Book Title: Jain Satyaprakash 1936 08 SrNo 14
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 9
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૯૯૨ દિગંબરની ઉત્પત્તિ શ્રાવકના ચોથા અણુવ્રતમાં પુરુષને આશ્રીને સ્ત્રી-સમાગમની નિયમિતતાને અંગે અપરિગૃહીતાગમન અને ઈત્વપરિગૃહીતાગમનને અતિચાર તરીકે જણાવ્યા છે પણ સ્ત્રીઓની અપેક્ષાએ મુખ્યતાએ તે અપરિગ્રહીતાગમન અને ઈત્વપરિગૃહીતાગમનને અતિચાર તરીકે ગણાવ્યા નહિ, એ વસ્તુની સંગતતા સમજી શકાય છે. વળી પુરુષવર્ગ કૃષિ, પશુપાલન કે વાણિજ્ય આદિમાં રેકાયેલો રહેતો હોવાથી અને સ્ત્રી જાતિને એવું કોઈ કામકાજ ન હોવાથીનવરાશને લીધે એ સ્ત્રીવર્ગમાં કામની સ્થિતિ અને કામના પોષણના વિચારો વધારે પ્રમાણમાં હોય એ અસ્વાભાવિક નથી. આ પ્રમાણે અનેક કારણોસર સ્ત્રીવર્ગને કામવિકારની અધિકતા હોવાથી શાસ્ત્રકારોએ નગ્ન દશામાં ફરતી શિવભૂતિની બહેન ઉત્તરાને અંગે દેવદત્તા વેશ્યાને જે વિચાર આવ્યાનું જણાવેલ છે તે યોગ્ય લાગ્યા વગર રહેશે નહિ. એ પ્રસંગ આ પ્રમાણે છે – જો કે શાસ્ત્રકારોએ સાધુ તથા સાથ્વી ઉભયને વેશ્યાના વાસમાં તે શું પણ જ્યાં વેશ્યાઓને વસવાટ હોય તેના નજીકના સ્થાનમાં પણ ગોચરી માટે જવાની મનાઈ કરી છે છતાં કેટલાક સ્થાનમાં વેશ્યાના વાસમાં થઈને જ પ્રવેશ કરવાનું હોય છે તેવે વખતે અથવા તે ગેચરી–પાણીના પ્રસંગે ખુદ વેશ્યાવાસમાં તો નહિ પરન્તુ બીજે સ્થળે જવા માટે વેશ્યાવાસમાં થઈને પસાર થવું પડે છે. આ પ્રમાણે શિવભૂતિની ઉત્તરા નામની બહેન, જે, આપણે આગળ જોયું તે પ્રમાણે, પિતાના ભાઈનું અંધ અનુકરણ કરીને નગ્નાવસ્થામાં દાખલ થઈ હતી, તે ગોચરી લાવવા માટે એકદા વેશ્યાના વાસમાંથી જતી હતી. પિતાની જાતિ-સ્ત્રી જાતિ–ની એક વ્યક્તિને આ પ્રમાણે વસ્ત્રરહિત અવસ્થામાં પર્યટન કરતી જોઈને તે ઉત્તરાને સવસ્ત્રા-વસ્ત્રોથી યુક્ત કરવાને વિચાર એક વેશ્યાને સૂઝયો. આ સ્થાને એક વસ્તુ સમજી લેવી જરુરી છે કે રાગી થનાર સ્ત્રી કે પુરુષ કઈ પણ એક વ્યક્તિ વિશેષને અંગે રાગી થાય છે અને પછી તે વિશિષ્ટ વ્યક્તિની સાથે જ રાગ આદિની ક્રિયાઓ કરે છે. એટલે કે રાગી થયેલ મનુષ્ય અમુક વ્યક્તિને ને બીજી કંઈ વ્યક્તિ તરફ તેવી રાગભરેલી પ્રવૃત્તિ કરતું નથી પરંતુ જે મનુષ્યને વૈરાગ્ય ઉત્પન્ન થયેલ હોય તેને કોઈ એક-વિશિષ્ટ વ્યક્તિ પરત્વે જ વૈરાગ્ય નથી થતો પરન્તુ એ તો-જેમ એક માણસને અમુક વિશિષ્ટ રાક લીધા પછી ઉલટી થઈ હોય છતાં તે ઉલટીને લીધે તેને કેવળ એ વિશિષ્ટ ખોરાક તરફ જ અરુચિ ઉત્પનન નથી For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46