Book Title: Jain Satyaprakash 1936 08 SrNo 14
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 33
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૯૯૨ સરસ્વતી-પૂજા અને જેનો ૭૩ જ્ઞાનની અશાતના ન કરાય” એ જેન માત્રનો ખ્યાલ છે. અશાનતા એટલે અવગણના . જેવી રીતે દેવ-દેવીની મૂર્તિઓ તરફ કે મોટા રાજાઓ પ્રત્યે વતીએ તેવી જ રીતે જ્ઞાન અને જ્ઞાનના સાહિત્યો પ્રત્યે પણ આપણે બહુમાનથી વર્તવું જોઈએ. આજ કારણથી સ્વ. રણજીતરામ વાવાભાઈએ એક વખત કહેલું કે સરસ્વતીનું પિયર બ્રાહ્મણ છે; સાસરું જૈનો છે. કુંવારી છોકરી પિતાને ઘેર ફાવે તેમ ફરે – વાળ કે વસ્ત્રની પણ મર્યાદા ન હોય - એવી જ રીતે બ્રાહ્મણોનાં ઘરમાં પુસ્તક-પાનાં રખડતાં હોય, તેને વ્યવસ્થિત રીતે રાખવાની સાધારણ રીતે બ્રાહ્મણ ચિંતા ન કરે. તે જ છોકરી એગ્ય ઉમર થતાં સાસરે જાય કે તેનામાં બધી મર્યાદા આવે. એ સરખી રીતે વસ્ત્રો પહેરવાની – અંગ ઉપાંગે ઢાંકવાની મર્યાદાઓ જેમ સ્વીકારે તેવી જ રીતે જેને જૈન શાસ્ત્રગ્રંથોની રક્ષા કરે – કરે છે. જેનો એ તેથી જ પ્રાચીન સમયમાં જિનમંદિરોમાં સરસ્વતીની મૂર્તિઓ ભરાવી હશે. જયારથી જૈનધર્મના અનુયાયિઓએ સરસ્વતી ઉપાસના મૂકીને લક્ષ્મીની ઉપાસનાને મહત્વનું સ્થાન આપ્યું, ત્યારથી જિનમંદિરોમાં સરસ્વતીની મૂર્તિઓ ભરાવવી બંધ થઈ સરસ્વતિની ઉપાસના પણ બંધ થઈ જૈનોએ પિતાનું ભૂતકાલીન સ્થાન પાછું મેળવવા માટે લક્ષ્મીની ઉપાસનાની સાથે સાથે વિસારે મૂકેલી સરસ્વતીની ઉપાસના – જ્ઞાનની ઉપાસના ફરીથી કર્યું જ છુટકો છે. જૈન મત પ્રમાણે આત્મા જ્ઞાનસ્વભાવી છે. કોઈ પણ જ્ઞાન બહારથી આવતું જ નથી. અંદર અનંત જ્ઞાન ભરેલું છે. જેવી રીતે મેલથી ખરડાયેલું દર્પણ અંદરના તેજને દર્શાવી શકતું નથી તેવી રીતે જ્ઞાનાવરણીય કર્મના આવરણને અંગે આમાં પોતાની અંદર રહેલા જ્ઞાનનો અનુભવ કરી શકતો નથી. જ્ઞાનાવરણીય કર્મનું આવરણ જો દૂર થઈ જાય તો અંદર રહેલું જ્ઞાન જાગ્રત થાય. આ કર્મો દૂર કરવાનાં અનેક સાધનો પૈકી મુખ્ય તપ છે. તપ કર્મોને બાળવાનું અને સાધન છે તેથી તપ કરતાં આત્મા શુદ્ધ બને છે અને તેમાં અંદર રહેલું જ્ઞાન ગ્રત થાય છે. જ્ઞાન અને તપનો આ પ્રકારનો સંબંધ પાશ્ચાત્ય તત્ત્વજ્ઞાનમાં કોઈ પણ ઠેકાણે દર્શાવવામાં આવ્યો હોય તેવું જાણમાં નથી. જૈનેતર દર્શનમાં તેને સામાન્યપણે ઉલ્લેખ છે; પણ સળંગ વિચારસરણપુર સર જ્ઞાનની મીમાંસા અને તથા પ્રકારે ધામિક જીવનની ઘટના જૈન શાસ્ત્રોએ જ કરેલી છે. તેથી દરેક વર્ષની જ્ઞાનપંચમી (કારતક સુદી ૫) ના દિવસે જૈનો જ્ઞાનપૂજનની સાથે સાથે ઉપવાસ કરે છે, પૌષધ વ્રત લે છે, જ્ઞાનના જાપ જપે છે અને જ્ઞાનને વંદના પણ કરે છે. જૈન વળી જ્ઞાનનું ઉદ્યાપન અથવા તો ચાલુ ભાષામાં ઉજમણું પણ કરે છે, જે જૈનોની જ્ઞાન વિષયક ઉત્કટ ભાવનાનું સૂચન કરે છે. આ પ્રકારે જૈનમાં સરસ્વતી પૂજાનું – જ્ઞાનપૂજાનું વિધાન છે. ભગવતી સરસ્વતીનું પ્રભુત્વ ત્રિકાળમાં અબાધિત છે. તે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ પુરુષાર્થની સાધક છે, અજ્ઞાનરૂપી અંધકારની અંજનશલાકા છે અને સમસ્ત જીવ માત્રની ઉન્નત ગામિની પ્રેરણ શક્તિ છે. એ અંધકારને અજવાળનારી, જ્ઞાનાધિષ્ઠાત્રી ભગવતી પરમશક્તિને આપણું સદાકાળ વંદન હૈ ! વંદન હૈ! વંદન હે સંપૂર્ણ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46