________________
3ૐ હ્રીં નમો નાણસ
પ્રસ્તાવના
જૈન સાહિત્યના કાવ્યપ્રકારો સ્વરૂપ અને સમીક્ષા પુસ્તક સં. ૨૦૬૪ના કાર્તિક પૂર્ણિમાને દિવસે પ્રગટ થયું હતું. તેમાં જૈન સાહિત્યના અલ્પપરિચિત અને અપરિચિત કાવ્યપ્રકારો વિશે સંક્ષિપ્ત માહિતી પ્રકીર્ણ વિભાગમાં આપવામાં આવી હતી. ત્યાર પછી પ્રકીર્ણ વિભાગના કેટલાક કાવ્યપ્રકારો વિશે સંશોધન, સંકલન કરીને “જૈન સાહિત્યનો સ્વાધ્યાય પુસ્તકની યોજના કરી હતી અને આજે આ પુસ્તકનું પ્રકાશન કરવામાં આવ્યું છે.
આ પુસ્તકમાં કુલક, સંબંધ, નિર્વાણ, હડી, આખ્યા, સંધિ, ચોપાઈ, ચંદ્રાઉલા, અંતરંગ વિચાર, ભાસ, સ્વાધ્યાય, ચિત્રકાવ્ય વગેરે કાવ્ય પ્રકારોના સ્વરૂપની સંદષ્ટાંત માહિતી આપવામાં આવી છે. - પ્રસ્તુત કાવ્ય પ્રકારોમાં અપભ્રંશ, જૂની ગુજરાતી અને અર્વાચીન ગુજરાતી ભાષાનો પ્રયોગ થયો છે. મૂળભૂત રીતે તો અપભ્રંશ અને જૂની ગુજરાતીમાં રચના થયા પછી અર્વાચીન ગુજરાતીમાં કાવ્યો રચાયા છે. એટલે અર્વાચીન ગુજરાતીનાં કાવ્યો રસાસ્વાદમાં વધુ સરળ છે જ્યારે અપભ્રંશ અને જૂની ગુજરાતીવાળી રચનાઓ સમજવા માટે પ્રયત્ન કરવો પડે તેમ છે. પ્રયત્નથી આ કાર્ય સિદ્ધ થાય છે.
જૈન સાહિત્યના કાવ્યપ્રકારો પર પ્રાકૃત અને અપભ્રંશ કાવ્યોનો પ્રભાવ પડ્યો છે અને તે ઉપરથી ઉપરોક્ત કાવ્યપ્રકારોની મધ્યકાલીન સમયમાં રચના થઈ છે. મોટાભાગના કાવ્યપ્રકારોની માહિતી હસ્તપ્રતને આધારે પ્રાપ્ત થાય છે. આ અપ્રગટ હસ્તપ્રતોનું સંશોધન થાય તો કાવ્યપ્રકારોની સમૃદ્ધિનું યથાર્થ દર્શન થાય તેમ છે. ગુજરાતના જ્ઞાન ભંડારો ઉપરાંત જયપુર, બિકાનેર, જોધપુર, જેસલમેર, ઝાલોર જેવા અન્ય શહેરોના જ્ઞાન ભંડારમાં કાવ્ય પ્રકારોની હસ્તપ્રતો મોટા પ્રમાણમાં સંચિત થઈ છે.
1)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org