________________
9 % % જેનસનાતન વીતરાગ દર્શન છે
: (૫) જેણે, “હું મુક્ત સ્વરૂપ જ છું” એમ અનુભવ્યું તેણે ચારેય અનુયોગના
સારરૂપ જૈન શાસન જાણી લીધું.
ચારેય અનુયોગોનો સાર “વીતરાગતા” છે. સાર ઃ એ વીતરાગતા-વીતરાગ સ્વરૂપ-મુક્ત સ્વરૂપી એવા ભગવાન આત્માનો
આશ્રય લે તો પર્યાયમાં પ્રગટ થાય છે. આવો માર્ગ તે જિન-શાસન છે. (૭) અંતિમ ભાવનાઃ
આમાં સદા પ્રીતિવંત બન, આમાં સદા સંતુષ્ટ ને, આનાથી બન તું તૃપ્ત, તુજને સુખ અહો ! ઉત્તમ થશે. ભાવાર્થ જ્ઞાનમાત્ર આત્મામાં લીન થવું, તેનાથી જ સંતુષ્ટ થવું અને તેનાથી જ તૃપ્ત થવું - એ જ પરમધ્યાન છે. તેનાથી વર્તમાન આનંદ અનુભવાય છે અને થોડા જ કાળમાં જ્ઞાન-આનંદ સ્વરૂપ કેવળજ્ઞાનની પ્રાપ્તિ થાય છે. આવું પ્રગટ કરનાર પુરુષ (આત્મા) તે સુખને જાણે છે, બીજાનો એમાં
પ્રવેશ નથી. ' (૮) જ્ઞાનકાળમાં અખંડનો પ્રતિભાસ
જ્ઞાનની વર્તમાન પર્યાયનું સામર્થ્ય સ્વને જાણવાનું છે. આબાલ-ગોપાલ સૌને સદાકાળ અખંડ પ્રતિભાસમય ત્રિકાળી સ્વ જણાય છે, પણ તેની દૃષ્ટિ પરમાં પડી હોવાથી ત્યાં એકત્ત્વ કરતો થકો, “જાણનાર જ જણાય છે' તેમ નહીં માનતાં રાગાદિ પર જણાય છે એમ અજ્ઞાની પર સાથે એકત્ત્વપૂર્વક જાણતો-માનતો હોવાથી તેને વર્તમાન અવસ્થામાં અખંડનો પ્રતિભાસ થતો નથી. - જ્ઞાની તો આ જાણનાર જણાય છે તે જ હું છું” એમ જાણનાર જ્ઞાયકને
એકત્ત્વપૂર્વક જાણતો-માનતો હોવાથી તેની વર્તમાન અવસ્થામાં (જ્ઞાન કળામાં) અખંડનો સમ્યક્ પ્રતિભાસ થાય છે.
-
11
-
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org