Book Title: Jain Satyaprakash 1936 02 SrNo 08
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 35
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્વેતાંબર મૂર્તિ દિગંબર મંદિરમાં : જૈનમંદિરને ઘંટ વૈષ્ણવ મંદિરમાં બે ઘટના લેખક મુનિરાજ શ્રી જયંતવિજયજી કાળક્રમે જૂની વસ્તુઓનો નાશ અને નવી વસ્તુઓની ઉત્પત્તિ થયા કરે છે તે સ્વાભાવિક છે. પરંતુ હજુ ઘણો લાંબો કાળ વિદ્યમાન રહી શકે એવી વસ્તુઓ પણ તેના માલિકની ઉપેક્ષા, કમજોરી અને ફ્લેશકંકાસને લીધે નાશ પામે છે. રાજાઓનાં યુદ્ધો અને વિધર્મિઓનાં આક્રમણોથી આપણાં હજારે ભવ્ય જિનાલયો નાશ પામ્યાં છે. તદુપરાંત શ્રાવકોની વસ્તી ઘટી જવાથી કે અન્યત્ર ચાલી જવાથી અને વ્યવસ્થિત રીતે તેનું રક્ષણ કરે તેવી કોઈ સંસ્થા નહીં હોવાથી ઉજ્જડ થઈને પણ કેટલાંક જિનમંદિરોનો નાશ થયો છે. આવાં કારણોથી પડી ગયેલાં–નષ્ટ થયેલાં સેંકડો જૈનમંદિરોનાં ખંડિયો સિરોહી સ્ટેટની હદમાં પણ વિદ્યમાન છે. જેમાં વસંતગઢ, ચંદ્રાવતી, મુંગથલા (મુંડસ્થલ મહાતીર્થ વખાણુ, કેર વિગેરે ગામનાં લાખોના ખરચે પણ ન બની શકે તેવાં વિશાલ જિનમંદિરોનાં ખંડિયો જોઈને ખરેખર ખેદ થયા વિના રહેતો નથી. આવાં અનેક ગામોનાં જિનાલયોનો નાશ થયેલો જોવાય છે, તેમ જૈનોની ખાસ કમજોરીથી પાલણપુર, વણથલી વિગેરે અનેકાનેક ગામોનાં જિનાલયો મસદના રૂપમાં તેમ જ સિરોહી સ્ટેટમાં આવેલા હિડા, વાસા, મારોલ વિગેરે ગામનાં ભવ્ય જિનમંદિરો હિંદુમંદિરના રૂપમાં ફેરવાઈ ગયાં છે. મંદિરમાં આવાં પરિવર્તનો થયાં છે, તેમ જૈનમૂતિઓ અને એવી બીજી બીજી પણ અનેક ચીજો વિધર્મિઓના હાથમાં ગઈ છે. તેના સેંકડો દાખલા જનસમૂહમાં પ્રસિદ્ધ અને મોજુદ છે. પરંતુ તેમાંના સાચા અને હાલમાં નવા પ્રાપ્ત થયેલા બે દાખલા અહીં પ્રગટ કરવામાં આવે છે, તે ઉપર ખાસ લક્ષ ખેંચવા જેવું છે. (૧) શ્વેતાંબર મૂત્તિ દિગબરી મંદિરમાં નીચેના લેખવાળી આરસની એક શ્વેતાંબરી મૂર્તિ આગરાના દિગંબરી મંદિરમાં અત્યારે પણ વિદ્યમાન છે. सम्वत् १६७१ वर्षे वैशाख शुका ३ शनौ श्री आगरादुर्गे ओसवालवंशीय लोढागोत्रेण....वंशे सा प्रेम भार्या मुक्तादे पुत्र सा भट्टदेव भा. मुक्तादे पुत्र सा रजकेन श्रीअञ्चलगच्छे भ. श्री ५ कल्यागसागरसूरीगामुपदेशेन श्रावासुपूज्यबिम्बं प्रतिष्ठापितं संघवा कूरपाल सौज(सोन)पाल प्रतिष्ठाय (याम् ) For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 33 34 35 36 37 38 39 40 41 42 43 44