Book Title: Jain Satyaprakash 1936 08 SrNo 14
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 32
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૭૨ શ્રી જન સત્ય પ્રકાશ ભાદ્રપદ ચિત્રકારે જુદી જ રીતે કોઈ પણ જાતના ચિહ્ન વગર ખાલી રજુ કરેલો છે, જ્યારે બીજા બે હાથથી વીણ પકડેલી છે. હંસપક્ષીના પગ નીચે પાણીની તથા પાણીમાં ઉગતાં કમલની રજુઆત કરીને દેવીને સરોવરની અંદર હંસપક્ષીની પીઠ ઉપર બેઠેલી બતાવવા પ્રયત્ન કરેલો છે. સામેની બાજુએ એક ભક્તપુરુષ છે જે પિતાને ડાબો હાથ ઉંચો કરીને તેમાં પકડેલ ચામર વીંઝતો દેખાય છે. જ્યારે તેના જમણા હાથમાં એક ધાતુનું વાસણ પકડેલું છે જેમાં હંસપક્ષીના મુખમાં રહેલી મોતીની માળાનો નીચેનો ભાગ અંદર પડતો દેખાય છે. ભકત પુષ્પની પાછળના ભાગમાં વળી એક છોડ ઉગેલો છે. આ ચિત્રમાં દેવીનો પહેરવેશ સત્તરમા સૈકા તથા અઢારમા સૈકાના ચિત્રોમાં રજુ કરેલા પહેરવેશને આબેહુબ મળતો આવે છે. ચિત્ર ૧૪. શ્રી વિનયવિજયજી ઉપાધ્યાય વિરચિત શ્રીપાલ-રાસની ઓગણીસમી સદીની એક પ્રતિમાનું આ ચિત્ર હજુ સુધી કોઈ પણ ઠેકાણે પ્રસિદ્ધ થએલ નથી, આ ચિત્રમાં પણ ચિત્ર ૧૩ ની માફક દેવી હંસપક્ષીની ઉપર સ્વાર થએલી છે, તેણીને ચાર હાથ છે તે પૈકી બે હાથથી વીણા પકડેલી અને બે હાથમાં પુસ્તક રાખેલાં છે, આ ચિત્રમાં દેવીને સરોવરના બદલે લીલી હરિયાળી ભૂમિમાં વિહાર કરતી ચિત્રકારે રજુ કરેલી છે, દેવીને વસ્ત્રાભૂષણોથી એવી રીતે સુસજિત કરવામાં આવી છે કે, ચિત્ર જોતાં જ જોનારને કોઈ દિવ્યશક્તિધારિણી દેવીને ખ્યાલ આવી શકે છે, આ ચિત્રો સિવાયના પણ સેંકડોની સંખ્યામાં કાગળની પ્રતોના પાનાઓ ઉપર ચીતરાએલાં ચિત્રો મળી આવે છે, પરંતુ અહીંયાં તો માત્ર જુદાં જુદાં સ્વરૂપનું જ વર્ણન આપવું યંગ્ય ધાર્યું છે. આ પ્રમાણે મારી જાણમાં આવ્યાં તેટલાં દેવી સરસ્વતીનાં સ્વરૂપોનો ખ્યાલ આપવાનો મેં પ્રયત્ન કરેલો છે, તેમાં થવા પામેલાં ખલન તરફ વિદ્વાનો મારું ધ્યાન ખેંચીને મને ઉપકૃત કરશે એવી આશા રાખું છું. પાશ્ચાત્ય દેશોના સાહિત્યમાં અને ધર્મ ગ્રંથોમાં પણ સરસ્વતીની કલ્પના છે. ત્યાં જુદી જુદી કળાની જુદી જુદી અધિષ્ઠાત્રી દેવી ક૨વામાં આવી છે. આ સર્વને સામાન્યતઃ મ્યુઝના નામથી ઓળખવામાં આવે છે. પરંતુ આપણે ત્યાં તે કલ્પના જે રીતે વિકાસ પામી છે અને પ્રજા માનસમાં સરસ્વતી-પૂજા જે રીતે પ્રતિષ્ઠા પામી છે તેમાંનું ત્યાં કશું એ નથી. જ્ઞાનનું સૌથી વિશેષ બહુમાન જૈનોએ કરેલું છે. અને તેથી જ જૈન સાહિત્યમાં સરસ્વતીનાં જુદા જુદા સ્વરૂપ જેટલાં વર્ણવામાં આવ્યાં છે તેટલાં ઈતર સાહિત્યમાં નથી વર્ણવામાં આવ્યાં. જ્ઞાનનું જે પ્રાધાન્ય અને જ્ઞાનપૂજાનું જે મહત્ત્વ જૈનશાસ્ત્રોએ ગાયું છે તે ઈતર સાહિત્યમાં નથી જોવામાં આવતું. તેનું કારણ જૈનશાસ્ત્રોને મૂળ પાયો જ્ઞાન છે. સત્ય બરાબર સમજવું અને તથા પ્રકારે આચરણ કરી આત્મોત્કર્ષ સાધવો એ જૈન. દર્શનનું પરમ ધ્યેય છે. પૂર્વકાળમાં વિજ્ઞાનવિયારમાં સૌથી વધારે મહત્ત્વનો ફાળો જૈનોએ આવે છે. દરેક જૈનનું ધ્યેય કેવળજ્ઞાની બનવાનું છે અને કેવળજ્ઞાન એટલે દિશા અને કાળથી અબાધિત એવું સંપૂર્ણ જ્ઞાન. “પહેલું જ્ઞાન અને પછી ક્રિયા” એ જૈન દર્શનનું ધ્યેય છે. જ્ઞાનચાખ્યાં મોક્ષ એ પણ આ જ દૃષ્ટિનું નિરૂપણ કરે છે. જૈન શાસ્ત્રોમાં પણ કહ્યું છે કે પઢને નાબે તો થા ! “ પ્રથમ જ્ઞાન અને પછી દયા.” For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46