ યોગ્ય પાગલિક વર્ગણુઓ છે, તેમાં ભાષા” એ પણ એક વર્ગણ છે. તે જીવને ગ્રહણ યોગ્ય અને સક્ષ્મ છે. પાંચ વર્ણ, બે ગંધ, પાંચ રસ, અને ચાર સ્પર્શવાલા અનંત પ્રદેશ સ્કંધોથી બનેલી ભાષાવર્ગણુઓલેકમાં ઠાંસીને ભરેલી હોય છે. તે ભાષાવર્ગણાના અનંતપ્રદેશી સ્કંધો આત્મશક્તિદ્વારા પ્રેરિત થઈને વચનરૂપમાં પરણિત થાય છે. ભાષાવર્ગણાના દ્રવ્યોને આત્મા કાગવડે ગ્રહણ કરે છે, વાગરૂપે પરિણત કરે છે, અને ઉરઃ કંઠાદિ સ્થાના પ્રયત્નપૂર્વક વિસર્જન કરે છે. ભાષાના આ ગ્રહણ, પરિણમન અને વિસર્જનનું યથાતથ્ય સુવિસ્તૃત સ્વરૂપ જેનાગમ ગ્રન્થોમાં પ્રતિપાદન કરેલું છે. પ્રથમ સમયે ભાષાદ્રવ્યનું ગ્રહણ થાય છે અને દ્વિતીય સમયે પરિણમન તથા નિસર્જન થાય છે. નિસર્જન થયેલાં તે ભાષાદ્રોવડે અન્ય ભાષાદ્રવ્યો વાસિત થાય છે, તેને પરાઘાત કહેવામાં આવે છે. નિસર્ગાનુકૂળ કાયસંભને વયોગ કહેવાય છે. ગ્રહણ કરાતાં ભાષા દ્રવ્યો સ્થિર, દ્રવ્યથી અનંત પ્રદેશી, ક્ષેત્રથી અસંખેય પ્રદેશાવગાઢ, કાલથી એક સમય સ્થિતિકથી માંડી અસંખ્યય સમય સ્થિતિક અને ભાવથી પાંચ વર્ણ, બે ગંધ, પાંચ રસ, બે ત્રણ ય ચાર સ્પર્શવાલા હોય છે. એક ગુણ શીતથી થાવત અનંતગુણ શીત સ્પર્શ હોય છે. એ રીતે એકગુણ શ્યામથી યાવત અનંતગુણ શ્યામ હોય છે. એમ ભાવથી સર્વ ગુણોમાં સમજી લેવું. નિસર્જન બે રીતે થાય છે. તીવ્ર પ્રયત્નથી, અને મંદ પ્રયત્નથી–તીવ્ર પ્રયત્નથી ભાષાવર્ગણનાં દ્રવ્યે ભેદાય છે, અને એ ભિન્ન દ્રવ્ય છએ દિશાએ લેકાન સુધી જાય છે. સૂક્ષ્મ અને બહુ હોવાથી, તથા અન્ય કોને વાસક હોવાથી અનંતગુણુ વૃદ્ધિયુક્ત બને છે. મન્દ પ્રયત્નથી ભૂદાતા નથી અને એ અભિન્ન દ્રવ્ય સંખ્યાતા જન જઈને વિલય પામે છે -શબ્દ પરિણામને છોડી દે છે. ભાદ્રવ્યને ભેદ પાંચ પ્રકારે થાય છે? ખંડભેદ, પ્રતભેદ, ચૂર્ણિકાભેદ, અનુતટિકાભે, અને ઉત્કારિકાભેદ. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36