Book Title: Jain_Satyaprakash 1943 06
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 17
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નિનવવાદ લેખકઃ–પૂજ્ય મુનિ મહારાજ શ્રી દુરંધરવિજ્યજી (ગતાંકથી ચાલુ) છઠ્ઠા નિહનવ શ્રી રોહમ રાશિક મતાગ્રહી વૈશેષિકમતપ્રવર્તક [૪] આ શ્યામવસ્ત્ર પહેરાવીને તિરસ્કારપૂર્વક કાને નગરપાર કરવામાં આવે છે ?” એક નાગરીક અન્ય નાગરીકને પૂછ્યું. - “તમને ખબર નથી: રાજસભામાં ગઈ કાલે જૈન મુનિ સાથે પેલા પરિવાકને વાદ થયો હતો, તેમાં તે પરાજિત થયો ને તેને નગરપારની સજા થઈ.” “તે તો સભામાં ઉપદ્રવ મચાવતો હતો ને ?” “હા, ઉપદ્રવ તે ખૂબ મચાવ્યા, પણ કાંઈ ફાવ્યો નહિ. તમે ત્યાં આવ્યા ન હતા ?” “હું આવ્યો હતો પણ આ ઉપદ્રવની શરૂઆત થયા પછી થોડા સમયે ચાલ્યો ગયો.” “ તમે ક્યારે નિકળી ગયા?” “હું પેલા દરોનો ઉપદ્રવ થશે ત્યારે ઊડી ગયું. પછી શું થયું?” પછી તો એવાં જ જુદાં જુદાં તેફાને થયાં. તે સર્વને પ્રતિકાર મહારાજે કર્યો. બધામાં તે નિષ્ફળ થશે, એટલે ખૂબ ક્રોધમાં ભરાઈને તેણે એક ગધેડીને લાવી.” “ત્યારે તો તેણે ગદર્ભ વિદ્યાનો ઉપયોગ કર્યો હશે ! એ વિદ્યા બહુ બળવાળી ગણાય છે. કહેવાય છે કે તે ગધેડી ભૂકે તો તેનો અવાજ સાંભળવા માત્રથી મોટાં મોટાં સૈન્યોને પણ નાશ થઈ જાય છે. પછી તે ગધેડીએ આવીને શું કર્યું?” તે ગધેડી મહારાજ પાસે આવીને તેમના ઉપર મૂત્ર ને વિષ્ટા કરવા જતી હતી, પણ એટલામાં તો મહારાજે આઘો ફેરવીને તેના માથામાં એવો તે માર્યો કે તે તરત જ પાછી ફરી ગઈ.” સારું થયું. નહિ તો સાંભળવા પ્રમાણે ગધેડી જેના ઉપર મૂત્ર ને વિષ્ટા કરે તેનું શરીર સડીને ખવાઈ જાય. અને એનું એવી સ્થિતિમાં મરણ થાય કે તે જોયું પણ ન જાય. પછી તે ગધેડી પાછી ફરીને ક્યાં ગઈ ? ” ૧. શ્રી કાલિકાચાર્યના બહેન, નામે સરસ્વતી સાધ્વી થયાં હતાં. તે ધણુ રૂ૫વતી ને સૌન્દર્યવતી. હતાં. તેમનાં રૂપસોન્દર્યથી મેહિત થઈને કામી ગભિલલરાજાએ તેમને અન્તઃપુરમાં પકડી મંગાવ્યાં. આ અનાથની શ્રી કાલિકાચાર્ય મહારાજને ખબર પડતા એવા દુષ્ટને દંડ દેવાનું તેમને મન થયું. સન્સ મેળવી યુદ્ધ કરવા મહારાજ ત્યાં પધાર્યા. રાજાએ કિલ્લાના દરવાજા બંધ કર્યા. ને ગદંભી વિદ્યાના બળે ગધેડીને બોલાવીને કિલ્લા ઉપર મોકલી. તે ગધેડીએ ભૂકવાને માં પહોળું કર્યું કે તરત સૈનિકોએ બાણથી તેનું માં ભરી દીધું. એટલે તેને અવાજ બહાર ન નીકળી શક્યો. આખર ગધેડી પાછી ફરી ને ગર્દભિલલ રાજા પર વિષ્કા ને મૂત્ર કરી ચાલી ગઈ. શ્રી કાલિકાચાર્ય મહારાજે તેને પકડો અને સાધવને મુક્ત કરાવી અનર્થપરમ્પરાને પ્રશાન્ત કરી. અને છેવટે પોતે પ્રાયશ્ચિત્તથી શુદ્ધ થઈ આત્મસાધનમાં ઉજમાળ બન્યા For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36