Book Title: Jain Sanatan Vitrag Darshan
Author(s): Ramniklal Savla
Publisher: Ramniklal Savla

View full book text
Previous | Next

Page 12
________________ 9 % % જેનસનાતન વીતરાગ દર્શન છે : (૫) જેણે, “હું મુક્ત સ્વરૂપ જ છું” એમ અનુભવ્યું તેણે ચારેય અનુયોગના સારરૂપ જૈન શાસન જાણી લીધું. ચારેય અનુયોગોનો સાર “વીતરાગતા” છે. સાર ઃ એ વીતરાગતા-વીતરાગ સ્વરૂપ-મુક્ત સ્વરૂપી એવા ભગવાન આત્માનો આશ્રય લે તો પર્યાયમાં પ્રગટ થાય છે. આવો માર્ગ તે જિન-શાસન છે. (૭) અંતિમ ભાવનાઃ આમાં સદા પ્રીતિવંત બન, આમાં સદા સંતુષ્ટ ને, આનાથી બન તું તૃપ્ત, તુજને સુખ અહો ! ઉત્તમ થશે. ભાવાર્થ જ્ઞાનમાત્ર આત્મામાં લીન થવું, તેનાથી જ સંતુષ્ટ થવું અને તેનાથી જ તૃપ્ત થવું - એ જ પરમધ્યાન છે. તેનાથી વર્તમાન આનંદ અનુભવાય છે અને થોડા જ કાળમાં જ્ઞાન-આનંદ સ્વરૂપ કેવળજ્ઞાનની પ્રાપ્તિ થાય છે. આવું પ્રગટ કરનાર પુરુષ (આત્મા) તે સુખને જાણે છે, બીજાનો એમાં પ્રવેશ નથી. ' (૮) જ્ઞાનકાળમાં અખંડનો પ્રતિભાસ જ્ઞાનની વર્તમાન પર્યાયનું સામર્થ્ય સ્વને જાણવાનું છે. આબાલ-ગોપાલ સૌને સદાકાળ અખંડ પ્રતિભાસમય ત્રિકાળી સ્વ જણાય છે, પણ તેની દૃષ્ટિ પરમાં પડી હોવાથી ત્યાં એકત્ત્વ કરતો થકો, “જાણનાર જ જણાય છે' તેમ નહીં માનતાં રાગાદિ પર જણાય છે એમ અજ્ઞાની પર સાથે એકત્ત્વપૂર્વક જાણતો-માનતો હોવાથી તેને વર્તમાન અવસ્થામાં અખંડનો પ્રતિભાસ થતો નથી. - જ્ઞાની તો આ જાણનાર જણાય છે તે જ હું છું” એમ જાણનાર જ્ઞાયકને એકત્ત્વપૂર્વક જાણતો-માનતો હોવાથી તેની વર્તમાન અવસ્થામાં (જ્ઞાન કળામાં) અખંડનો સમ્યક્ પ્રતિભાસ થાય છે. - 11 - Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 ... 202