________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી જૈન સત્ય પ્રકાશ
ફાગણ છે. આ કૃતિ સંપૂર્ણતયા ઉપલબ્ધ નથી તો તે સંબંધમાં ભંડારોમાં તપાસ થવી ઘટે.
નિર્વગ્ય કૃતિઓ રચવામાં સહાયક થઈ પડે તેવી અપવર્ગનામમાલા યાને પંચવર્ગ પરિહારનામામાલ શ્રીજિનભદ્રસૂરિએ રચી છે. મને ખ્યાલ છે ત્યાં સુધી આ હજી અમુકિત દશામાં છે. કોઈ સજન એને સત્વર પ્રસિદ્ધ કરવા તૈયાર થશે તો આનંદ થશે. - પરિહાર જે નિષેધાત્મક શબ્દ ન વાપરતાં અમુક અમુક અક્ષરોથી યુક્ત એમ વિધાયક રીતિના ઉલ્લેખ પૂર્વક શ્રીરત્નપ્રભસૂરિએ રત્નાકરાવતારિકાના બીજા પરિચ્છેદ (પૃ. ૭૭-૮૦) માં જે શિવસિદ્ધિવિવંસ રચેલ છે તેની અહીં ખાસ નોંધ લેવી ઘટે છે, એનું કારણ એ છે કે તેમણે અત્ર ત વર્ગના પાંચ અક્ષરો ૫ વર્ગના કુ સિવાયના ચાર ને ચાર અર્ધ સ્વર એમ તેર જ અક્ષરોને ઉપયોગ કર્યો છે એટલું જ નહિ, પરંતુ . ક્રિયાપદના વર્તમાન કાળના ત્રીજ પુરુષના ત્તિ અને તે પ્રત્યયો તેમ જ ત્રણ જ વિભક્તિઓ સિવાય વિશેષને ઉપયોગ કર્યો નથી. આવી તો એકે કૃતિ મેં હજી સુધી અન્યત્ર જોઈ નથી. ખરેખર રત્નપ્રભસૂરિએ આવી કૃતિ રચીને કમાલ કરી છે.
કેવળ રકારથી અલંકૃત અને ચાર અર્થવાળું એક કાવ્ય સ્તોત્રરત્નાકરના દ્વિતીય ભાગમાં પ્રસિદ્ધ થયેલું છે. આની તેમ જ એકાક્ષરમય એક સ્તુતિની મેં શોભન-સ્તુતિની સંસ્કૃત ભૂમિકા (પૃ. ૧૬ ) માં નોંધ લીધી છે.
કેવળ બે જ અક્ષરોથી મંડિત એવી પણ જૈન કૃતિઓ છે. ઉદાહરણ તરીકે સ્તોત્રરત્નાકરના દ્વિતીય ભાગમાં આપેલ નેમિનિસ્તવ તેમ જ શ્રી સત્યસાગરસૂરિકૃત ચતુર્વિશતિજિનમ્નતિ ૧૦ એ બેનો જ નિર્દેશ કરવો બસ છે. પહેલી કૃતિમાં મ અને ન એ બે અક્ષરો છે, જ્યારે બીજામાં દ અને વ એ બે અક્ષરે છે. બીજી કૃતિનું પહેલું પદ્ય ચાર પાંખડીવાળા કમળરૂપ બંધથી અલંકૃત છે.
આ પ્રમાણે જૈન મુનિવરે એ ચિત્રકાવ્યને અંગે સુંદર ફાળો આપ્યો છે. એ ચિત્રકાવ્યનાં બીજાં પણ અંગે સમૃદ્ધ બનાવ્યાં છે. તેમાંનાં અન્યાન્ય અંગે પૈકી વિવિધ બંધોથી અલંકૃત કૃતિઓ વિષે હવે પછી વિશેષ ઉલ્લેખ કરવાની ઈચ્છા ધરાવતો હું વિરમું છું.
૬. નિર્વગ્ય કૃતિ રચવી એ કંઈ બાળકને ખેલ નથી, એ તો ભાષા ઉર અસાધારણ પ્રભુત્વ મેળવ્યું હોય તો જ બની શકે. દંડીએ કાવ્યાદર્શ (૩-૮૩ ) માં એ વાત સૂચવી છે એટલું જ આના સમર્થનાથે કહેવું બસ થશે.
છે. કરાંચીના જૈનમંદિરના પુસ્તકાલયમાં વિ. સં. ૧૩૪૭ માં લખાયેલી જે એક તાડપત્રીય પ્રતિ છે તેમાં આ અપવનામમાલા બે વાર આપેલી છે. જુઓ પત્રાંક ૧-૯ અને ૯-૧૬, આ પ્રતિમાં સિદ્ધહેમશબ્દાનુશાસન તેમ જ વિવિધ કેશ પણ છે. વિશેષ માહિતી માટે જુએ “Proceedings and Transactions of the seventh All India Oriental Conference" ગત શ્રીયુત માંકડનો લેખ ( પૃ. ૧૩-૧૪).
૮, વર્ગ પરિવારના સંબંધમાં વિશેષ માહિતી માટે જુઓ મારો અંગ્રેજી માં પ્રસિદ્ધ થનાર લેખ તેમ જ Z. D. M. G. ( જમીન માસિક) vol X. L. વિશેષમાં સરખાવો “Ohlert Risel find Ritselspriiche ” (પૃ. ૩ અને એ પછીનાં ).
૯-૧૦ આ બન્ને સ્તુતિનું એક જ પદ્ય હું નોંધી શકયો છું, તો એ બને તૃતિઓ સંપૂર્ણતયા પ્રસિદ્ધ થાય તેવો પ્રબંધ થવો ઘટે.
For Private And Personal Use Only