Book Title: Jain_Satyaprakash 1943 06
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 4
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [૨૬૦ શ્રી જૈન સત્ય પ્રકાશ [વર્ષ ૮ - - અતિસંક્ષિપ્ત પ્રતિમાલેખ તેમાં મળતા શ્રીસિદ્ધહેમકુમાર ૩ ૪ એટલા ઉલ્લેખને પરિણામે અતિગૌરવવંતુ સ્થાન પ્રાપ્ત કરી લે છે કે જે સંવતને ઉલેખ આજ સુધી કયાંય જોવામાં કે નોંધવામાં આવ્યો નથી. પ્રસ્તુત પ્રતિમાલેખમાં તેની પ્રતિષ્ઠા કરાવનાર આચાર્યાદિના નામનો ઉલ્લેખ નથી એટલે પ્રસ્તુત સંવત્ કયારે ચાલ્યો હશે? એ સંવત્ ચલાવવા પ્રત્યે કેન સવિશેષ પક્ષપાત હશે? તેમજ એ સંવત ચલાવનાર અનુયાયી વર્ગ સબળ કે નિર્બળ હશે ઈત્યાદિ હકીકતોનું આપણે માત્ર અનુમાન જ કરવાનું રહે છે. પ્રસ્તુત પ્રતિમાલેખમાં મળતા પ્રસિદ્ધ –કુમાર સંવતમાં ગૂજરાતની મહાવિભૂતિસ્વરૂપ ત્રણ વ્યક્તિઓનાં નામનો સમાવેશ થાય છે. એક ગૂર્જરેશ્વર મહારાજ શ્રીસિદ્ધરાજ જયસિંહદેવના નામનો, બીજે કલિકાલસર્વજ્ઞ સ્યાદ્વાદવિજ્ઞાનમૂર્તિ ગૂર્જરેશ્વરયુગલના મિત્ર અને ગુરુ આચાર્યપ્રવર શ્રી હેમચંદ્રસૂરિના નામને અને ત્રીજો ગુર્જરેશ્વર પરમહંત મહારાજ શ્રીકુમારપાલદેવના નામનો. આ રીતે ગૂજરાતની મહાપ્રભાવસંપન્ન આ ત્રણ વિભૂતિઓનાં નામના આદ્ય આદ્ય અંશને સંકલનદ્વારા પ્રસ્તુત સંવતને ઉત્પન્ન કરવામાં આવ્યો છે એમાં લેશ પણ શંકાને સ્થાન નથી. આ સંવતની ઉત્પત્તિ વ્યવસ્થિત રીતે થઈ હોય તેમ માનવાને આપણે સમક્ષ અત્યારે એક પણું પ્રમાણ કે સાધન નથી. એ દશામાં આપણે એટલું જ માનવું જોઈએ કે પ્રસ્તુત ધાતુપ્રતિમાલેખમાં મળતે શ્રીસિદ્ધહેમકુમાર સંવતને ઉલ્લેખ ભગવાન શ્રી હેમચંદ્ર પ્રત્યે અતિબહુમાનની લાગણી ધરાવનાર કોઈ વ્યક્તિએ કર્યો છે. અને એ ઉલ્લેખ મારી સમજ પ્રમાણે ત્રણે મહાત્માઓના સ્વર્ગવાસ પછી જ થયો હશે. પ્રસ્તુત સંવત ચલાવવા પાછળ કોઈ સબળ વ્યક્તિઓનો હાથ દેખાતું નથી. નહિ તો એ સંવતને ઉલ્લેખ કેટલાક ગ્રંથોની પ્રશસ્તિઓમાં અને પુપિકામાં તેમજ કેટલાક પ્રાચીન શિલાલેખમાં જરૂર આપણને મળી શક્ત. પરંતુ હજુ સુધી કયાંય પણ એ સંવતનો ઉલ્લેખ વિદ્વાનોની નજરે ચઢયો નથી. ફક્ત કઈ મહાનુભાવના હૃદયમાં ગૂજરાતની આ વિભૂતિઓ પ્રત્યે ભક્તિ ઊભરાઈ આવી હશે જેને પરિણામે એણે આટલે ઉલ્લેખ કરી પોતાની કવ્યપરાયણતા રજૂ કરી પિતાની જાતને ધન્ય અને કૃતકૃત્ય કરી છે. એ સિવાય વિશેષ કશું લાગતું નથી. નહિતર આજના અમુક વર્ગે જ ચલાવેલા. આત્મસંવત્ અને ધર્મસંવત જેવા સંવત પણ અમુક વર્ષ પર્યત ચાલુ રહેશે અને એના ઉલ્લેખ અમુક અમુક સ્થાનોમાં ઉલિખિત મળશે, જ્યારે ગૂજરાતની ત્રણ સમર્થ મહાવિભૂતિઓના નામથી વિભૂષિત પ્રસ્તુત સિદ્ધહેમકુમાર સંવત પાછળ સબળ તે શું પણ ઉપર જણાવ્યા મુજબનો આત્મસંવત અને ધર્મસંવતના અનુયાયી વર્ગ જેવો સામાન્ય વર્ગ પણ હશે કે કેમ એ કહેવું કે સમજવું મુશ્કેલ નથી. અસ્તુ, પ્રસ્તુત “સિદ્ધહેમ-કુમાર” સંવત પાછળ સબળ વ્યક્તિઓને હાથ હે અગર ન હો, અથવા એને સબળ વ્યક્તિઓએ કદાચ (?) ટેકે ન પણ આપ્યો હોય; તેમ છતાં આપણે સૌએ આનંદ જ મનાવવો જોઈએ કે–તે જમાનામાં એવી કોઈ વ્યક્તિઓ હતી જ કે જેમને એમ લાગ્યું હતું કે ગુજરાતની આ ત્રણ મહાપ્રભાવક For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36