Book Title: Jain_Satyaprakash 1943 10
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 25
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૧] નિષ્ણુનવવાદ [૨૩] પાસે જા, તેઓ તને દષ્ટિવાદ ભણાવશે.” “સવારે તેમની પાસે જઈશ” એમ કહી આર્યરક્ષિતજી દૃષ્ટિવાદના જ વિચાર કરતા કરતા રાત્રિમાં સૂતા. સવારે માતાને પૂછીને આર્ય રક્ષિતજી દષ્ટિવાદના અધ્યયન માટે ચાલ્યા. માર્ગમાં તેમના પિતાના મિત્ર તેમને મળવા માટે આવતા હતા, તે સામે મળ્યા. તેઓ ભેટશું માટે નવ શેરડીના સપૂર્ણ સાંઠા ને એક છેડે કપાયેલ ખંડ લઈને આવતા હતા. રસ્તામાં આર્ય રક્ષિતજીને જોઈને, તે તેમને ઓળખતા ન હતા. છતાં, દિવ્યાકૃતિ અને દિવ્ય તેજથી અનુમાને ઓળખી પૂછ્યું: “તમે જ આર્યરક્ષિત છો?” આર્ય રક્ષિત મસ્તક નમાવી મૌન ભાવે હકાર ભણ્યા. એટલે તે તેમને ભેટી પડ્યા. અને બોલ્યાઃ “આ શેરડીના સાંઠ હું તમારે માટે લાવ્યો છું, તમે કઈ તરફ જાવ છો ?” “હું બહાર જાઉ છું. આપ તે સાંઠા મારી માતાજીને આપજે ને કહેજે કે બહાર જતા આર્ય રક્ષિતને આ પ્રથમ શુકન થયેલ છે.” બ્રાહ્મણે જઈ તે પ્રમાણે કહ્યું. ત્યારે માતાએ વિચાર્યું કે આ શુકનથી મારે પુત્ર નવ પૂર્વ સપૂર્ણ ભણીને દશમા પૂર્વના ખંડને ભણશે. શ્રી સલિપુત્ર મહારાજના ઉપાશ્રય પાસે આવી આર્ય રક્ષિતજીએ વિચાર્યું કે ગુરુ મહારાજ પાસે જઈ શું વિનય કર એ મને ખબર નથી. રાજાની માફક ગુરુની પાસે પણ જેમ તેમ જવું એ પરિચિતને પણ યોગ્ય નથી તે હું તો અપરિચિત છું. માટે કોઈ શ્રાવક આવે તેની સાથે જાઉં એ ઉચિત છે. એમ વિચારી આર્ય રક્ષિતજી બહાર કઈ શ્રાવકની પ્રતીક્ષા કરતા બેઠા, અને મધુર સ્વરે સ્વાધ્યાય કરતા સાધુઓને સાંભળતા સાંભળતાં તેઓ ત્યાં મૃગની માફક તલ્લીન થઈ ગયા. તેટલામાં તે સમયે પ્રાતઃ વન્દન માટે હેલ્ફર નામે શ્રાવક ત્યાં આવ્યા. તેની સાથે આર્ય રક્ષિતજીએ પણ ત્રણ વખત “નિસિહી' કહેવા પૂર્વક પ્રવેશ કર્યો. ઈરિયાવહી પડિકમી આચાર્ય મહારાજ આદિ સર્વ સાધુઓને વિધિસહિત ઢટ્ટર શ્રાવકે વંદન કર્યું. તીવ્ર પશમ અને શીધ્ર ગ્રહણશક્તિના બળે આર્યરક્ષિતજીએ પણ તેની પાછળ પાછળ સર્વ સાંભળીને યાદ રાખી વિધિપૂર્વક વંદનાદિ કર્યું, ને યાવત બને પૂંછને આસને બેઠા. આર્ય રક્ષિતજીએ હલ્ફર શ્રાવકને અભિનંદન ન કર્યું તે કારણે આચાર્ય મહારાજને લાગ્યું કે આ કેાઈ અભિનવ શ્રાવક છે. સાવદ્ય કાર્ય–પાપપ્રવૃત્તિ જેણે ક્ષણે માત્ર પણ પૂર્વે ત્યજી છે તે પછીનાને માટે અભિવંદનીય છે. આ આસ્રાયને બુદ્ધિમાન માણસ પણ શિક્ષણ વગર કયાંથી જાણી શકે? એટલે આચાર્ય મહારાજે ધર્મલાભ પૂર્વક પૂછ્યું: “તમે કેની પાસેથી ધર્મવિધિ શિખ્યા છે ?” “આ શ્રાવક પાસેથી મને ધર્મપાસ થયેલ છે. અન્ય પાસેથી નહીં ” આર્યરક્ષિતજીએ ઉત્તર આપ્યો. પાસે રહેલ મુનિએ પણ પરિચય કરાવતાં કહ્યું “ભગવાન ! વેદવેદાંગના પારગત વિદ્વાન આ આર્યરક્ષિતજી આર્યા રુદ્રમાના પુત્ર છે. હાથીના હેદ્દા પર રાજાએ જેમને પ્રવેશ કરાવ્યો હતો, તે આજે આ શ્રાવકાચારને અનુસરે છે એ અદ્દભુત છે.” “શું શરીરધારીઓ નવા નવા ભાવપરિણામને ન પામો શકે? હવે હું શ્રાવક છું” એમ કહી આર્યરક્ષિતજીએ આચાર્ય મહારાજને વિનંતી કરી કે ભગવન! દષ્ટિવાદ ભણાવવાને મારા પર અનુગ્રહ કરે. વિવેક વગર મેં નરકમાં લઈ જનાર હિપદેશક સર્વ શાસ્ત્રનું અધ્યયન કર્યું પણ હવે મને અહિંસક શાસ્ત્રના અધ્યયનની તીવ્ર રચિ છે.” શાન્ત અને યોગ્ય જાણી આચાર્ય મહારાજે કહ્યું: “જે દૃષ્ટિવાદ ભણવાની અભિલાષા હોય તે દીક્ષાગ્રહણ કરે. દીક્ષિત થયા પછી તમને ક્રમે કરીને તેનું અધ્યયન કરાવાશે.” For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40