Book Title: Jain Satyaprakash 1936 02 SrNo 08
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 37
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પુરાતન ઇતિહાસ અને સ્થાપત્ય પ્રાચીન શિલાલેખ, તામ્રપત્રો, સિક્કાઓ, ગ્રંથોની પ્રશસ્તિઓ અને પ્રતિમાઓ ઉપરના લેખોનું મતવ આજે પુરવાર થઈ ચુકયું છે. શ્રી જૈન સત્ય પ્રકાશ” માં પણ એ વસ્તુ આવતી રહે એ આશયથી આ અંકથી “પુરાતન ઇતિહાસ અને સ્થાપત્ય” એ મથાળા નીચે એક પ્રકારનું શરુ કરવામાં આવ્યું છે. આ પ્રકરણ દરેક અંકમાં આવતું રહેશે, અને એમાં ઉપરના વિષયોની ટૂંકી ટૂંકી હકીકતો, તે તે હકીકત મોકલનારના નામ સાથે, આપવામાં આવશે. આશા છે કે જુદા જુદા ક્ષેત્રોમાં વિચરતા પૂજ્ય મુનિમહારાજે અને અન્ય વિદ્વાન પોતાના જોવામાં આવતા પ્રાચીન શિલાલેખો, તામ્રપત્રો, સિક્કાઓ, ગ્રંથોની પ્રશસ્તિઓ, પ્રતિમાઓ ઉપરના લેખો કે એવી બીજી ઐતિહાસિક હકીકતેની નોંધ, તે તે શિલાલેખ આદિનું કઈ દષ્ટિએ શું મહત્વ છે એના સ્પષ્ટ ઉલ્લેખ સાથે, મોકલીને આ પ્રકરણને સમૃદ્ધ બનાવવામાં અમને મદદ કરશે! નંબી (૧) પ્રાચીન લેખ સંગ્રહ (બે લેખો) સંપાદક મુનિરાજ શ્રી જયંતવિજયજી લગભગ દશેક વરસની અંદર મેં મારે હાથે ઉતારીને સંગ્રહીત કરેલા અને છુટાછવાયા કેટલેક સ્થળેથી પ્રાપ્ત થયેલા શિલાલેખોને થડે સંગ્રહ મારી પાસે છે. પરંતુ તેને પ્રગટ કરવાનો આજ સુધી સમય ન મલ્યો. એ સંગ્રહ મારી પાસે પડ્યો પડ્યો જુનો થઈ જાય અને લોકોના ઉપયોગમાં પણ ન આવે એ ઠીક નહીં, એમ જાણીને એ શિલાલેખ સંગ્રહને આ લેખમાળામાં ક્રમશઃ આપવાનો વિચાર કર્યો છે. તેના પહેલા મણકા તરીકેના આ પ્રથમ લેખમાં ફક્ત બે જ શિલાલેખે આપવામાં આવ્યા છે. બાકીના શિલાલેખ પણ સમયે સમયે પ્રગટ થતા રહેશે. આની નીચે પ્રગટ કરવામાં આવે છે, તે બને લેખો પૂજ્ય પ્રવર્તકજી શ્રી કાન્તિવિજયજી મહારાજના લેખસંગ્રહમાંથી તેમની કૃપાથી પ્રાપ્ત થયા છે. આ બન્ને લેખો આરસની મૂર્તાિ ઓ ઉપરના છે, પરંતુ ક્યા ગામના કયા મંદિરની મૂત્તિઓ પરના છે તે તેમાં લખ્યું નથી. પરંતુ લેખો ઉપરથી જણાય છે કે તે આગરાના કોઈ પણ જૈનમંદિરની મૂર્તિઓ પરના છે. આમાંના બીજા નંબરના લેખનો એક ભાગ મૂળનાયકજીની મૂર્તિની પાછલના ભાગનો હોવા છતાં તે સંપૂર્ણ વાંચી શકાય છે. તેમાંને વચ્ચે વચ્ચે બેડ પણ ભાગ તૂટક નથી, તેથી એમ જણાય છે કે For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 35 36 37 38 39 40 41 42 43 44