________________
પારા ૧૦૫૭ થી ૧૦૬૧
જૈન પત્રો સંસ્થાઓ
૪૮૩
જૈન ડિરેકટરી બે ભાગ તૈયાર કરાવી બહાર પાડી છે. મારા તરફથી તૈયાર થયેલ ગૂજરાતી ભાષાના કવિઓ અને તેમની કૃતિઓની વિસ્તૃત સૂચી રૂપ મહાભારત પુસ્તક નામે જૈન ગૂર્જર કવિઓના બે ભાગ તથા આ ગ્રંથને આ મહાસંસ્થાએ બહાર પાડી ગૂજરાતી ભાષાની અને જૈન સાહિત્યની મહાન્
સેવા બજાવી છે.
૧૦૫૯. ઉપર્યુક્ત સંસ્થાઓ પોતપોતાનું કાર્ય યથાશક્તિ અને યથાસંયોગે કર્યે જાય છે. દરેકમાં મંદતા સ્તબ્ધતા કે રૂઢિચુસ્તતા વતતાઓછા પ્રમાણમાં સમાજમાં રહેલા જાના જડ ઘાલેલા વિચારોની અસરથી રહેવા પામી છે, છતાં હવે વર્તમાન યુગના વાતાવરણના જોસથી તે સર્વેપર ઉત્તમ પ્રભાવ પડ્યો છે. તો પણ તે દરેક પોતાની સ્થાપનાથી અત્યાર સુધી પોતાથી બનતી સેવા અર્પતી ગઇ છે. ‘આવું કાર્યસાતત્ય છતાં, આવી પ્રગતિશાલિતા છતાં, આવી સેવા-નિષ્ઠા છતાં, આવા નીતિબળ છતાં, આવી વ્યાવહારિકતા છતાં આ દરેક સંસ્થાને-કૉન્ફરન્સ જેવી મહાસંસ્થાને જૈન જેવી ધનાઢ્ય જાતિ તરફથી ધનનો જે વિપુલ આશ્રય મળવો જોઇએ તે નથી મળ્યો એ અત્યંત નિરાશાજનક છે. નિરાશાનું કા૨ણ જૈનોની સામાજિક સ્થિતિ છે. વેપાર-ઉદ્યોગથી એમનો નિર્વાહ હતો. મુસલમાનો કે મરાઠાની માફક રાજસત્તાથી નહીં. અંગ્રેજી રાજ્ય જામતાં અને અંગ્રેજી કેળવણી પ્રસરતાં મુસલમાનો કે મરાઠા કે બ્રાહ્મણોની સૈકાઓથી સ્થિર રહેલી સ્થિતિને જેવો આઘાત લાગ્યો તેવો જૈનોને લાગ્યો નથી. ઉલટું એમને માટે વેપાર ઉદ્યોગના અનેક નવા પ્રદેશ ઉઘડ્યા અને એ દિશામાંથી આવતો ધનનો પ્રવાહ સૂકાવાને બદલે રેલાતો રહ્યો. આવકને અથવા સામાજિક પ્રતિષ્ઠાને જ્યાં ધક્કો લાગ્યો નથી ત્યાં નવા જમાનાની સામગ્રીઓથી સંપન્ન થવાની જરૂર સમજાતી નથી. આમ હોવાથી જૈનોમાં કેળવણીનો ફેલાવો થયો નહીં-ભણતર વગર લાખો રૂપિયા કમાઇ શકાતા હોય તો પછી ભણતરની દરકાર કરવામાં આવતી નથી. કેળવણી વિના નવી અભિલાષા, નવી વાંછના, નવા આદર્શ, સાર્વજનિક સેવાની આવશ્યકતા જન્મ્યાં નહીં અને આમ થતાં હજુ બહુ વાર લાગશે. પરિસ્થિતિને લીધે જૈનોમાં જે નવું ચેતન આવવું જોઇએ ન આવવાથી એ નવું ચેતન રોપનારી સંસ્થાને ઉદાર મદદ મળી ન શકી.
૧૦૬૦. ધનાઢ્યો તરફથી મદદ નથી મળી શકતી તે સંબંધમાં એક બીજી વાત પ્રત્યે નજ૨ નાંખવા જેવું છે. જૈનો ધનપ્રાપ્તિમાં રચ્યા પચ્યા રહે છે. છતાં વૈરાગ્ય અને દાનની ભાવનાને અતિશય પોષણ આપે છે. સાધુઓ પ્રત્યે એમનો પૂજ્યભાવ ગાઢ હોય છે. આવી વસ્તુ સ્થિતિ છતાં સુશિક્ષિત જૈનોમાંથી કોઇ વિરક્ત થઈ સાધુ ન થયો અને પોતાનાં વૈરાગ્યથી, તપથી, ચારિત્ર્યથી, જ્ઞાનથી સાધુઓમાં અને શ્રાવકોમાં પૂજ્ય લેખાઇ પોતાનો પ્રભાવ તેણે જૈનો પર પાડ્યો નહીં. જૈનોમાં કોઈ વિવેકાનંદ કે રામકૃષ્ણ (? રામતીર્થ) થયો હોત તો દાનનો માર્ગ ફેરવાયો હોત. જેમને નવા યુગનો પ્રકાશ પ્રાપ્ત થયો હતો. તેમાંથી કોઇએ ઐહિક સુખનો ભોગ આપ્યો હોત તો જૈનોનું ભાગ્ય વહેલું ફર્યું હોત. હજા પણ આવો પ્રસંગ ગયો નથી; વેળા વીતી નથી ગઇ.
૧૦૬૧. ‘હું નમ્ર ભાવે કેટલાંક દૃષ્ટિબિંદુ રજુ કરૂં છું. (૧) જૈનો કોઇ દ્વીપમાં વસ્તા નથી. વસવાટના પ્રદેશમાં અથવા તેની બહાર જૈનેતર લોકો સાથે તદન સંબંધ જ ન હોય એવું નથી. વર્તમાન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org