Book Title: Jain_Satyaprakash 1943 10
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 6
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir બળોની કથાઓ પણ છે, પ્રાચીન રાસાઓ કે જૈનધર્મને લગતી જાતજાતની માહિતીઓ પણ છે. ભૂતકાળની આ યાદ આજે તાજી કરવાનો આશય તો એક જ છે કે આવું સુંદર માસિક વતી રહેલા ચર્ચા-વંટોળમાં જરા પણ અથડાયા વગર નવમા વર્ષમાં પ્રવેશે છે. “નવ'ના અંકની ખૂબીને તે પાર આવે તેમ નથી. એને વર્ગ કરતાં “એકયાસીને આંક આવે તેમાંના આઠ અને એકને સરવાળે કરીએ તે નવ થાય. અર્થાત્ એ અંકની એવી ખૂબી છે કે ગણિતમાં એને જે જે રૂપાંતરે પ્રાપ્ત થાય છે એમાં તે પિતાનું સ્વરૂપ જાળવી રાખે છે. આપણે પણ આ માસિકને નવમા વર્ષમાં આર્થિક દષ્ટિએ એટલી હદે સંગીન બનાવી દેવાની અગત્ય છે કે જેથી એ જે ઉદ્દેશથી કામ કરી રહેલ છે એ સંપૂર્ણપણે બર આવે અને એ પણ નવના અંક માફક પિતાનું ગૌરવ અખંડ જાળવી શકે. આ માસિકને હજુ ઘણી રીતે સમૃદ્ધ બનાવવાનું છે. એમાં સાહિત્યની કંઈ કંઈ પગથીએ પાડવાની બાકી છે. ચિત્રકળામાં તો માત્ર હજુ એકડે એક જેવું છે. એ ઉપરાંત સાહિત્યની બીજી દિશાઓ પણ છે. ટૂંકમાં કહીએ તે એ હિંદી ભાષામાં નિકળતા “કલયાણ” માસિક જેવું કિવા ઈગ્લીશમાં પ્રગટ થતા કલકત્તાના “મેડન રીવ્યુ” જેવું કદમા અને લેખસામગ્રીમાં પરિણમવું જોઈએ. એની સમિતિના ત્રણ સૂરિ મહારાજે અને ત્રિપુટી તેમજ મુનિશ્રી વિદ્યાવિજયજી અને એ દિશામાં લઈ જવા કમર કસે તો કંઈ જ અશકય નથી. પાંચ પુની એ સમિતિ સાચે જ જુદી જુદી શક્તિઓથી પૂર્ણ ભરેલી છે. અલબત, શ્રીમાનોએ અને શક્તિવંતએ સંપાદકને આર્થિક ચિંતાના ભારથી મુક્ત બનાવી દઈ નવમા વર્ષને ચિરસ્મરણીય કરી દેવું જોઈએ. ખુશી થવા જેવી વાત તો એ છે કે આ નવીન વર્ષને સંક ક્રમાંક ૧૦૦ મ અંક “વિક્રમ-વિશેષાંક” તરીકે વિશિષ્ટ રીતે પ્રગટ થનાર છે. આ પ્રકારની સમિતિની મહેચ્છાને જૈન સમાજ જરૂર વધાવી લે. એની હજાર નકલે કહાડવી પડે તેવી માંગ નેંધાવે. સાહિત્ય પ્રેમીઓ સુંદર લેખની રસવતી એ અંક રૂપી થાળમાં પીરસે અને લક્ષ્મીનંદને ઉદારતાથી દાન દઈ એને ગલ્લે ઉભરાવી મેલે! સુવુ કિ બહના? For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40