________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જુહાર અને જોહર
' લેખક- હીરાલાલ રસિકદાસ કાપડિયા એમ. એ.
જુહાર' વિષે લખવું એ વિચાર તે મારા મનમાં કેટલાંયે વર્ષો ઉપર ઉદ્દભવ્યો હતો. દેઢ વર્ષ ઉપર આહત જીવન જ્યોતિના છઠ્ઠા ભાગ રૂપ છઠ્ઠી કિરણવલીના પ્રકાશનસમયે પણ આ વિચાર આવ્યો હતો, પણ એને મૂર્ત રૂપ અપાયું નહિ. થોડા વખત ઉપર ભાંડારકર પ્રાચ્ય વિદ્યા સંશોધન મંદિરના સૌપ્ય (ઈ. સ. ૧૯૧૭-૧૯૪૨) મહત્સવ અંક (પૃ. ૩૩૦-૩૩૫)માં એ. જી. પવારનો “A Note on the Meaning and Use of the word Johar' નામક લેખ વાંચતાં ફરી આ વિચાર સતેજ થયો અને આ સંબંધમાં મારા મનમાં અત્યાર સુધી થયેલી ગડમથલ પાછી જાગૃત થઈ. આથી એને લિપિબદ્ધ કરવા આજે તો હું પ્રવૃત્તિ કરું છું, જો કે હજી આ સંબંધમાં મારે કેટલીક તપાસ અને વિચારણા કરવી બાકી રહે છે. સૌથી પ્રથમ તે હું ઉપર્યુક્ત લેખગત બાબતે રજુ કરું છું –
(૧) દાક્ષિણાત્ય -મરાઠા પરંપરા પ્રમાણે રામદાસે શિવાજીને “જહાર ને પ્રયોગ કરવાનું છોડીને “રામ રામ નો પ્રયોગ કરવા સૂચવ્યું. બખરમાં આ પરિવર્તનને અંગે વિવિધ હેવાલ અપાયા છે, તેમાંના એકમાં એમ છે કે “શિવાજી! આ તો તમારું હિન્દુ રાજ્ય છે. એથી મુસ્લિમોની જેમ બહાર ' કરવાનો રિવાજ હિંદુ ધર્મથી વિરુદ્ધ છે. એથી કેવળ શો-નીચ જાત સિવાયના હિંદુઓએ એને પ્રયોગ કરવો નહિ.”
(૨) આ કથનને ઇતિહાસનો કે નથી, કેમકે “રામ રામ' શબ્દ રામદાસના સમય કરતાં પ્રાચીન છે. વળી શિવાજીના રાજ્ય દરમ્યાન જ નહિ પણ ઓછામાં ઓછી, સત્તરમી સદીના અંત સુધી “જેહાર ” કહેવાની પ્રથા હતી. શિવાજીએ પિતે એના મૃત્યુ પહેલાં ત્રણ વર્ષ અગાઉ હાર' શબ્દ એક પત્રમાં વાપર્યો છે અને એના પુત્ર રાજારામે ઈ. સ. ૧૬૯૦માં તેમ કર્યું છે. " (૨) “જેહાર’ એ ખાસ પ્રાચીન શબ્દ છે અને ‘રામ રામ ” શબ્દ અઢારમી સદી પછી ખૂબ વપરાવા લાગ્યો.
(૪) “હારને બદલે બીજા પણ શબ્દો વખતોવખત વપરાયા છે. જેમકે ઈ. સ. ૧૬૦૦ માં લખાયેલા એક પત્રમાં “દંડવત ” અને પંદર વર્ષ પછીના પત્રમાં “સાષ્ટાંગ દંડવત’ વપરાયેલ છે. આજે પણ આ શબ્દ વપરાય છે.
(૫) “જોહાર ”ના મૂળમાં મુસ્લિમ તત્વ હેત તે શિવાજીની આજ્ઞાથી તૈયાર કરાયેલ રાજ્યવ્યવહારકેશ જેમાં મુખ્યતયા ફારસી શબ્દોના સંસ્કૃત પર્યાયે અપાયેલા છે, તેમાં આ શબ્દ હોત.
આ સંબંધમાં નીચે મુજબનું પદ્ય રજુ કરાયેલું છે? शिरसा वन्दनं शिज्दा प्रणामस्तीस्लमा भवेत् । नमस्कारः सलामः स्यादाशीर्वादो दुवा स्मृतः॥
(૬) ફારસી ભાષા અને મુસ્લિમ સંસ્કૃતિની સાથે હિંદુ સમાજ સંપર્કમાં આવ્યો તે કરતાં જેહાર” શબ્દ વિશેષ પ્રાચીન છે.
For Private And Personal Use Only