Book Title: Jain_Satyaprakash 1943 06 Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad View full book textPage 7
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૮] જિનેન્દ્ર-ટુકના અનુસંધાનમાં [૨૩] ચલ અહીંથી બહુ જ સાફ દેખાય છે. અહીં છત્રીમાં તો અત્યારે કશુંયે નથી. વચ્ચે કોઈ અર્થદાસે અર્થની લાલસાએ ખાડા ખોદ્યા છે. ઉપરનું શિખર ટૂટી ગયું છે. ટેકરીના પૂર્વ તરફના ઢળાણમાં દેવીઓ (વિદ્યાદેવીઓ જેવી)ની ચાર દેરીઓ છે. તેમાં એક દેવીની નીચે સં ૧૧૦૬ (૧૫૮૬)નો લેખ છે. દેવીઓ કંઈક ખંડિત-અખંડિત છે. દેરીઓ ખંડિત છે અને ઘણીખરી દટાયેલી છે. દેવીઓનાં આસનો દબાયેલાં છે. કહે છે કે વર્ષાદથી જોવાઈ ધોવાઈને માટી ખસી જવાથી આ દેરીઓ અને દેવીઓ દેખાવા માંડી છે. અહીં વિશેષ ખોદકામ થાય તે ઘણું પ્રાચીન સ્થાપત્ય મળી આવે ખરું. ટેકરીની શરૂઆતમાં એક સુખનાથ મહાદેવનું મંદિર અને ત્યાંથી આગળ જતાં જિનેન્દ્રકવાળા વિભાગ આવે છે. પહેલી વાર જ્યારે અમે અહીં આવ્યા ત્યારે અમારી ત્રિપુટી અને સાથે સુપ્રસિદ્ધ વિદ્વાન સાહિત્યપ્રેમી પૂ. મુનિ મહારાજ શ્રી પુણ્યવિજયજી મહારાજ આદિ હતા. ગરમીની ઋતુ છતાંયે મેઘરાજા પણ સાથે જ આવ્યા હતા. શિલાલેખ વગેરે લઈને અમે ઉપર જવાનો વિચાર કરતા હતા ત્યાં તે મેઘરાજાએ પોતાનું કામ શરૂ કર્યું અને અમને અર્ધા કલાક વિશ્રાંતિ લેવા બેસવું પડયું. પુનઃ ચિત્રી પૂર્ણિમાએ શિહેરના શ્રીસંધ સાથે અહીં શ્રીસિદ્ધગિરિરાજનાં દર્શનાર્થે આવવું થયું. પ્રાતઃકાલનો સમય હતો. દૂર સુદૂર ગિરિરાજનાં શિખરેનું દર્શન થતુ હતું. બધાએ ભક્તિભાવથી ચૈત્યવંદનાદિ કર્યા સિદ્ધગિરિરાજ જાણે આપણું સન્મુખ જ હોય, અમે બધા ચઢતા હેઈએ, અને જાણે દાદાનાં દર્શન થયાં, મંજુલ સ્વરે ભક્તિથી ગવાતાં સ્તવને સંભળાતાં હોય એમ બધાને લાગતું. આ દેરી માટે જૈન સંઘને અને અજેનોને કંઈક ઝઘડે પણ થયેલો, પરંતુ ફેંસલે જેન સંઘના લાભમાં જ થયો છે. અહીંથી નવો રસ્તો પણ નીકળી શકે તેમ છે. તેમજ શ્રીજૈનસંઘ ધારે તો આ સ્થાનનો ઉદ્ધાર પણ કરી શકે છે. પણ એક તો અહીં આપસનો કુસંપ, અનૈકય અને આને અંગે જ ઉત્સાહને અભાવ, ત્યાં આપણે વધુ આશા રાખીએ એ તે મૃગજળ પાછળ દોડવા જેવું જ લાગે છે. બીજું આર્થિક ઝંઝાવતનો પ્રશ્ન પણ એટલો જ વિકટ છે. બાકી અહીંને શ્રીસંઘ એક થઈ પ્રયત્ન કરે તો મરુદેવા–ટૂંક, અને આ સાતસેરી-શાંતિનાથજીની ટૂંકનો પણ ઉદય કરી શકે એમાં સંદેહને સ્થાન નથી. અહીં શ્રીસંઘ ચૈત્રી, કાર્તિકી પૂર્ણિમાના દિવસોએ, તેમજ બીજા પણ મોટા પર્વના દિવસોએ વાજે ગાજેથી આ સાતશેરી ટેકરીની જિતેંદ્ર-સૂકે આવે છે અને સામે જ દેખાતા સિદ્ધિગિરિનાં દર્શન–સ્તવન કરે છે. દેરીની વ્યવસ્થા-પૂજા તથા રક્ષા આદિની સંપૂર્ણ સત્તા જેન સંધની જ છે. દેરીની આસપાસ સુંદર પરથાર છે અને આજુબાજુ કિલ્લા જેવું છે. સુખનાથ મહાદેવવાળા સ્થાનમાંથી રસ્તે છે અને કિલ્લામાં બારી–હાનો દરવાજો છે ત્યાંથી અહીં અવાય છે. રસ્તો જાહેર છે. ગમે ત્યારે આવો જાઓ તો રેક ટેક નથી. હવે આપણે શિલાલેખ જોઈ લઈએ. દેરીમાં પબાસન ઉપર એક અને પબાસન નીચે બે-એમ ત્રણ પાદુકાઓ છે. આ ત્રણે પાદુકાઓ ઉપર વચમાં પાદુકા અને ચારે તરફ લેખ એવી ગોઠવણી છે. એ ત્રણે લેખે આ પ્રમાણે છે – પબાસન ઉપરની પાદુકા ઉપરનો લેખ__ संवत १९१२ना मासोत्तममासे शुक्लपक्षे काकति सुद ६ वार गुरु दादाजी विजयजिनेंद(द) सुरिपादुका ॥ For Private And Personal Use OnlyPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36