________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૫૦] શ્રી જૈન સત્ય પ્રકાશ
[ વર્ષ ૯ ૩. આ ગાયે દવા લાયક છે. આ બળદ જોવાલાયક છે, આ આખલાઓ દમવા. લાયક છે, ઇત્યાદિ બેલવાથી અધિકરણ અને લઘુતાદિ દોષને સંભવ છે.
૪. આ વૃક્ષ પ્રાસાદ એટલે મહેલને યોગ્ય છે. આ સ્થંભને યોગ્ય છે, આ ઘરને યોગ્ય છે, અને આ તારણને યોગ્ય છે, ઇયાદિ ન કહે. જરૂર પડે ત્યારે “આ દર્શનીય છે, આ દીધું છે, આ વૃત્ત છે, આ ઉત્તમ જાતિવાળું છે, ઈત્યાદિ શબ્દથી બોલે.
પ. કુલ ઔષધિ આદિ પકવ છે, વેલોચિત છે, લવન અને ભજન યોગ્ય છે, ઇત્યાદિ ન કહે. માર્ગદર્શનાદિ પ્રજને આ આમ્ર ભાર ઉઠાવવાને અસમર્થ છે, આ વૃક્ષ બહુ ફળવાળું છે ઇત્યાદિ કહે. જે વાકય બલવાથી સાક્ષાત અધિકરણત્યાદિ પ્રવૃત્તિનું જનક બની જાય, તે વાકય બલવાનો નિષેધ છે.
૬. જમણવારને જમણ ન કહે પણ સંખડી કહે, નદીને સારા કિનારાવાલી ન કહે પણ જરૂર પડે તે બહુ કિનારાવાલી કહે, નદી ભરેલી છે, તરી શકાય એવી છે ઇત્યાદિ ન કહે, પણ પ્રજન પડે તો પ્રાયઃ ભરેલી, પ્રાયઃ ઊંડી ઇત્યાદિ કહે.
૭. આ કન્યા સુંદર છે, આ સભા સારી છે, આ રસોઈ સારી છે, ઇત્યાદિ ન કહે, એથી અનુમતિને દેષ લાગે. આ અભિમાનીને ઠીક ફલ મલ્યું, આ પ્રત્યનીક મરી ગયો તે ઠીક થયું ઇત્યાદિ પણ ન કહે, એથી પણ અનુમતિને દેષ લાગે. અસંયમીને આવ ! જા ! બેસ! ઊઠ ! કર ! જાણ! ઈત્યાદિ ન કહે. એથી પણ અનુમતિને દોષ લાગે.
૮. બેટિક (દિગમ્બર ), નિદ્ભવ (પ્રતિમાલુપક) ઇત્યાદિ સદોષની પ્રશંસા ન કરે, દેવ, અસુર, મનુષ્ય, તિર્યંચ આદિના યુદ્ધમાંથી અમુકને જય થાઓ અને અમુકને પરાજય થાઓ ઈત્યાદિ ન કહે, એથી અધિકરણ અને દ્વેષાદિને પ્રસંગ થાય. વાત, વૃષ્ટિ, શીત, ઉષ્ણ, સુભિક્ષ, દુર્ભિક્ષ, ઇત્યાદિને જાણે તો પણ ન કહે. મેઘને દેવ, મનુષ્યને રાજા, કે આકાશને બ્રહ્મ ઈત્યાદિ ન કહે, એથી અધિકરણ અસત્ય આદિ દેને પ્રસંગ થાય.
નિરવલ સુકૃતની પ્રશંસા કરે, જેમકે બ્રહ્મચર્ય સુંદર છે, વૈરાગ્ય સારે છે, વૈયાવચ્ચે અપ્રતિપાતી છે, ઉપસર્ગ સહનથી નિર્જરા છે, પંડિતમરણ સંગતિનું કારણ છે, સાધુ સદ્દગતિનું કારણ છે, સાધુક્રિયા નિરવઘ છે, ઈત્યાદિ પ્રશંસાનાં વાકયથી ધર્મની વૃદ્ધિ થાય છે.
એ રીતે ભાષાના ગુણ-દોષને જાણી જેમ ગુણ વધે અને દોષ ઘટે તેમજ બેલવું જોઈએ. ભાષાની વિશુદ્ધિ ચારિત્રની વિશુદ્ધિ કરે છે, અને ચારિત્રની વિશુદ્ધિ વિપુલ નિર્જરાને કરાવે છે. ચારિત્રની વિશુદ્ધિથી (૨૮) પ્રકારને મેહ પામે છે. મેક્ષયથી કૈવલ્ય, કૈવલ્યથી શૈલેશીકરણ, શેલેશીકરણથી સર્વસંવર અને સર્વસંવરથી અનુત્તર મુક્તિનું સુખ પ્રાપ્ત થાય છે. મુક્તિનું સુખ સકલ સાંસારિક સુખસમૂહથી અનંતગુણું છે, દુઃખ લેશથી પણ અસંપુક્ત અને અવિનાશી છે, વિશુદ્ધ ચારિત્રના પાલન વિના એ સુખ શકય નથી, વિશુદ્ધ ચારિત્રપાલનને ઉપાય ભાષાવિશુદ્ધિ છે. ભાષાવિશુદ્ધિને ઉપાય હિત, મિત, સ્તોક અને અવસરચિત ભાષાવડે ગુણકર વાકાને બેસવાં, તે છે. ટૂંકમાં જે બેલવાથી રાગદ્વેષાદિ દે ઘટે, અને સમ્યજ્ઞાનાદિ ગુણ વધે તે જ બોલવું મુનિને અગર વિવેકીને યોગ્ય છે, એ સર્વજ્ઞોને ઉપદેશ .
For Private And Personal Use Only