Book Title: Jain Satyaprakash 1936 08 SrNo 14
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 43
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ન કામ ન ક ર ન ૧ - - - - - ૧ + + + + + + + + * * ચંદ્રાવતીને ઈતિહાસ ધંધુકને ઉત્તરાધિકારી તેને માટે પુત્ર પૂણપાલ વિ. સં. ૧૦૯૯ સુધી ચંદ્રાવનીને રાજા હતા. તેની પછી તેને નાનો ભાઈ કૃષ્ણરાજ રાજા થયો. એણે ગુર્જરેશ્વરોથી સ્વતંત્ર થવા પ્રયત્ન કરેલો, પરંતુ ભીમદેવે તેને જીવતા કેદ પકડ્યો હતે. અને તેને નાડલના રાજા બાલપ્રસાદે છોડાવ્યો હતો.' અહીં સુધી પરમારની વંશાવળી પૃખલાબદ્ધ મળી આવે છે. હવે પછીની વંશાવળી બરાબર મળતી નથી. ગુજરાતના પ્રસિદ્ધ મહામંત્રીશ્વર વસ્તુપાલ અને તેજપાલે બંધાવેલા આબુ ઉપરના સુપ્રસિદ્ધ મંદિરમાંના ૧૨૮૭ ના લેખમાં તથા અચલેશ્વર મહાદેવના મંદિરના લેખમાં પણ પરમારની વંશાવલી મલે છે. આ લેખ પરમાર રાજા સોમસિંહના સમયને છે. તેમાં આબુના પરમાર રાજાઓની પાછળની વંશાવળી મળી છે. તેમાં ઉપર્યુક્ત રાજાઓની નામાવલીમાં ધંધુક પછી ધ્રુવ ભટ આદિ રાજાઓ થયાનો ઉલ્લેખ છે. અને ત્યારપછી રામદેવનું નામ મળે છે. અહીં આદિ શબ્દથી એમ સમજાય છે કે પ્રવટ પછી બીજા રાજા થયા છે પણ તેમને ઉલ્લેખ નથી કર્યો. આવી જ રીતે કેરાડના વિ. સં. ૧૨૧૮ ને એક લેખ મળ્યો છે જેમાં કૃષ્ણરાજ પછી સછરાજ, ઉદયરાજ અને સોમેશ્વર રાજા થયાનું જણાવ્યું છે. આ ઉપરથી એમ અનુમાન થાય છે કે કૃષ્ણરાજ પછી પરમારની બે શાખાઓ થઈ હશે, જેમાંની મુખ્ય શાખા – આબુની શાખામાં ધ્રુવભટ, રામદેવ આદિ રાજાઓ થયા હશે–થયા છે અને બીજી શાખા (કેરાની)માં છરાજ, ઉદયરાજ અને સોમેશ્વર વગેરે થયા હશે– થયા છે૫ આબુના વસ્તુપાલના મંદિરમાં ધંધૂક પછી ધ્રુવ ભટ અને રામદેવનું નામ મળે છે. જેમને આપણે કૃષ્ણરાજની પછી થયાનું માનવું પડે છે. તેમને અને કૃષ્ણરાજન શો સંબંધ હતો તે હજી જણાયું નથી. રામદેવ પછી તેનો પુત્ર યશોધવલ ગાદી પર આવ્યો. તેના સમય વિ. સં. ૧૨૦૨ ને અજારી ગામને એક લેખ સભ્યો છે, જેમાં તેને મહામંડલેશ્વર ( સામંત) તરીકેના વિશેષણથી નવાજેલ છે. તેની પટરાણી સોલંકી વંશની હતી અને એનું નામ સાભાગ્યદેવી હતું. ૪. આવો ઉલ્લેખ ચૌહાણ રાજા બાલપ્રસાદના વંશજ ચાચિગદેવના સમયને વિ. ૧૩૧૯ નો લેખ જે સુંધા પહાડ (જોધપુર રાજ્યના જસવંતપુરા ઈલાકામાં આ પહાડ છે) ઉપર માતાના મંદિરમાં છે તેમાં મળે છે. આ સિવાય એના સમયને જણાવનારા વિ. ૧૨૧૭ અને ૧૧૧૩ ના એમ બે શિલાલેખો ભિન્નમાલમાંથી પણ મળ્યા છે. પ. પરમારોની એક ત્રીજી શાખાનો ઉલ્લેખ જાલોરના વિ. સં. ૧૧૭૪ ના આષાઢ શુદિ ૫ નો લેખ મળ્યો છે તેમાં જણાય છે. જેમાં પરમાર વંશમાં વાપતિરાજની પછી ક્રમશઃ ચંદન, દેવરાજ, અપરાજિત, વિજજલ, ધારાવર્ષ અને વીસલ થયા. ૬. મારવાડમાં આબુથી અજમેર લાઈનમાં પિંડવાડા–સજજનરોડ સ્ટેશનથી બે માઈલ દૂર અજારી છે, જ્યાં પ્રસિદ્ધ સુંદર જૈન મંદિર છે, અને નાની પંચતીર્થીનું એક યાત્રા ધામ છે. અહીં ભગવતી સરસ્વતીની સુંદર મૂર્તિઓ છે. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 41 42 43 44 45 46