Book Title: Jain Sanatan Vitrag Darshan
Author(s): Ramniklal Savla
Publisher: Ramniklal Savla

View full book text
Previous | Next

Page 9
________________ - 1 8 8 8 8 જેનસનાતન વીતરાગ દર્શન : પ્રસ્તાવના : જૈન ધર્મ (જિન શાસન) પ્રસ્તાવના રૂપ – ટૂંકા બોલ..... (૧) ધર્મની વ્યાખ્યા ઘણા પ્રકારે કરી છે. ૧ વસ્તુના સ્વભાવને ધર્મ કહે છે. ૨. ધર્મના દસ લક્ષણ ૩. અહિંસા પરમો ધર્મ ૪. સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની એકતાને મોક્ષમાર્ગ કહે છે. ' હવે થોડુંક વિશેષઃ (૧) જૈન ધર્મ કોઈ વ્યક્તિના કથન, પુસ્તક, ચમત્કાર કે વિશેષ વ્યક્તિ પર નિર્ભર નથી. કોઈ વ્યક્તિએ ધર્મ ઉત્પન્ન કર્યો નથી. (૨) ધર્મ વસ્તુનો સ્વભાવ છે, વસ્તુ અનાદિ અનંત છે એટલે ધર્મ પણ અનાદિ અનંત છે. તેનું સ્વરૂપ પ્રકાશક તત્ત્વજ્ઞાન પણ અનાદિ અનંત છે. તેનો પ્રદર્શક જૈન ધર્મ વિશ્વધર્મ છે. (૩) તીર્થકરો ધર્મની સ્થાપના નથી કરતા... તમારી ખોવાઈ ગયેલી શ્રદ્ધાને સ્થાપીત કરે છે. તમને યાદ કરાવે છે કે તમે બધા ભૂલેલા ભગવાન છો. (૪) કોઈ વસ્તુ અને તેના ગુણ ધર્મ (સ્વભાવ) જુદા હોય એમ કદી બને નહિ, વસ્તુનો સ્વભાવ સદાય વસ્તુમાં જ રહે. આત્માનો સ્વભાવ સદાય આત્મામાં જ રહે. સ્વભાવ એ જ વસ્તુનો ધર્મ હોવાથી આત્મા પોતે જ ધર્મ સ્વરૂપ છે. આ આત્મા પોતે જ જ્ઞાન-આનંદ સ્વરૂપ જ છે. (૫) હવે જે વસ્તુ પોતે ધર્મસ્વરૂપ જ છે તેને ધર્મ માટે બહારની મદદની જરૂર કેમ રહે? આત્માનો ધર્મ સદાય સ્વયં આત્મામાંથી જ પ્રગટ થાય. જુઓ આ દ્રવ્યની સ્વતંત્રતા.... તું ગમે તે ક્ષેત્રે જા કે ગમે તે કાળ હોય તો પણ તારો ધર્મ તારાથી જુદો નથી. તું પોતે ધર્મસ્વરૂપ હોવા છતાં તને તારી પોતાની જ ખબર અનાદિથી નથી. તારામાં ધર્મ હોવા છતાં એ તને પ્રગટ અનુભવમાં આવતો નથી. તને તારા ધર્મસ્વરૂપ સંબંધી શંકા છે, મિથ્યા માન્યતા છે અને તે જ અધર્મ છે અને તે જ કારણે અનાદિથી સંસાર છે. આત્મસિદ્ધિની પ્રથમ ગાથા... “જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 202