Book Title: Jain_Satyaprakash 1944 04
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૭] ભાષા-વિશદ્ધિ
[ ૩૪૩ છે. એ ચાર પ્રકાર અનુક્રમે સત્ય, અસત્ય, મિશ્ર અને અનુભવે છે. મિશ્ર અને અનુભય એ નિશ્ચયથી અસત્ય છે, તથા વ્યવહારથી સત્યાસત્ય છે, જેમકે અશોકવન, શ્રમણુસંધ, એ મિશ્ર ભાષાના પ્રયોગ છે.
તેને અશોકપ્રધાન વન, શ્રમણપ્રધાન સંધ, એ અપેક્ષાથી બેલે તે સત્ય છે, અને અશોકનું જ વન, શ્રમણને જ સંધ, એ રીતે અવધારણુ યુક્ત બોલે તે અસત્ય છે. અનુભય ભાષા પણ વિપ્રતારણ કે અવિનીતતાદિ બુદ્ધિ પૂર્વક બેલે તો અસત્ય છે, અન્યથા સત્ય છે. શાસ્ત્રોમાં ઉપયોગ પૂર્વક બોલનારની ચારે ભાષા આરાધક માની છે, અને અનુપગ પૂર્વક બોલનારની ચારે ભાષા અનારાધક માનેલી છે. જેની દષ્ટિએ ભાષાનિમિતક શુભાશુભ સંકલ્પ એ જ આરાધકપણું કે વિરાધકપણાનું તત્ત્વ છે. તેથી શુભ સંકલ્પ પૂર્વક અસત્ય ભાષા પણ સત્ય છે, અને અશુભ સંકલ્પપૂર્વક સત્યભાષા પણ પરમાર્થ દષ્ટિએ અસત્ય છે. સત્ય, અસત્ય, મિશ્ર અને અનુભય એ ચાર પ્રકારની ભાષામાં પ્રથમ સત્ય ભાષાના દશ પ્રકાર પાડી બતાવવામાં આવ્યા છે, તે આ પ્રમાણે–
સત્ય ભાષાના દશ પ્રકાર ૧ જનપદસત્ય-પાણીને કોઈ દેશમાં “જલ' અને કઈ દેશમાં “ઉદક” કહે છે તે બધા જનપદસત્યના પ્રકાર છે. અહીં એક જ અર્થ માટે ભિન્ન ભિન્ન શબ્દપ્રયોગ કરવામાં દુષ્ટ વિવક્ષા કે ઠગવાની બુદ્ધિ રહેલી નથી. તેથી તે બધા શબ્દપ્રયોગ સત્ય છે.
૨ સભ્યતસત્ય-પંકજ શબ્દ અરવિંદમાં જ રૂઢ છે, પણ કાદવમાંથી ઉત્પન્ન થતા. કીટાદિમાં કે કુમુદ,કુવલયાદિમાં રૂઢ નથી તે સમ્મસત્ય છે.
૩ સ્થાપના સત્ય-જિનપ્રતિમામાં જિન શબ્દઃ “જિન” શબ્દ જેમ ભાવજિનમાં પ્રવર્તે છે તેમ સ્થાપનાજિનમાં પણ પ્રવર્તે છે. જિનપ્રતિમામાં “જિન” શબ્દનો પ્રયોગ એ મિથ્યાત્વ છે એમ કેટલાકે કહે છે, તેઓ સ્થાપના સત્યનું પ્રતિપાદન કરનાર સૂત્રનું ઉમૂલન કરવા દ્વારા અનંતા અરિહનોની આશાતના કરનારા તથા અનંત સંસારીપણાને ઉપાર્જન કરનારા થાય છે. શબ્દશક્તિ એકલી વ્યક્તિ કે જાતિમાં જ નહિ પણ વ્યક્તિ જાતિ અને આકૃતિ ત્રણેમાં પ્રવર્તે છે, એમ નિયાયિકએ પણ સ્વીકાર્યું છે. અંકવિન્યાસ, અક્ષરવિન્યાસ, મુદ્રાવિન્યાસ ઈત્યાદિ સ્થાપના સત્ય છે.
૪ નામસત્ય-ધનરહિતને “ધનવર્ધન” અને કુલવિહીનને “કુલવર્ધન' ઇત્યાદિ ભાવાર્થવિહીન નામ આપવાં તે નામસત્ય છે.
૫ રૂપસત્ય--હિંગધારી સાધુમાં “સાધુ અને વેષધારી યતિમાં “યતિ ' શબ્દનો પ્રયોગ એ રૂપસત્ય છે. નાટકીય રાજા મંત્રી ઈત્યાદિ પણ રૂપસત્ય છે. (“સ્થાપનાની પ્રવૃત્તિ તજજાતીય અને સદોષમાં હેતી નથી અને “રૂપ'ની હોય છે, આટલે સ્થાપના સત્ય અને રૂપસત્યમાં ફેર છે).
૬ પ્રતીત્યસત્ય—અણુ મહત હસ્વ દીર્ધ ઈત્યાદિ પરસાપેક્ષ પદાર્થોનું પ્રતિપાદન એ પ્રતીત્યસત્ય છે, અણુવ મહત્વાદિ પરાપેક્ષ ધર્મો સર્વથા અસત છે; એમ ન કહેવું. કપૂર ગન્ધસ્વભાવથી જ અને શરાવ ગબ્ધજલસંપર્કથી જ છે તેથી અસંત કે તુચ્છ ગણુય નહિ.
૭ વ્યવહારસત્ય-વચને નવી' “તે નિરિ: “પતિ માનનમ્ “અનુરા
For Private And Personal Use Only