Book Title: Jain Satyaprakash 1936 08 SrNo 14
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 30
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૭૦ શ્રી જૈન સત્ય પ્રકાશ ભાદ્રપદ વિ. સં. ૧૯૮૭માં અમદાવાદ મુકામે શ્રી દેશવિરતિધર્મારાધક સમાજ' તરફથી ભરવામાં આવેલા “જૈન સાહિત્ય પ્રદર્શન” ના ચિત્રકલા વિભાગના આનરરી સેક્રેટરી તરીકે હું કાર્ય ઉપર હતા તે સમયે રજુ થએલ ‘સંતિકર સ્તોત્ર યંત્ર' ના કપડાં ઉપરના રાજપુત સમયની એક સુંદર ચિત્રપટ ઉપરથી લીધેલા ચિત્રમાં અષ્ટલકમલની રચના છે. જેમાં મધ્યકણિકામાં કેણિયંત્રની રચનામાં સોલમાં તીર્થકર શ્રી શાંતિનાથ ભગવાન સિંહાસન ઉપર બિરાજમાન છે. તેઓની આજુબાજુ બે ચામર ધરનાર ઇદ્રો ચામર વીંઝે છે અને તેઓની ચારે બાજુએ જે કાણુ યંત્રની આકૃતિ છે તેમાં મંત્ર છે તેની આજુબાજુ ગોળાકૃતિમાં સંતિકર સ્તવની પહેલી ગાથા લખેલી છે અને ચારે બાજુ અષ્ટદલકમલની રચના છે જેમાં ચાર દિશાઓના ચાર દલમાં અનુક્રમે સરસ્વતીદેવી, ત્રિભુવન વામિનીદેવી, યક્ષાધિરાજ અને લક્ષ્મીદેવીના સુંદર ચિત્રો છે; અને ચોર વિદિશાએમાં બાકીની “સંતિકર સ્તવની બાર ગાથાઓમાંની ત્રણ ત્રણ ગાથાઓ અનુક્રમે લખેલી છે. આ ચિત્રપટ ઉપર એક સ્વતંત્ર લેખ અવકાશે લખવા માટે વિચાર છે. આ ચિત્રમાં સરસ્વતી દેવી સિંહાસન ઉપર પદ્માસનની બેઠે બેઠેલાં છે. દેવીના ચાર હાથ પૈકી ઉપરના જમણા હાથમાં પુસ્તક તથા ડાબા હાથમાં અક્ષત્ર (માળા) છે અને નીચેના બંને હાથમાં વીણા છે. સિંહાસનની નીચે હંસપક્ષીની આકૃતિ વાહન તરીકે ચીતરેલી છે. દેવીની બંને બાજુએ બે ચામરધારી દેવા ચામર વીંઝતા દેખાય છે. આ સિવાય કપડાં ઉપરનાં સરસ્વતી દેવીના ચિત્રો સેંકડોની સંખ્યામાં મળી આવે છે. પ્રત્યેક આચાર્ય મહારાજ પાસે રિમંત્ર”ના ૫ડાંના પટ હોય છે અને સૂરિમંત્રની પાંચ પીઠ પછી બીજી પીઃ સરસ્વતી દેવીની સ્થાપના હોવાથી દરેક પટમાં તેણીનું ચિત્ર હોય છે. વિભાગ ૨ –ભાગ ત્રીજે-કાગળપરનાં ચિત્રો વેતાંબર સંપ્રદાયના કાગળ પરના સચિત્ર ધાર્મિક ગ્રન્થોમાં મળી આવેલાં દેવી સરસ્વતીનાં ચિત્રો પૈકીનું સૌથી પ્રાચીન ચિત્ર સ્વર્ગસ્થ ઉપાધ્યાયજી શ્રી હનવિજયજીના સંગ્રહની પંદરમા સૈકાની ક૯૫સૂત્રની સુંદર ચિત્રાવાળી પ્રતમાંથી મળી આવેલું છે. ચિત્ર ૧૦. આ ચિત્રની પ્રતિકૃતિ જોવા ઈચ્છનારને મારા તરફથી પ્રસિદ્ધ થએલ જૈનચિત્રક૯૫૬મ' નામના ગ્રન્થમાં લેઈટ નં. ૭પ માં છપાએલું ચિત્ર - ૨૩૪ જેવા ભલામણ છે. લાકડાના બારીક નકશીવાળા ભદ્રાસનની વચ્ચે ચાર હાથવાળી સરસ્વતીની સુંદર મૂતિ વિરાજમાન છે. તેણીના ઉપરના જમણા હાથમાં પુસ્તક તથા ડાબા હાથમાં કમળ છે, જ્યારે નીચેના જમણા હાથમાં કમંડલુ અને ડાબા હાથમાં વીણા છે. વસ્ત્રાભૂષણથી સુસજિજતા તેણીની સુડોળ પ્રતિકૃતિ બીજા કોઈ પણ ચિત્રમાં આવી રીતે ચીતરેલી મારા જોવામાં આવી નથી. ભદ્રાસનના આગળના ભાગમાં તેણના ચરણકમળ પાસે અપક્ષીની આકૃતિ ચિત્રકારે રજુ કરેલી છે. તેણીના આસનની ઉપર બંને બાજુ એક મેર મુખમાં કુલની માળા સહિત ચીતરેલો છે. આ ચિત્રની ચિત્રકળા ઊંચી કક્ષાની કહી શકાય. ચિત્ર ૧૧. શ્રી હેમચંદ્રસૂરિકૃત શબ્દાનુશાસનવૃત્તિ ઉપરની ટીકાની Oxford | Bodelian Library ના સંસ્કૃત વિભાગની ૧૦૨ નંબરની પ્રતના પાના ૧ ઉપરથી For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46