Book Title: Jain Satyaprakash 1940 08 SrNo 61 Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad View full book textPage 3
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ક્રમાંક : ૧૦ શ્રી જૈન સત્ય પ્રકાશ માસિક પત્ર] [ વર્ષ ૫ : અંક ૧૨ -તત્રીસ્થાનેથીશ્રી જૈનધર્મ સત્યપ્રકાશક સમિતિનું પાંચ વર્ષનું કાર્ય ન મ્ર નિ વેદ ન સંવત્ ૧૯૯૦ માં શ્રી અમદાવાદમાં મળેલ અખિલ ભારતવષય જૈન Aવેતાંબર મૂર્તિપૂજક મુનિસમેલને, બીજાઓ તરફથી જૈનધર્મ ઉપર કરવામાં આવતા આક્ષેપોના જવાબો આપવા માટે શ્રી જૈનધર્મ સત્યપ્રકાશક સમિતિની સ્થાપના કરી હતી. આ સમિતિએ શ્રી મુનિસમેલને પિતાને સંપેલું કાર્ય સંપાદિત કરવા માટે “શ્રી જૈન સત્ય પ્રકાશ” નામનું માસિક પત્ર શરૂ કર્યું તેને આ અંકે પાંચ વર્ષ પૂરાં થાય છે. આ પાંચ વર્ષ દરમ્યાન “શ્રી જૈન સત્ય પ્રકાશે” સમાજમાં જે કંઈ કાર્ય કર્યું છે અને જે રીતે એ સમાજનાં આદર અને પ્રીતિનું પાત્ર બન્યું છે તે ગૌરવભર્યું છે. એ પાંચ વર્ષની માસિકની કાર્યવાહી અને સમાજહિતની દષ્ટિએ એની ઉપયોગિતા નીચેની હકીકતથી ખ્યાલમાં આવી શકશે. આક્ષેપના જવાબ આપવાનું કાર્ય - જે વખતે શ્રી મુનિસંમેલન સમિતિની સ્થાપનાનો ઠરાવ કર્યો તે વખતે ઉત્તર હિંદુસ્તાનમાં પ્રગટ થતા સામયિકો અને પુસ્તકોમાં હિંદી ભાષામાં દિગંબરે તરફથી તાંબરો વિરૂદ્ધ હડહડતા જૂઠાણુથી ભરેલું, તદ્દન એકપક્ષી અને વેતાંબરની એકાંત નિદાથી ભરેલું જે સાહિત્ય રોજબરોજ પ્રગટ કરવામાં આવતું હતું તેને કેમ પહોંચી વળતું એ પ્રશ્ન ધીકતો હતા. ગૂજરાતમાં જ વસતા અને મોટે ભાગે ગુજરાતી ભાષાના સાહિત્યથી જ પરિચિત એવા આપણામાંના ઘણા ખરાને આવા દિવસે દિવસે પ્રગટ કરવામાં આવતા સાહિત્યનો કે એ સાહિત્યથી આપણા ધર્મની બીજાઓની નજરે જે હલકાઈ થતી હતી તેનો ખ્યાલ ન હોય એ બનવા જોગ છે. પણ મુનિસમેલનને તે એ વાતને પૂરેપૂરો ખ્યાલ હતો. એટલે મુખ્યત્વે કરીને આવા બેહુદા આક્ષેપને સચોટ જવાબ આપી શકાય અને આપણું સાચી વાત રજુ For Private And Personal Use OnlyPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 ... 48