Book Title: Jain Sanatan Vitrag Darshan Author(s): Ramniklal Savla Publisher: Ramniklal Savla View full book textPage 6
________________ 48484848484 જૈન સનાતન વીતરાગ દર્શન ૐ ‘આત્મભાવના' નિવેદનઃ (૧) ‘હું' ‘જ્ઞાયક’ જ્ઞાનમયી, આનંદમયી, સુખમયી, વીર્યમયી, શાંતિમયી, શાશ્વત શુદ્ધાત્મા અખંડ અભેદ-સહજ આત્મસ્વરૂપ છું. (૨) ‘હું' પરમાત્મા સ્વરૂપ, જ્યોતિ જિન સ્વરૂપ, પરમજ્યોતિસ્વરૂપ, પરમબ્રહ્મસ્વરૂપ, પરિપૂર્ણ, અક્ષય, અવ્યવ, અવિનાશી, અનુપમ, અચ્છેદ, અવ્યાબાધ, અનાદિ-અનંત, નિત્ય, નિરાબાધ, નિરંજન, નિષ્કલંક, નિરાકાર એવો અખંડ અભેદ સહજ આત્મ સ્વરૂપ છું. (૩) ‘સમયસાર’ કે જે નોકર્મ, દ્રવ્યકર્મ, ભાવકર્મ રહિત છે, એવો શુદ્ધાત્મા સર્વથા સર્વદા સર્વથી ભિન્ન જ છું. જ્ઞાયક એક ‘સ્વ’ બાકી બધું જ પર એવો હું ચેતનારો માત્ર ચૈતન્યભાવ - સહજ આત્મસ્વરૂપ છું. (૪) આ ભગવાન આત્મા ‘હું’ વિજ્ઞાનધન, ચૈતન્ય સૂર્ય, સ્વતઃ સિદ્ધ, કેવળજ્ઞાન શક્તિસ્વરૂપ, ચંદ્રથી અધિક શાંતિ, શીતળતા, ઠંડક સ્વરૂપ અતીન્દ્રિય મહા પદાર્થ, સર્વ પદાર્થોને સમય માત્રમાં યુગપત જાણનાર સ્વરૂપ-સહજ આત્મસ્વરૂપ છું. (૫) ‘હું' નિપુણ, પ્રવણ, પ્રવીણ, પુરુષાર્થી, ચિદાનંદ, જ્ઞાનાનંદ, અરિહંત અને સિધ્ધભગવાનની જાતનો, પંચપરમેષ્ઠિની નાતનો, પંચમગતિ પ્રયાણ કરનાર પરમ પારિણામિક ભાવ સ્વરૂપ, મહાન શક્તિ અને સામર્થ્યથી ભરપૂર સહજઆત્મસ્વરૂપ છું. (૬) ‘હું’ સુખાનંદની ધર્મશાળા, જ્ઞાનાદિ ગુણોની ગાંસડી, આનંદનુ નૂર, ચૈતન્યનું પુર, ચૈતન્ય ચમત્કાર, ચૈતન્યરત્નાકર, કેવળજ્ઞાનરૂપી લક્ષ્મીથી શોભાયમાન, પંચમભાવ પૂજિત પરિણતિથી પૂજ્ય, મહાન અતીન્દ્રિય, ધ્રુવ, અચળ, મહિમાવંત પદાર્થ સહજ આત્મસ્વરૂપ છું. (૭) ‘હું’ અકષાયી, શાંત-વીતરાગરસથી તરબોળ, અનંત પ્રભુતા, વિભુતા, સ્વચ્છતા, સર્વાંગ સુંદરતાને પ્રાપ્ત એવો પરમ પદાર્થ, પ્રભુ થવાની પ્રચંડ શક્તિનો મહાસાગર, ગુણોનો ગોદામ, શક્તિનો સંગ્રાલય, સુખના મહિમાવંત મહાન મહેરામણ, જ્ઞાનસિંધુ, અફાટ, અપાર, અનેરો એવો અવર્ણનીય પદાર્થ સદાય પ્રતિભાસમય - સહજ અત્મસ્વરૂપ છું. 5 For Personal & Private Use Only Jain Education International www.jainelibrary.orgPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 202