Book Title: Jain Satyaprakash 1936 02 SrNo 08
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 23
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir -- કે ૭ : +- - - - 1 1 = રાજે 1 / ક - - - - - - - - - - - - - - - - - - • - - , મન, ઇ-- કે - મરો + ૧- — * * * * * * * * * * રન ૧૯૯૨ મહાતીર્થ મેંઢેરા ૨૫૫ પ્રાચીન મહાતિર્થાધિરાજ શ્રી સિદ્ધાચલજી ઉપરનો સૂરજકુંડ; આ બધાં સ્થાનો એક વસ્તુ બરાબર પુરવાર કરે છે કે જનમંદિરની પાસેના જ સ્થાનમાં પુષ્કરણ–વાવ, કુંડ, ઝરણું કે કુવે ઈત્યાદિ હોય છે. મોંઢેરાના ફંડની વિશેષતા–આટલું છતાંયે મોઢેરાના આ જિનાલય પાસેના કુંડમાં એક વિશેષતા રહેલી છે. તે એ કે કુંડ ઉપર ચેતરફ ફરતી મોટી મોટી દેરીઓ છે. પાછા આમાં ત્રણ વિભાગ છે. એક તે તદ્દન મથાળે બાવન જિનાલયના મોટા મંદિરની વચલી માટી દેરીઓ જેવડી મોટી મોટી દેરીઓ છે, વચમાં તેથી નાની નાની દેરીઓ છે, અને તેની બાજુમાં તદ્દન નાની દેરીઓ છે. આ બધી દેરીઓમાં દેવાધિદેવ જિનવરેન્દ્રની મૂર્તિ ઓ બિરાજમાન હશે. આને આશય મને એમ સમજાય છે કે ત્રણ લેકના નાથને–જિનવરેન્દ્રને જલદેવના આપ આપ ભક્તિથી જ અભિષેક કરે છે અને નમે છે માટે કલ્યાણના અથી મુમુક્ષુ જો તમે પણ ભક્તિથી નમો. કુંડનું અનુકરણ–આવી રીતના સુંદર, મનોહર અને ભવ્ય જિન-દેરીઓથી સુશોભત, વિશાલ કુંડના અનુકરણરૂપે જ ગુર્જરેશ્વર સિદ્ધરાજ જયસિંહની માતા મણવેલ દેવીએ વીરમગામનું પ્રસિદ્ધ મુનસર તળાવ બંધાવી તેના ઉપર ચોતરફ ફરતી મહાદેવજીની દેરીઓ બંધાવી હતી અને ખુદ સિદ્ધરાજ જયસિંહને પણ મેઢરાને આ ભવ્ય કુંડ જોઈને જ પ્રેરણા મળેલી કે માંદરાના મંદિરની પ્રભા અને પ્રતાપને ઝાંખપ લગાડે તેવું સહસ્ત્રલિંગ તળાવ બંધાવવાના કોડ જાગેલા, પરંતુ ગુજરાતના કમનસિબે સહસ્ત્રલિંગ પુરાઈ ગયું અને મેરાનું એ પ્રેરણાબીજનું મંદિર અને એ જિન મંદિરોથી અલંકૃત કુંડ ખંડિયેર હાલતમાં ગુપ્ત પ્રેરણા આપતાં આજે અપ્રસિદ્ધ જેવાં થઈ પડ્યાં છે. મોઢેરાના આ જિનમંદિર પાસેના કુંડ ઉપર રહેલી દેરીઓમાં ઘણું ખરી ખંડિત જિનપ્રતિમાઓ આજેય વિદ્યમાન છે. વિદ્યારે ઉપરની મોટી દેરીઓ તો ખાલી અને ટુટી ફૂટી ગઈ છે. વચલી નાની દેરીઓ અંડિત તો છે પરંતુ તેમાં કોઈ કાઈ દેરીઓમાં દેવ બિરાજમાન છે, પરંતુ એ કયા દેવ છે; કોણ છે એ ઓળખવું મુશ્કેલ છે. અને તદન નાની દેરીઓમાંની પણ ઘણી ખરી ટુટેલી કૂટેલી અને ખાલી છે. માત્ર ચારથી પાંચ દેરીઓમાં પ્રતિમાઓ છે, અને તે બધી જિનવરની પ્રતિમાઓ છે. સુંદર, પ્રશાંત, ધ્યાનસ્થ અને પદ્માસનસ્થ મૂર્તિઓ જિનેશ્વર સિવાય બીજા કોઈ પણ દેવની હોતી નથી. તેમાંય એકાદ મૂર્તિને હાથ ખંડિત છે, તો કોઈકને પગ ખંડિત છે; એકાદ પ્રતિમા તદ્દન અખંડિત છે. ખંડિત પ્રતિમાઓ પણ એવી છે કે એક બાલક પણ રહેલાઈથી ઓળખી શકે કે આ જિનપ્રતિમા છે. ૨. કયાંક કયાંક જિનમંદિર પાસે મોટી નદી કે સમુદ્ર પણ હોય છે, ગંગા કિનારાની ચંદ્રપુરીનું મંદિર, કાશીનું ભદઈની ઘાટનું ગંગા કિનારાનું મંદિર, જમુના કિનારાનું શૌરીપુરનું યદુકુલતિલક નેમિનાથજીનું મંદિર તેમ જ પ્રભાસપાટણ તથા ખંભાત -કાવિ આદિનાં મંદિરે. હીરસૌભાગ્યમાં કવિ લખે છે કે જે મંદિરને સમુદ્ર દેવતા મસ્તીરૂપે ત્રણ વાર જલ ચઢાવીને નમે છે. એટલે જિનમંદિર પાસે જલાશય એ કાંઈ નવીન કે કાલ્પનિક પથ નથી, પરંતુ અતીવ પ્રાચીન કાલથી જૈનસત્રાનુસાર એ પ્રથા-વિધિ ચાલી આવી છે. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44