Book Title: Jain_Satyaprakash 1943 10
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૧] દૃઢ પ્રતિજ્ઞા
[૧૩] રંગરેજ–“હા, એ ઠીક છે.”
સજજન શેઠ રંગરેજની પ્રામાણિકતા અને યુક્તિ ઉપર ખુશી ખુશી થઈ ગયા. અને તે જ દિવસે ગાડું જોડી કઢાઈ લઈ ખંભાત પહોંચ્યા.
રસ્તામાં સજજન મહેતાએ વિચાર્યું આવી ગરીબાઈ છતાં રંગરેજે ધન લેવાની ઈચ્છા જ ન કરી, એ જેવું તેવું કાર્ય નથી. ધન્ય છે એ રંગરેજની નિસ્પૃહવૃત્તિને !
મહેતા ખંભાત આવી ઉપાશ્રયે ગયા અને ધર્મશ્રવણ કર્યું.
ત્યાં ઉપાશ્રયમાં જ ઉદાયન મહેતા મલ્યા. સજજને બધી વાત કરી. ઉદાયનને એમ થયું; ધન્ય છે આના પ્રતિજ્ઞા-પાલનને ! આવી ગરીબાઈ છે, મહેનત કરી મુશ્કેલીથી ધન કમાય છે, છતાં આ મળેલું પારકાનું ધન લેવાની આની વૃત્તિ નથી.
ઉદાયન મહેતા સજ્જનને પિતાને ઘેર લઈ ગયા. સ્વામીભાઈ તરીકે તેની ખૂબ આગતા સ્વાગતા કરી. ત્યાં તે સમાચાર આવ્યા કે મહારાજા સિદ્ધરાજ ખંભાત પધારવાના છે.
થડા દિવસોમાં જ મહારાજા આવ્યા. પ્રજાએ રાજાનું ખુબ સન્માન કર્યું. દરબાર ભરો. ઉદાયન મહેતાએ સજજનને સભા વચ્ચમાં જ હાજર કર્યા. રાજાને પહેલાં કંઈક આશ્ચર્ય થયું. આવા માણસનું રાજસભામાં શું કામ છે? ત્યાં તે બે મજૂર કઢાઈ લઈને આવ્યા.
ઉદયન મહેતા–“બાપુ, સજજન શેઠને એમના મકાનમાંથી સોના મહોર ભરેલી કઢાઈ મળી છે. એ પિતે તે અન્યનું ધન લેતા નથી. તેમને અદત્તને નિયમ છે એટલું જ નહિ, જૈનધર્મો હોવાના પ્રથમ ગુણલક્ષણ “ ન્યાયોપાર્જિત વિભવઃ” ના ઉપાસક છે
એટલે તેમણે આ કડાઈ મૂલ માલિકને આપવા માંડી, તેણે પણ ન રાખી એટલે શેઠ પિતે કડાઈ લઈ આ ધન આપણને આપવા આવ્યા છે.”
સિદ્ધરાજ –“કેમ શેઠ, આ સોના મહોરે તમે રાખોને, તેમાં તમને શું વાંધો છે? રાજ્યને કાંઈ કમી નથી.”
સજ્જન—“બાપુ, આ ધન મહારું તે નથી જ. હું તે ન્યાયથી કમાયેલા ધનને જ માલિક થઈ શકે. વળી આ અદત્ત પણ ગણાય.”
રાજાને મનમાં થયું: ધન્ય છે તેની ઉદારતાને, નિસ્પૃહતાને અને પ્રામાણિકતાને. જેના રાજ્યમાં આવી પ્રામાણિક પ્રજા વસે, એ રાજ્ય પણ ધન્યાહં છે. પછી મહારાજાએ કહ્યું: “ઠીક છે, કડાઈ મૂકી જાઓ! કાલે પાછા મને મળજે, જરૂરી કામ છે.”
આખા દરબારમાં સજન મહેતાની અને રંગરેજની વાહવાહ થઈ રહી હતી. કોઈ સજન મહેતાને તે કઈ રંગરેજને વખાણતું. એમ બન્નેની પ્રશંસાની સુવાસ ફેલાઈ રહી. જાણે સજન મહેતાની પ્રતિજ્ઞાની અગ્નિપરીક્ષા પૂર્ણ થઈ.
[૪] સોરઠનું મંત્રીપદ. બીજે દિવસે દરબાર ખીચોખીચ ભરાયે હતાઉદયન મહેતાને સિદ્ધરાજે પૂછ્યું: સજજન શેઠને શું આપીશું? મને તે લાગે છે કે આવા પુરુષની કદર કરવી જ જોઈએ.”
ઉદાયન–“બાપુ, આપ જાણકાર છો. આવા માણસને તે રાજયમાં ખેંચી લેવા જોઈએ.” સિદ્ધરાજ–હાં હાં ઠીક યાદ કર્યું. હમણું સેરઠમાં બુદ્ધિમાન, ઉદાર અને પ્રામાણિક
For Private And Personal Use Only