________________
488 48 48 48 4 જૈન સનાતન વીતરાગ દર્શન
૪૮ 8 8 8 8
અનંત...’ એ અધર્મ ટાળવા તારા ધર્મસ્વભાવની જે ઓળખાણ કરાવે તેનું નામ જૈન શાસન છે.
(૭) આત્માનો સ્વભાવ ત્રિકાળ છે. એમાં જે એક સમય પૂરતી વિકારી પર્યાય તેનું લક્ષ ગૌણ કરીને અખંડ પરિપૂર્ણ સ્વભાવનું દર્શન કરાવવું તે જૈન દર્શન.
(૮) પ્રત્યેક આત્મા સર્વજ્ઞ સ્વરૂપ જ છે અને એ સ્વભાવના સામર્થ્યનું મહિમા આવતા પર્યાયમાં સર્વજ્ઞતા પ્રગટ કરી પરમાત્મા બની શકે છે એવી જાહેરાત કરનાર જૈન ધર્મ એ વિશ્વ ધર્મ છે..
(૯) પદાર્થોના સ્વરૂપનો પ્રદર્શક જૈન ધર્મ એ ત્રિકાળ અબાધિત સત્યરૂપ જ છે. (૧૦) આ જૈન ધર્મને કાળ કે ક્ષેત્રની મર્યાદામાં કેદ કરી શકાય નહિ. પ્રત્યેક આત્માની હિતની વાત એમાં છે.
(૩) સારરૂપ
(૧) જૈન શાસન એટલે વીતરાગતા... (૨) અનેકાન્ત એ જૈન શાસનનો આત્મા....
દરેક વસ્તુ પોતાપણે છે અને પરપણે નથી. (૩) સ્યાદ્વાદ એ જૈન શાસનની કથન શૈલી.... દરેક કથન અપેક્ષા સહિત હોય છે.
(૪) જૈન શાસન એટલે યુક્તિ અને અનુભવનો ભંડાર અનુભૂતિ એ જ જૈન શાસન છે.’
સુખની ઉત્પત્તિ, વૃદ્ધિ અને પૂર્ણ સુખની પ્રાપ્તિ એ જ ધર્મનું પ્રયોજન છે. (૫) જૈન શાસન એટલે દરેક દ્રવ્યના સ્વરૂપને સંપૂર્ણ અને ત્રિકાળ સ્વાધીન (સ્વતંત્ર) બતાવનાર અનાદિ-અનંત વિશ્વનો ધર્મ.
સાર ઃ પાપમાં જવા ન દે અને પુણ્યમાં ધર્મ ન મનાવે તેનું નામ જૈન ધર્મ. (૪) સારરૂપ :
જ્ઞાનાનંદ સ્વરૂપ આત્માનું સ્વસંવેદનરૂપ જ્ઞાન અથવા સ્વનું-આત્માનું પ્રત્યક્ષ વેદનરૂપ જ્ઞાન નિયત છે.
ભગવાન આત્મા અતીન્દ્રિય જ્ઞાન અને આનંદનું નિધાન છે. તેનું સ્વસંવેદન એટલે પોતાથી પોતાનામાં પ્રત્યક્ષ આનંદનું વેદન થવું તે ધર્મ છે, જૈન શાસન છે.
Jain Education International
9
For Personal & Private Use Only
www.jainelibrary.org