________________
૫ ૬
મુરીદો (અનુયાયીઓ)માંના નમ્રમાં નમ્ર અબુલફજલના લખાણથી અને ઈબ્રાહિમ હુસેનની નોંધથી. નકલ અસલ મુજબ છે. (સૂરીશ્વર અને સમ્રાટ-પરિશિષ્ટ ક)
૩૫ અકબરનું વિજયસેન સૂરિને ફરમાન પારા ૮૦૪ -આ ઉદ્દે ફરમાનનું ગુજરાતી ભાષાંતર નીચે પ્રમાણે છે :અલ્લાહુ અકબર અબુ અલમુજફફર સુલતાનનો હુકમ. ઉંચા દરજ્જાના નિશાનની નકલ અસલ મુજબ છે.
આ વખતે ઉંચા દરજ્જાવાળા નિશાનને બાદશાહી મહેરબાનીથી નિકળવાનું માન મળ્યું છે) કે-હાલના અને ભવિષ્યના હાકેમો, જાગીરદારો, કરોડીઓ અને ગુજરાત સુબાના તથા સોરઠ સરકારના મુસદીઓએ,
સેવડા (જૈન સાધુ) લોકો પાસે ગાય અને આખલાને તથા ભેંશ અને પાડાને કોઈપણ વખતે મારવાની તથા તેનાં ચામડાં ઉતારવાની મનાઈ સંબંધી શ્રેષ્ઠ અને સુખના ચિન્હવાળું ફરમાન છે, અને તે શ્રેષ્ઠ ફરમાન પાછળ લખેલું છે કે
દર મહિનામાં કેટલાક દિવસ એ ખાવાને ઈચ્છવું નહિ. એ ફરજ અને વ્યાજબી જાણવું.
તથા જે પ્રાણીઓએ ઘરમાં કે ઝાડો ઉપર માળા નાંખ્યા હોય, તેવાઓનો શિકાર કરવાથી કે કેદ કરવાથી (પાંજરામાં પૂરવાથી) દૂર રહેવામાં પૂરી કાળજી રાખવી.
(વળી) એ માનવા લાયક ફરમાનમાં લખ્યું છે કે “યોગાભ્યાસ કરનારાઓમાં શ્રેષ્ઠ હીરવિજયસૂરિના શિષ્ય વિજયસેનસૂરિ સેવડા અને તેમના ધર્મને પાળનારા-જેમણે અમારા દરબારમાં હાજર થવાનું માન મેળવ્યું છે અને જેઓ અમારા દરબારના ખાસ હિતેચ્છુઓ છે-તેમના યોગાભ્યાસનું ખરાપણું અને વધારો તથા પરમેશ્વરની શોધ ઉપર નજર રાખી (હુકમ) થયો કે-એમના દેવળ કે ઉપાશ્રયમાં કોઇએ ઉતારો લેવો નહિં, અને એમને તુચ્છકારવા નહિ; તથા જો તે જીર્ણ થતાં હોય અને તેથી તેના માનનારા, ચાહનારા કે ખેરાત કરનારાઓમાંથી કોઈ તેને સુધારે છે તેનો પાયો નાંખે, તો કોઈ ઉપલકિયા જ્ઞાનવાળાએ કે ધર્માધે તેનો અટકાવ કરવો નહિં અને જેવી રીતે ખુદાને નહિ ઓળખનારા વરસાદનો અટકાવ અને એવાં બીજાં કામો, કે જે પૂજવા લાયક જાતનાં (ઈશ્વરનાં) કામો છે, તેનો આરોપ મૂર્ખાઈ અને બેવકૂફીના લીધે જાદુનાં કામ જાણી, તે બિચારા ખુદાને માનનારા ઉપર મૂકે છે અને તેમને અનેક જાતનાં દુઃખો આપે છે, તેમ તેઓ જે ધર્મક્રિયાઓ કરે છે તેમાં અટકાવ કરે છે. એવાં કામોનો આરોપ એ બિચારાઓ પર નહિં મૂકતાં એમને પોતાની જગ્યા અને મુકામે સુખેથી ભક્તિનું કામ કરવા દેવું, તેમ પોતાના ધર્મમુજબ ક્રિયાઓ કરવા દેવી.
તેથી (ત) શ્રેષ્ઠ ફરમાન મુજબ અમલ કરી એવી તાકીદ કરવી જોઇએ કે-એ ફરમાનનો અમલ સારામાં સારી રીતે થાય અને તેની વિરૂદ્ધ કોઈ હુકમ કરે નહિં. (દરેકે) પોતાની ફરજ જાણી ફરમાનથી દરગુજર કરવી નહિં, અને તેથી વિરૂદ્ધ કરવું નહિ. તા. ૧લી શહર્યુર મહિનો, ઇલાહી સને ૪૬, મુવાફિક તા. ૨૫ મહિનો સફર સને ૧૦૧૦ હઝરી (સં. ૧૬૫૮)
પેટાનું વર્ણન ફરવરદીન મહિનો; જે દિવસોમાં સૂર્ય એક રાશિમાંથી બીજી રાશિમાં જાય છે તે દિવસો, ઈદ, મેહરનો દિવસ, દરેક મહિનાના રવિવાર, તે દિવસ કે જે બે સૂફિયાના દિવસોની વચમાં આવે છે, રજબ મહિનાના સોમવારો, આબાન મહિનો કે જે બાદશાહના જન્મનો મહિનો છે, દરેક શમરત મહિનાનો પહેલો દિવસ જેનું નામ ઓરમઝ છે, અને બાર પવિત્ર દિવસો કે જે શ્રાવણ માસના છેલ્લા છ અને ભાદરવાના પ્રથમ છ દિવસો મળીને કહેવાય છે (પર્યુષણ) (સૂરીશ્વર અને સમ્રાટ પરિશિષ્ટ ખ.)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org