Book Title: Jain_Satyaprakash 1943 10
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હૂિનવવાદ લેખક પૂજય મુનિ મહારાજ શ્રી રઘરવિજ્યજી
(ક્રમાંક ૯૫ થી ચાલુ) સાતમા નિર્નવ : શ્રી ચેષ્ઠા મહિલા (જીવ અને કર્મના સમ્બન્ધમાં વિપરીત દષ્ટિવાળા.)
એક મુનિ બીજા કેટલાક મુનિઓ સાથે, વિશેષ જ્ઞાન પ્રાપ્ત કરવા વિશિષ્ટ જ્ઞાની પાસે જવાના ઈરાદાથી, વિહાર કરતા કરતા અનુક્રમે ઉજજયિનીમાં પધાર્યા. તે સમયે ત્યાં પરમ વૃદ્ધ આચાર્ય મહારાજ શ્રી ભદ્રગુપ્તસૂરિજી મહારાજ વિરાજતા હતા. તે મુનિએ તે ઉપાશ્રયમાં આશ્રય ગ્રહણ કરી પિતાને ઉદ્દેશ તેઓશ્રીને વિદિત કર્યો. મહારાજશ્રી તેથી ઘણા હર્ષિત થઈ તેમને કહેવા લાગ્યાઃ “વત્સ! તું ધન્ય છે. કૃતાર્થ છે. શ્રીમાન છે. તું અહીં આવ્યો તે ઘણું ઉત્તમ થયું. મારું આયુઃ હવે સ્વલ્પ માત્ર રહ્યું છે. માટે હું તારી પાસે એક માંગણી કરું છું. મને નિજામણ કરાવીને પછી તું તારી ઈષ્ટસિદ્ધિ માટે વિહાર કરજે.”
મુનિ ત્યાં સુધી ત્યાં રહ્યા. ભદ્રગુપ્તસૂરિજી મહારાજ અનશન કરી પંડિત મરણથી સ્વર્ગગામી થયા તે પહેલાં તેમણે મુનિને એક સૂચના કરી:
“વત્સ! તું વજ પાસે અધ્યયન કરવા જાય છે તે ખુશીથી અધ્યયન કરજે, પણ વજ જ્યાં આહારપાણી વાપરતા હોય ને શયન કરતા હોય ત્યાં તેમની સાથે વાપરતે નહીં ને શયન પણ કરતા નહીં, અન્ય આવાસમાં વાસ કરજે. કેમકે જે એક વખત પણ વજ સાથે વાપરે છે કે શયન કરે છે તે જે સેપકમી આયુષ્યવાળો હોય તો તે પણ વજની સાથે જ અનશન કરી દેહને તજશે.”
જી, આપના કહેવા પ્રમાણે કરીશ.' એમ કહી નિર્ધામણું કરાવી મુનિ આગળ વધ્યા. અને પુરી નામે નગરીમાં સ્વામીજી મહારાજ વિરાજતા હતા, ત્યાં આવી નગરી બહાર રાત્રિ વિતાવી પ્રાતઃસમયે વજસ્વામી પાસે પધાર્યા. - રાત્રિએ વજીસ્વામીને એક સ્વપ્ન આવ્યું હતું કે ક્ષીરપૂર્ણ પાત્ર તેમની પાસેથી કઈ અતિથિએ આવીને પીધું. ઘણું પીધું, સ્વલ્પ માત્ર પાત્રમાં રહી ગયું. સ્વપ્નફલ સંભળાવતા વજસ્વામીએ મુનિઓને જણાવ્યું: “કઈ અતિથિ મુનિ આજે અહીં આવશે અને અમારી પાસે પૂર્વનો અભ્યાસ કરી જ્ઞાનને મોટે ભાગ ભણશે. પૂર્વ મૃતન અવશેષ માત્ર અમારી પાસે રહી જશે.'
મુનિ દ્વાદશાવત’ વન્દન કરી વજસ્વામી પાસે બેઠા, એટલે વજીસ્વામીએ પૂછ્યું ક્યાંથી આવો છો?' મુનિએ કહ્યું “પૂજ્ય તસલિપુત્ર આચાર્ય મહારાજ પાસેથી.” તમારું નામ મુનિ આર્યરક્ષિત છે?” “જી” વન્દનપૂર્વક મુનિએ કહ્યું. “સારું થયું, તમે
અહીં આવ્યા છે. તમે કયાં ઊતર્યા છે?” “જી અમે બહાર વસતિમાં આવાસ કરેલ છે.’ - મહાનુભાગ! બહાર વાસ કરીને અધ્યયન કેમ કરી શકશે? શું તમારી જાણ બહાર છે કે અધ્યયન તો ગુવાસમાં વસીને કરવું જોઈએ.”
For Private And Personal Use Only