________________
પ્રકરણ - ૫
કુમારપાલનો સમય (ચાલુ) સં. ૧૧૯૯ થી સં. ૧૨૩૦
पद्मासद्म कुमारपालनृपतिर्जज्ञे स चन्द्रान्वयी, जैन धर्ममवाप्य पापशमनं श्री हेमचन्द्राद् गुरोः । निर्वीराधनमुज्झता विदधाता द्यूतादिनिर्वासनं, येनैकेन भटेन मोहनृपति र्जिग्ये जगत्कंटकः॥
જે લક્ષ્મીનું નિવાસ્થાન છે. એવો ચંદ્રવંશી કુમારપાલ જન્મ્યો કે જે એકજ વીરે શ્રી હેમચંદ્ર ગુરૂ પાસેથી પાપનું શમન કરનારો જૈન ધર્મ પ્રાપ્ત કરીને અપુત્રનું ધન છોડી દઈ અને ધૂતાદિને દેશવટો આપીને જગના કંટક એવા મોહરાજાને જીત્યો. યશપાલકૃત મોહરાજપરાજય.
आगमदुर्गमपदसंशयादि तापो विलीयते विदुषाम् । यद् वदनचदंनरसै मलयगिरिः स जयाद् यथार्थः ॥
જેના વચનરૂપી ચંદન રસથી વિદ્વાનોના આગમના દુર્ગમપદના સંશયાદિ તાપો લય પામે છે તે યથાર્થનામા મલયગિરિ જય પામો.-ક્ષેમકીર્તિસૂરિની બૃહત્કલ્પ ટીકા.
૩૮૯. સાહિત્ય-પ્રવૃત્તિ પ્રત્યે દૃષ્ટિ ફેંકતા શ્રીમદ્ હેમચંદ્રાચાર્ય અગ્રપદ ભોગવે છે; તેમના જીવન વગેરે સંબંધમાં પછીનાં બે પ્રકરણમાં જોઈશું. તેમનાં સમકાલીન સહવિહારી મલયગિરિબહુ જબરા સંસ્કૃત ટીકાકાર થયા. મલયગિરિએ પોતાની અનેક કૃતિઓમાં પોતાના કંઇ પણ પરિચય કે રચ્યા સંવત્ પણ આપેલ નથી, પણ અમુકમાં ‘કુમારપાલ રાયે” એમ જણાવ્યાથી તેમજ પોતાના શબ્દાનુશાસન વ્યાકરણમાં ‘અUત્ કુમારપાતોરાતન એ ઉદાહરણ આપેલ છે તેથી કુમારપાલના સમયમાં મુખ્યપણે થયા એમ ગણી શકાય. તેમણે મુખ્યપણે આગમો પર ટીકા રચી તે આ પ્રમાણેઃઆવશ્યક બૃહદ્રવૃત્તિ (જ0;), ઓઘનિર્મૂતક્તિવૃત્તિ (જે; દે.લા.નં૫૦)જ્યોતિષ્કરંડ ટીકા (જે; કી.ર, ૩૭૮ પ્ર0 ઋ૦ કે૦ રતલામ;) નન્દી ટીકા(જે,પી.૩,૩૫ અને ૩૩ આ૦ સમિતિ નં.૧૬ અને નં. ૪૪), પિંડનિર્યુક્તિ વૃત્તિ (જે; દે. લા. નં. ૪૪) પ્રજ્ઞાપનાવૃત્તિ, (જે; પી. ૩, ૧00 આ૦ સમિતિ નં. ૧૯ અને ૨૦), બૃહત્કલ્પ પીઠિકા(જ.), ભગવતી દ્વિતીય શતકવૃત્તિ, રાજપ્રશ્નીયવૃત્તિ(જ.),
૩૧૪. નંદી ટીકામાં મલયગિરિએ શાકટાય સંબંધી ઉલ્લેખ કર્યો છે કે શારાયનો sfપ થાપનીયતા નિ: સ્વોપજ્ઞશબ્દાનુશાસનવૃત્તાવારી માવત: સ્તુતિPવાદ આ પરથી શાકટાયન અને તેના વ્યાકરણ નો પત્તો લાગે છે ને તેમનો કાલનિર્ણય કરવામાં સરળતા મળે છે. શ્રી જિનવિજયનો લેખ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org