Book Title: Jain_Satyaprakash 1943 06 Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad View full book textPage 6
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જિનેન્દ્રર્કના અનુસંધાનમાં [સિહોરની ટેકરી ઉપરના એક ધ્વસ્ત દેવસ્થાનો પરિચય ] લેખક-પૂજ્ય મુનિ મહારાજ શ્રી ન્યાયવિજયજી “શ્રી જેને સત્ય પ્રકાશ”ના ગયા અંકમાં–ક્રમાંક ૯૨માં આપણે જિબેંક ટૂંકનો પૅરિચય જાણે. ત્યારપછી તેજ ટૂંકના અનુકરણરૂપે શિહેરમાં પણ જિતેંદ્ર-ટૂંક કહી શકાય તેવું સ્થાન છે, તેને પરિચય અહીં આપે છે. શિહોર ભાવનગર રાજ્યનું પ્રાચીન રાજધાનીનું શહેર છે. ચેતરફ ગિરિશંગેથી આચ્છાદિત આ પ્રાચીન નગરીને ઈતિહાસ પણ બહુ જાણવા જેવું છે. શિહેરના પ્રાચીન ઈતિહાસ સંબંધી બે ત્રણ પુસ્તક પ્રકાશમાં આવ્યાં છે, પણ એમાં લેખકેએ પિતાની જ્ઞાતિની પ્રાચીનતા અને વૈભવ માટે જ પાનાં ભર્યા છે. તેમાં વાસ્તવિક રીતે શિહેરના ઇતિહાસને સ્પર્શતી માહીતી બહુ જ અલ્પ પ્રમાણમાં આપી છે. વર્ષાઋતુમાં મુશળધાર વરસાદથી ધોવાઈને એ પહાડોમાંથી પ્રાચીન સિક્કાઓ નીકળી આવે છે, જેનો સંગ્રહ ત્યાંની લાયબ્રેરીમાં અને એક જૈન ગૃહસ્થને ત્યાં છે. અમારી ત્રિપુટીએ થોડા દિવસના ત્યાંના સ્થિરવાસ દરમ્યાનમાં કેટલીએક જાણવા જેવી વિગતો મેળવી છે જે યથાસમય શૃંખલાબદ્ધ ગોઠવીને રજુ કરાશે. અત્યારે તે માત્ર તીર્થાધિરાજ શત્રુંજય ઉપરની જિનેંદ્રસૂંકના અનુસંધાનરૂપ એક દેરી માટે જ આ લેખ લખું છું. અહીં એક મરૂદેવાક હતી. એ ટેકરી ઉપર અમે ખાસ નવું જાણવા અને મેળવવા ગયા હતા. એક વખતનું પ્રાચીન જૈન તીર્થસ્થાન જેવું ગણાતું આ સ્થાન આજે જૈનત્વના નામનિશાન વિનાનું થઈ ગયું છે. ભૂમિની સ્પર્શને જરૂર થઈ, પરંતુ જૈનત્વના પવિત્ર વાતાવરણ વિહેણું આ સ્થાને અમને બહુ આલાદ ન ઉપજાવ્યો. ટેકરી ઉપરથી નજર ફેંકતાં ચોતરફ નાના નાના અનેક પહાડો, શિહેરનગર, દૂર દૂર પવિત્ર સિદ્ધગિરિ, એક બાજુ સેનગઢ, ચોગઠની ટેકરીઓ, સામી બાજુ ભાવનગરને દરિયો, વચમાં વરતેજ વગેરે સ્થાનો સાફ નજરે પડતાં હતાં. ઉપર દેરીમાં એક પ્રાચીન શિલાલેખ હોવાનું અમે સાંભળ્યું હતું, પરંતુ અત્યારે એ શિલાલેખનું નામનિશાને અમને ત્યાં હાથ ન આવ્યું. આમાં મુખ્યતઃ જૈન સંધની બેદરકારી અને અજેની ઈર્ષ્યા એ જ કારણ જણાયું. એકાદ પથ્થર એ દેખવામાં આવ્યો જે જિનમંદિરનો હેય. અહીંના શ્રી સંધના કથન મુજબ એક પૂજ્ય સમર્થ સૂરિપુંગવે અહીં વચ્ચેના ચોગાનમાં સુંદર જિનમંદિર બંધાવવાની વાત મૂકેલ, પણ એમાં અનેક કારણોથી સફલતા ન મળી. મારું પોતાનું તો દઢ મન્તવ્ય છે કે એમાં સફલતા મળી હતી તો એક પ્રાચીન જૈનતીર્થ નષ્ટ થતું બચી જાત. હજીયે અનુકુલતાએ જરૂર લક્ષ્ય આપવા જેવું છે. મરુદેવા ટૂંકની લગભગ સામે જ, સાત સેરી–(શાતિશ્રી અથવા શાંતિસૂરિ) નામની ટેકરી છે. આ સાતશેરી એ વાસ્તવિક નામ નથી લાગતું, કાંત શાંતિનાથ ટેકરી અથવા શાન્તિસૂરિ ટેકરી ઉપડથી ફરતું ફરતું ભ્રષ્ટ રૂપ સાતસેરી થઈ ગયું લાગે છે. આ ટેકરીના ઊંચેના શિખર ઉપર એક ૧૬ થાંભલાની નકસદાર છત્રી છે. ચેતરફ ખુલે આ શિખર ઉપર પવન એવો સખત ફૂંકાય છે કે સાચવીને જ ત્યાં ઊભું રહેવું પડે. ઉપરનો ચઢાવે પણ મુશ્કેલ છે. કયાંયથી ઉપર ચઢવાને રસ્તે જ સાફ નથી. દૂરસુદૂર દેખાતે પવિત્ર સિદ્ધા For Private And Personal Use OnlyPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36