Book Title: Jain Satyaprakash 1936 02 SrNo 08
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 41
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૭૩ શ્રી સ્તંભન પાર્શ્વનાથ જાણવા માટે ગુરુની પાસે મોકલી. ત્યારે તેને પાણીમાં નાંખતાં મૂળ (ને ભાગ) વજનદાર હોવાથી પાણીમાં ડૂબી ગયું. એમ મૂલ અને ટેચને ભાગ શોધી કાઢી તે સેંટીને રાજાની પાસે પાછી મોકલાવી. ત્રીજી વાર પણ રાજાએ જેના સાંધા જાણવામાં ન આવે તેવી એક ટાબલી ગુરુની પાસે મોકલાવી. ત્યારે ગુરુએ તેને ગરમ પાણીમાં નાખી ઉઘાડીને રાજાને આશ્ચર્ય પમાડયું. પછી સૂરિજી મહારાજે તંતુઓથી ગુંથેલું ગોળ તુંબડું રાજસભામાં મોકલ્યું. ત્યાં કેઈ તેને ઉકેલી શકયું નહી, તેથી મૂકી દેવામાં આવ્યું. આ પ્રસંગે બીજા લોકોએ કહ્યું કે-આ કામ ગુરુથી જ બની શકે તેમ છે. એટલે રાજાએ બોલાવતાં તેમણે આવીને તે તરત ઉકેલી આપ્યું. આ ઉપરથી રાજાને ખાત્રી થઈ કે ગુરુજી, બાળક છતાં, સિંહના બાળની જેવા મહાપરાક્રમી છે. એક વખત રાજાને માથામાં વેદના થવા લાગી. એટલે મંત્રિની મારફત ગુરુને વિનંતિ કરાવતાં સૂરિજી મહારાજે ત્રણ વાર પિતાના ઢીંચણની ઉપર તર્જની (અંગુઠાની પાસેની) આંગળી ફેરવીને રાજાની વેદના શાંત કરી. આ બાબત કહ્યું પણ છે કે जह जह पएसिणी जाणुयंमि पालित्तओ भमाडेइ । तह तह से सिरवियणा पणस्सइ मुंडरायस्स ॥१॥ મંત્રરૂપ આ ગાથા બાલતાં જેના મસ્તકને અડકવામાં આવે, તેની શિવેદના જરૂર શાંત થઈ જાય. તે પીડા આકરી હોય તે પણ તેમ કરવાથી નાશ પામે. એ પ્રમાણે તાત્કાલિક ઉપકારથી રાજાનું મન સૂરિની પ્રત્યે આકર્ષાયું, અને બાલસૂરિને વંદન કરવાની તેની ઈચ્છા થઈ પછી તે તરત ગુરુમહારાજના ઉપાશ્રયે આવ્યો. રાજાએ ગુરુને પૂછયું કે–હે ભગવનું અમારા સેવકો તે પગારના પ્રમાણમાં પિતાનું કામ બજાવે, પણ તેવા પગાર વિના કેવલ ભિક્ષાવૃત્તિના આધારે રહેલા આ શિષ્ય આપની આજ્ઞા બજાવવાને શી રીતે તત્પર રહે છે? ત્યારે ગુરુએ કહ્યું કે-હે રાજન્ ! ઉભય લોકના હિતની ચાહનાથી આ શિષ્યો અમારા કાર્યો ઉત્સાહથી બજાવવાને સાવધાન રહે છે. છતાં રાજાને ખાત્રી ન થતાં ગુરુએ કહ્યું કેતમે તમારા વિનીત સેવકને બોલાવી અમુક કામ કરવાનું કહે કે જેથી તમને ખાત્રી થાય. એટલે રાજાએ વિનીત વિશ્વાસી પ્રધાનને કહ્યું કે-તપાસ કરે કે ગંગા નદી કઈ દિશા તરફ વહે છે? રાજાને હુકમ સાંભળીને મંત્રીએ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 39 40 41 42 43 44