________________
નિમગ્ન બને છે એટલે કવિનો સ્વાનુભવ સર્વાનુભવ બને છે.
કાવ્યમાં રસનું સ્થાન મહત્ત્વનું ગણાય છે. ધાર્મિક સાહિત્યમાં મુખ્યત્વે શાંત રસ (ભક્તિરસ) વિશેષ જોવા મળે છે. આ રસો શૃંગાર-વીર-અદ્ભુતરૌદ્રરસ પણ પ્રસંગોચિત્ત હોય છે. ભક્તિશૃંગાર એ સાંપ્રદાયિક સાહિત્યનો વધુ પ્રચલિત રસ ગણાય છે. આ રસનિરૂપણ કવિની કલાની કુદરતી બક્ષિસનો અનુભવ કરાવવાની ક્ષમતા ધરાવે છે.
જૈન સાહિત્યનો સ્વાધ્યાય' શીર્ષકમાં સ્વાધ્યાય આવૃત્તિ કે પુનરાવર્તનના અર્થમાં નહિ પણ સાહિત્યની દૃષ્ટિએ અધ્યયનના અર્થમાં પ્રયોજાયા છે. તેમાં રહેલા જ્ઞાન અને ભક્તિ માર્ગના વિચારોનું ચિંતન અને મનન સ્વાધ્યાય કરવા યોગ્ય છે.
આ પુસ્તકમાં કાવ્ય પ્રકારો ઉપરાંત ગદ્ય લેખોનો સંચય થયો છે. ઔક્તિક, બાલાવબોધ, વર્ણક, દેશીઓની સમીક્ષા, જૈન કથા સાહિત્ય આ લેખો દ્વારા જૈન ગદ્યની માહિતી પ્રાપ્ત થાય છે. મધ્યકાલીન સમયમાં પદ્યનો વિશેષ ઉપયોગ થતો હતો ત્યારપછી ગદ્ય રચનાઓનો વિકાસ શરૂ થયો છે. તેનો પ્રાથમિક પરિચય થાય છે.
જૈન સાહિત્યનો સ્વાધ્યાય પુસ્તક પ્રગટ કરવાથી કાવ્ય સૃષ્ટિનો શ્રતયાત્રાનો અપૂર્વ લાભ પ્રાપ્ત થયો છે અને તેનો જિજ્ઞાસુ શ્રુતપ્રેમી વર્ગના ભક્તો લાભ લઈને આત્માના જ્ઞાનગુણના વિકાસમાં પ્રવૃત્ત થશે એવી આશા છે. અંતે તો ભવ્યાત્માઓને આત્મજ્ઞાન વિના અન્ય કોઈપણ પ્રકારનું જ્ઞાન ભવસાગરથી તરવા માટે ઉપયોગી નથી એટલે જ્ઞાનનો શ્રુતજ્ઞાનનો મહિમા સમજીને, જાણીને આ માર્ગમાં વધુ સક્રિય બને એવી પણ આશા છે.
પુસ્તક પ્રકાશન માટે માર્ગદર્શન, આશીર્વાદ અને દ્રવ્ય સહાયકોની અનુમોદના કરું છું. “જે એક આત્માને જાણે છે એ તમામ જગતને જાણે છે.”
ડૉ. કવિન શાહ
-
®
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org