Book Title: Jain_Satyaprakash 1943 10
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 12
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [ ૧૦ ] શ્રી જૈન સત્ય પ્રકાશ [ વર્ષ ૯ સૂરિજીએ છેવટે કહ્યું: “ મહાનુભાવા ! આ વ્યસન-ત્યાગની પ્રતિજ્ઞાનું બરાબર દઢતાથી પાલન કરજો.” અને સૂરિજી મહારાજ ખીજે દિવસે વિહાર કરી ગયા. સજ્જન મહેતાનું કુટુંબ પણ સુખી સુખી થઈ ગયું. શ્વેતાછ સમજવા લાગ્યા કે આ બધા ધર્મને પસાય છે. [ ૨ ] ઉદ્ભય અને અસ્ત સજ્જન મહેતાને ત્યાં લક્ષ્મીની છેા ઉછળતી હતી. કુટુમ્બમાં વૃદ્ધિ થતી જતી હતી. જનતામાં યશ અને કીર્તિ વધતાં જતાં હતાં. આજુબાજુનાં ગામેામાં પણ મહેતાજીની પ્રામાણિકતા, ધમ'પ્રિયતા, ન્યાયપ્રિયતાનાં વખાણ થતાં. તેમાંયે તેમની દયા ભાવનાની તા ચેાતરક ખૂબ જ તારીફ થતી. સજ્જન મહેતાને ધર્મગુરુના ઉપદેશ બરાબર લાગ્યા હતા. રાજ પ્રાતઃકાલમાં પ્રતિક્રમણ સામાયિક સ્વાધ્યાય પૂજા ભક્તિ વગેરેથી પરવાર્યા પછી જ તે બહાર જતા. પહેલા ધ અને પછી વ્યવહાર. આખા કુટુમ્બમાં તેમની ધર્મક્રિયાની છાપ પડતી. આમ સુખમાં દિવસે ચાલ્યા જતા હતા. પણ કાઈના બધા દિવસ એક સરખા જતા જ નથી. ચડતી અને પડતી, ઉદય અને અસ્ત, તડકાને છાંયડા ચાલ્યા જ કરે છે. સજ્જન શેઠ પણ એ નિયમમાંથી કેમ બાદ રહી શકે? તેમની મહાનુભાવતા, ઉદારતા અને દયાળુતાનેા કેટલાક ગેરલાભ પણુ લેતા. તેમનાં ખેતરામાં ઘણીવાર અનાજ ચેારાતું. શેઠે ઘણા પ્રયત્ન કરાવ્યા પણ હાંશિયાર ચાર હાથ જ ન આવે. એકવાર શેઠ પોતે જ ખેતરમાં સતાઈને રહ્યા. સાથે યુવાન પુત્ર પણ હતા. બરાબર મધ્ય રાત્રે ચાર કદાવર માણુસેા હાથમાં કુહાડી લઈ ખેતરમાં પેઠા. શેઠે એક પછી એક ચારે પડછાયાને ખેતરમાં પેસતા જોયા અને શેઠ સળવળ્યા, ધીમે પગલે આગળ વધ્યા અને એક આંબાના ઝાડની એથે ઊભા રહ્યા. ચારે જણા વાતે કરતા આવતા હતા. શેઠે એ ચારેયના અવાજ પાર્ખ્યા અને એ ચારેય પેાતાના ચિરપરિચિત પુરુષો લાગ્યા. એ ચારેને જોઈ શેઠ એક વાર તેા ચમકયા. એમની નસેામાં ક્ષત્રિયનું લેાહી ફરતું હતું, એ જેવા કલમશૂર હતા એવી જ તલવાર પણ ચલાવી જાણતા હતા. શેઠે ક્ષણુભર વિચાર કરી સિદ્ધગર્જના કરી વચલા ખેતે બે હાથથી પકડયા. શેઠના બાવડામાં એવું જોર હતું કે પકડમાં આવનાર રાડ પાડવા લાગ્યા, જે સાંભળી બીજા બે જણ નાસી જવા લાગ્યા. પણુ શેઠના છોકરાએ એકને છુટી કુહાડી મારી નીચે પાડી દીધે!. બધાયને આશ્ચર્ય થયું કે આ છે ક્રાણુ ? ચારમાંથી એકેય શેઠને ન ઓળખી શકયેા. યાના અવતાર ગણાતા શેઠની તાકાત અને બળની આ લકાને ખબર જ ન હતી. બન્ને જણાએ છૂટવા માટે ઘણાં વલખાં માર્યાં, પણ બધું નકામું ગયું, એટલે કરગરવા લાગ્યા. શેઠે કહ્યું: અરે કમનસીબેા ! આ તમને શું સૂઝયું ? મારા રાટલા ખા, રૂપિયા લ્યા અને ચેરીયે મારી જ કરે છે ? યાદ રાખજો ! મહારાજા સિદ્ધરાજ જયસિંહદેવનું રાજ્ય તપે છે, જે ખાવડામાં બળ હોય તેા સામી છાતીએ લડવા આવે. કાયરની જેમ ચારીના ધંધા કરી જાતને હલકી કાં પાડેા છે ? ચારે જણુ ખૂબ શરમાઇ ગયા. ધરતી મારગ આપે તે જાણે તેમાં પેસી જવાનું મન થયું. આખરે તેમણે શેઠની મારી માગી, અને કાલાવાલા કર્યાં. શેઠની ઉદારતા અને દયાએ જોર કર્યું. અને યાગ્ય શિખામણુ આપી શેઠે તેમને જવા દીધા. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40