Book Title: Jain Sanatan Vitrag Darshan
Author(s): Ramniklal Savla
Publisher: Ramniklal Savla

View full book text
Previous | Next

Page 7
________________ 8 8 8 8 8 5 જૈન સનાતન વીતરાગ દર્શન ૨ (૮) હું સ્વભાવથી રાગાદિરહિત, કષાયરહિત શુદ્ધ જ છું. હું જાણું છું કે મોહકર્મના ઉદયનું નિમિત્તપામીને વર્તમાન પરિણતિ રાગાદિસ્વરૂપ મલિન જણાય છે, પરંતુ તે મારું વાસ્તવિક સ્વરૂપ નથી. હું તો શુદ્ધ ચેતન્યમય સહજ આત્મસ્વરૂપ છું. (૯) “હું સદાય, સર્વથા, સર્વથી ભિન્ન માત્ર ચેતનારો, જાણનારો જાણન...જાણન... જાણન. સ્વભાવવાળો.... સ્વ-પર પ્રકાશક શક્તિવાળો શુદ્ધ ચૈતન્યમાત્ર – સહજ આત્મસ્વરૂપ છું. (૧૦) અસંખ્ય પ્રદેશી “સ્વ” ધામ તે મારું ક્ષેત્ર છે, સ્વધામમાં વસનાર, એવો “આ રાગાદિ જે અજીવ છે તે સ્વરૂપ મારું કેમ હોય ભલા? આ રાગાદિ તો લક્ષણથી આકુળતા ઊપજાવનારા છે, જ્યારે હું તો અનાકુળતા જેનું લક્ષણ છે એવો જ્ઞાનાનંદ સ્વરૂપ શુદ્ધ ચૈતન્યમાત્ર – સહજ આત્મસ્વરૂપ છું. (૧૧) “હું નિત્ય ઉદ્યોતરૂપ, નિર્મળ, સ્પષ્ટ, પ્રકાશમાન, દર્શન-જ્ઞાન જ્યોતિ સ્વરૂપ છું. અનંતદ્રવ્યો સાથે એકક્ષેત્રાવગાહરૂપ હોવા છતાં, ટંકોત્કીર્ણ, શુદ્ધ ચૈતન્યમાત્ર-સહજ આત્મસ્વરૂપ છું. (૧૨) હું સહજ શુદ્ધ જ્ઞાનાનંદરૂપ એક સ્વભાવભાવ છું, નિર્વિકલ્પ છું, ઉદાસીન છું, નિજ નિરંજન શુદ્ધાત્માના સભ્યશ્રદ્ધાન, જ્ઞાન, અનુષ્ઠાનરૂપ નિશ્ચય રત્નત્રયાત્મક નિર્વિકલ્પ સમાધિથી ઉત્પન્ન વીતરાગ સહજાનંદરૂપ, સુખાનુભૂતિમાત્ર લક્ષણદ્વારા સ્વસંવેદન જ્ઞાન વડે સંવેધ, ગમ્ય, પ્રાપ્ય, ભરિતાવસ્ય શુદ્ધ ચેતન્યમાત્ર – સહજ આત્મસ્વરૂપ છું. (૧૩) “હું સકળનિરાવરણ-અખંડ-એક પ્રત્યક્ષ પ્રતિભાસમય-અવિનશ્વર-શુદ્ધપારિણામિક પરમભાવલક્ષણ નિજપરમાત્મા દ્રવ્ય તે જ હું છું. શુદ્ધ ચૈતન્યમાત્ર સહજ આત્મસ્વરૂપ છું. (૧૪) “હું તો જ્ઞાનસ્વરૂપી મહેલમાં રહેનાર, જ્ઞાનગગનમાં ઉડનાર, જ્ઞાનાનંદ ભોજન લેનાર, જ્ઞાનસરોવરમાં ડૂબનાર, જ્ઞાનકિલ્લામાં સુરક્ષિત, જ્ઞાનસમુદ્રમાં લવલીન, જ્ઞાનજળનાં રસપાન કરનાર છું. એવો શુદ્ધ ચૈતન્યમાત્ર-સહજ આત્મસ્વરૂપ છું. (૧૫) એક જ્ઞાયકનો જ પક્ષ, એક જ્ઞાયકનું જ લક્ષ અને તેમાં જ દક્ષ થઈ, ચૈતન્ય ચમત્કાર તેજપુંજ, જ્ઞાનજ્યોતિ સ-રસ જ્ઞાનાનંદનો સિંધૂ એવા આત્મામાં અંતર્નિમગ્ન થઈ, મારી નિર્મળ જ્ઞાનપર્યાયમાં પ્રત્યક્ષ જણાઉં એવો છું એવો શુદ્ધ ચૈતન્યમાત્ર - સહજ આત્મસ્વરૂપ છું. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 202