Book Title: Jain Satyaprakash 1936 02 SrNo 08
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 22
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir લેખક મહાતીર્થ મોઢેરા મુનિરાજ શ્રી ન્યાયવિજયજી આપણે જ્યારે જૈન આગમમાં આવતાં જિન-મૈત્યોનું વર્ણન વાંચીએ છીએ ત્યારે ઘણી વાર એમ થાય છે કે એવી ઘાટણનાં મંદિરો હશે ખરાં ? એ બાંધણી, એ રચના કૌશલ્ય અને એ લાલિત્યમય કળા વૈભવ કયાંય જોવા મળશે ખરો ? ઘણીવાર એ માટે અનેક તર્ક વિતર્ક થતા. ભારતનાં ઘણાયે જિનચૈત્યનાં દર્શન કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું, કિન્તુ જેનઆગમાનુસાર જિનમંદિરની રચના યથાર્થ સ્વરૂપમાં ન દેખાઈ; આ વિધિઅનુસારની બાંધણી માટે વિક્રમની પ્રથમ સહસ્ત્રાબ્દિના સમયનાં મંદિરો જોવા મળે તો જ સંતોષ થાય. યદ્યપિ પ્રાચીન જિનમંદિર તે ઘણયે છે કિન્તુ હમણાં હમણાં જે જીર્ણોદ્ધારે થાય છે તેમાં એ વિધિ જળવાતી નથી કે નથી એવા જાણકાર શિલ્પિ ! મોઢેરાનું મંદિર–ગુજરાતના વિહારમાં અચાનક મોઢેરાના ધ્વસ્ત જિનમંદિરમાં દર્શન થયાં. દર્શન થતાં જ હૃદયમાં લાગણી થઈ કે જેનઆગમોના વર્ણન–વિધાન મુજબ વિધિપુરઃસરનું આ જિનમંદિર છે. શ્રી જીવાભિગમસૂત્રછના વર્ણન મુજબ વિજયદેવતા જિનમંદિરની નજીકની પુષ્કરણમાં ઉતરી, હાથ પગ જોઈ, પવિત્ર બની જિનવરેન્દ્રનાં દર્શન પૂજન કરવા જાય છે, બરાબર એ જ પ્રમાણે મેંઢેરાના આ ધ્વસ્ત જિનમંદિરની પાસે જ પાણીને સુંદર કુંડ છે; તેમાં ઉતરવાનાં ચારે તરફ (ગોળ ફરતાં ચોતરફ) પગથીયાં અને પ્રવેશદ્વાર છે. કુંડમાં ઉતારવાના ચાર ધોરી રસ્તા સુંદર પથ્થરના બાંધેલાં છે. જાણે પાણીથી ભરેલી સુંદર વાવમાં ઉતરતા હોઈએ તેવો ભાસ આપે છે. મારા નમ્ર મત પ્રમાણે ગુજરાતમાં ઐતિહાસિક દષ્ટિએ, સૌથી પ્રાચીન જિનમંદિર આ મેઢેરાનું પ્રસ્ત મંદિર છે. મોઢેરાના આ પ્રાચીન ગગનચુંબી ભવ્ય જિનમંદિરની કળા આખા ગુજરાતના મંદિરમાં ઓછેવત્તે અંશે જરુર ઉતારવામાં આવી છે. જૈનમંદિરની પાસે જ કંડ હેય ખરા? – જિનમંદિર પાસે વાવ–પુકરણી કે કુંડની રચના એ કાંઈ કલ્પિત કે તદ્દન નવીન રચના નથી. ગિરનારજીના વસ્તુપાલ તેજપાલના મંદિર પાસેને કુંડ; આબુજીના વિમલશાના આદિનાથજીના મંદિર પાસેનું લલિતાસર; દક્ષિણભારતની વારાણસી-કાશીપુરી-સરખા કુલ્હાજીના પ્રાચીન જિનમંદિર પાસેની આરસની પુષ્કરણી; કલકત્તાનું પ્રસિદ્ધ કાચનું મંદિર જેની પાસે સુંદર હજકુવારો છે, પાવાપુરીનું જગપ્રસિદ્ધ, અતીવ પ્રાચીન જલમંદિર; ગુણાયાજીનું જલમંદિર, રાજગ્રહી તીર્થ પાસેના કુંડ; શિખરજી પહાડ (Parsnath Hill) ઉપરના શામળીયાજી પાર્શ્વનાથજીના મંદિર પાસે અખૂટ ભંડાર સમું ઝરણું; પરમાત્મા મહાવીર દેવની જન્મભૂમિ ક્ષત્રિયકુંડના મહાવીર સ્વામિના મંદિર પાસેનું ઝરણું; અને સૌથી ૧ સ્થાનકમાર્ગિને પણ માન્ય અને સ્થાનકમાગિ સાધુસંપાદિત છવાભિગમસૂત્રમાં પણ ઉપર્યુક્ત વિગત એ જ પ્રમાણે મળે છે. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44